• Home
  • News
  • વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું- અમદાવાદનું કોરોના મોડેલ અન્ય શહેરો અપનાવી શકે
post

9 પાંખિયા વ્યૂહથી કેસ અને મૃત્યુદર ઘટાડ્યા તેમજ રિકવરી રેટ 81 ટકાએ પહોંચાડ્યાનો વિશ્વ આરોગ્ય સંસ્થા સમક્ષ AMCનો દાવો

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-01 11:18:47

અમદાવાદ: વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) વિશ્વમાં કોવિડ મેનેજમેન્ટ માટે અપનાવાતી શ્રેષ્ઠ પદ્ધતિને ઓળખવાની કવાયત કરી રહી છે. આ સંદર્ભમાં અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવ ગુપ્તા અને મ્યુનિ. કમિશનર મુકેશકુમારે ‘WHO’ના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથન સમક્ષ વીડિયો કોન્ફરન્સથી પ્રેઝન્ટેશન કર્યું હતું.

ડૉ. સ્વામીનાથને જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિ.એ લીધેલા ધનવંતરી રથ, 104 સેવા, કોરોના ઘર સેવા, સંજીવની વાન તેમજ ખાનગી હોસ્પિટલોની ભાગીદારી જેવા પગલા લઈ જે મોડેલ અપનાવ્યું તે અન્ય શહેરો પણ અપનાવી શકે છે. પ્રેઝન્ટેશનમાં રજૂઆત કરાઈ હતી કે, કોર્પોરેશને 9 પાખ્યો વ્યૂહ અપનાવી કોરોનાના કેસ અને મૃત્યુદરમાં ઘટાડો લાવી રિકવરી રેટ 81 ટકાએ પહોંચાડ્યો હતો. મે મહિનામાં અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તા અને મુકેશકુમારની નિયુક્તી બાદ તેમણે તબક્કાવાર 9 પાંખિયા વ્યૂહથી કેસને કાબૂમાં લીધા છે.

બે માસમાં એક્ટિવ કેસ 53થી ઘટી 13 ટકા થયા
શહેરમાં 17 માર્ચે કોરોનાનો પહેલો કેસ નોંધાયો હતો. 19 સપ્તાહમાં એક્ટિવ કેસની ટકાવારી 100થી ઘટી 13 ટકાએ પહોંચી ગઈ છે. વિવિધ પ્રકારની સ્ટ્રેટેજીને પગલે કેસની સંખ્યામાં ઘટાડો થયો. જ્યારે રિકવરી રેટમાં વધારો થયો. જુલાઈ મહિનામાં એક્ટિવ કેસ માત્ર 13 ટકા છે જ્યારે રિકવરી રેટ 81 ટકાએ પહોંચી ગયો છે. 10માં સપ્તાહમાં એક્ટિવ કેસ 40 ટકા હતા ત્યારે રિકવરી રેટ 53 ટકા જેટલો હોવાનું મ્યુનિ. અધિકારી સૂત્રોનું કહેવું છે. તમામ ઝોનમાં સૌથી વધુ કેસ મે મહિનામાં નોંધાયા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post