• Home
  • News
  • દુનિયાના સૌથી ઘાતક બોલરની નિવૃતિની જાહેરાત: ભારતીય બેટ્સમેનને કરતો હતો સૌથી વધુ હેરાન
post

બોલ્ટ સામે ભારતના દિગ્ગજ ઓપનર રોહિત શર્મા, શિખર ધવન, કોહલી સહિતના દિગ્ગજ ખેલાડીઓ ફિક્કા પડતા હોય છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-10 17:01:55

નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટને ન્યૂઝીલેન્ડ ક્રિકેટ દ્વારા તેના કરારમાંથી મુક્ત કરવામાં આવ્યો છે જેથી આ ક્રિકેટર પોતાના પરિવાર સાથે વધુ સમય વિતાવી શકે. બોલ્ટના આ નિર્ણયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ખળભળાટ મચી ગયો છે. બોલ્ટ વિશ્વના સર્વશ્રેષ્ઠ બોલરોમાંથી એક છે, આવી સ્થિતિમાં તેના નિર્ણયને કારણે દુનિયાને લાગી રહ્યું છે કે, તેણે હવે સંન્યાસ લેવાનું મન બનાવી લીધું છે.

બોલ્ટ સામે ભારતના દિગ્ગજ ઓપનર રોહિત શર્મા, શિખર ધવન, કોહલી સહિતના દિગ્ગજ ખેલાડીઓ ફિક્કા પડતા હોય છે. બોલ્ટ, જેણે ન્યૂઝીલેન્ડ માટે ટેસ્ટ ક્રિકેટમાં 317 અને વનડેમાં 169 વિકેટ લીધી છે. પ્રથમ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને ત્યારપછીના બે ODI વર્લ્ડ કપમાં ફાઈનલમાં ટાઈટલ જીતવા માટે ન્યૂઝીલેન્ડની ટીમની સફરમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી છે. બોલ્ટે રાષ્ટ્રીય ક્રિકેટ અધિકારીઓ સાથે વાત કરી હતી કે, ઘરમાં નાના બાળકો હોવાને કારણે તેમને વિદેશ પ્રવાસ પર જવામાં મુશ્કેલી પડી રહી છે.

ન્યુઝીલેન્ડ ક્રિકેટનું સન્માન

ન્યૂઝીલેન્ડ ક્રિકેટના ચીફ એક્ઝિક્યુટિવ ડેવિડ વ્હાઇટે બુધવારે કહ્યું, 'અમે ટ્રેન્ટના નિર્ણયનું સન્માન કરીએ છીએ. તેણે પ્રામાણિકપણે દલીલ કરી. ફુલ ટાઈમ કોન્ટ્રાક્ટેડ ખેલાડીને ગુમાવવાનું અમને દુખ છે પરંતુ અમારી શુભેચ્છાઓ તેની સાથે છે. તે હજુ પણ પસંદગી રહશે, પરંતુ કરાર કરાયેલા ખેલાડીઓને પ્રાથમિકતા આપવામાં આવશે.

બોલ્ટે મોટું નિવેદન આપ્યું

આ નિર્ણય પર ટ્રેન્ટ બોલ્ટે કહ્યું, 'સાચું કહું તો મારા માટે આ નિર્ણય ઘણો મુશ્કેલ હતો. 12 વર્ષ સુધી દેશ માટે રમ્યાનો ગર્વ છે. દેશ માટે રમવું હંમેશા મારું સપનું હતું. મારો આ નિર્ણય સંપૂર્ણપણે પત્ની ગર્ટ અને મારા ત્રણ બાળકો માટે હતો. પરિવાર હંમેશા મારા માટે પ્રેરણારૂપ રહ્યો છે. ક્રિકેટ પછી તેને પ્રાથમિકતા આપવી મને ખૂબ સારું લાગે છે. આ નિર્ણય પર મારું સમર્થન કરવા બદલ ન્યૂઝીલેન્ડ ક્રિકેટનો આભાર.

 

adv

Related News

post
post
post
post
post
post
post