• Home
  • News
  • ગ્લોબલ ગ્રોથ અંગે વિશ્વભરના CEOમાં નિરાશાજનક વલણ, 53 ટકાએ કહ્યું- વિકાસ દર ઘટશે
post

કન્સલ્ટન્સી ફર્મ PWCના સરવેમાં 35 ટકા CEO વ્યાપાર વિવાદને ગ્રોથ માટે સૌથી વધારે જોખમી માને છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-23 08:59:29

દાવોસઃ વિશ્વભરના CEO વૈશ્વિક GDP (Globle GDP) ગ્રોથને લઈ નિરાશાજનક વલણ ધરાવે છે. ગ્લોબલ કન્સલ્ટન્સી ફર્મ PWCના સરવે પ્રમાણે પ્રથમ વખત 53 ટકા CEO ગ્રોથમાં ઘટાડાની વાત કહી છે. ગત વર્ષે પ્રકારનો અભિપ્રાય આપનારા CEOનું પ્રમાણ ફક્ત 29 ટકા હતું. વર્ષે 83 દેશના 1,581 CEOનો સરવેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. પૈકી 22 ટકાએ ગ્રોથ વધવાની આશા દર્શાવી છે. ગયા વર્ષે સંખ્યા 42 ટકા હતી. સ્વીત્ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF) શરૂ થાય તેના એક દિવસ અગાઉ સોમવારે સરવે જારી કરવામાં આવ્યો હતો.


ગ્લોબલ GDP ગ્રોથને લઈ CEOનો વિશ્વાસ 2018માં સૌથી વધારે 57 ટકા હતો

મહત્વની અર્થવ્યવસ્થા ધરાવતા દેશોમાં ફક્ત ચીનના CEOના વિશ્વામાં ગત વર્ષની તુલનામાં નોંધપાત્ર વધારો થયો છે. તેમના મતે વર્ષ તેમની કંપનીની આવકમાં વધારો થશે. સરવેમાં સામેલ ભારતીય CEOમાં 52 ટકાનું કહેવું છે કે વિશ્વનો GDP ગ્રોથ ઘટશે. ગ્લોબલ GDPને લઈ 2018માં CEOનો વિશ્વાસ સૌથી વધારે હતો. તે સમયે વિશ્વના 57 ટકા CEO વિકાસ દરમાં વધારો થવાની આશા વ્યક્ત કરી હતી.


ભારતે ફક્ત 40 ટકા CEOને કંપનીની રેવેન્યુ ગ્રોથ વધવાનો વિશ્વાસ

·         51 ટકા CEO આર્થિક વિકાસ દરને લઈ અનિશ્ચિત છે. 38 ટકાના મનમાં નીતિઓને લઈ અનિશ્ચિત છે.

·         દેશના ફક્ત 40 ટકા CEO ને વિશ્વાસ છે કે વર્ષ તેમની કંપનીની આવક વૃદ્ધિ વધશે. ગત વર્ષ આંકડા 55 ટકા હતા.

·         10 ટકા CEO કહ્યું છે કે તેમની સંસ્થાએ કૌશલ વિકાસ કાર્યક્રમોમાં કોઈ વિકાસ કર્યો નથી. 40 ટકાનું કહેવું છે કે તેની શરૂઆત થઈ છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post