• Home
  • News
  • અજાણ્યા વાહને એક્ટિવાને ટક્કર મારતા બ્રિજ ઉપરથી 20 ફૂટ નીચે પટકાતા યુવાનનું મોત, પત્ની ગર્ભવતી છે
post

બે ભાઇઓ બાઇક લઇને વહેલી સવારે નીકળ્યા હતા. એકનું મોત, બીજો ઇજાગ્રસ્ત

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-20 15:49:05

વડોદરા: નેશનલ હાઇવે નંબર-48 ઉપર મોડી રાત્રે અને વહેલી સવારે થયેલા 2 અકસ્માતમાં એક યુવાન સહિત બે વ્યક્તિઓના મોત નીપજ્યાં હતા. વહેલી સવારે બે ભાઇઓ એક્ટીવા ઉપર જતા હતા. દરમિયાન અજાણ્યા વાહનની ટક્કર વાગતા એક્ટીવા પાછળ બેઠેલો એક ભાઇ 20 ફૂટ ઉંચા બ્રિજ ઉપરથી પટકાયો હતો. જ્યારે બીજાને ઇજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.


એક્ટિવાને ટક્કર મારતા બંને ભાઇઓ પુલ ઉપર ફંગોળાયા
વડોદરા શહેરના છાણી પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ છાણી ગામમાં મોટી કાછીયાવાડમાં રહેતો મિહિર કમલેશભાઇ ગાંધી(23) અને તેનો ભાઇ અક્ષ ગાંધી વહેલી સવારે એક્ટિવા ઉપર ખેતીવાડી ઉત્પન બજાર સમિતીમાં ધંધા માટે જઇ રહ્યા હતા. દરમિયાન નેશનલ હાઇવે નંબર-48 ઉપર ઓમકારપુરા પુલ પાસે પાછળથી કોઇ અજાણ્યા વાહને તેઓની એક્ટિવાને ટક્કર મારતા બંને ભાઇઓ પુલ ઉપર ફંગોળાઇ ગયા હતા. જેમાં એક્ટીવા પાછળ બેઠેલો મિહીર બ્રિજ ઉપરથી નીચે પટકાતા મોતને ભેટ્યો હતો. જ્યારે અક્ષને ઇજા પહોંચતા છાણી ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.


મિહિર ગાંધીના દોઢ વર્ષ પૂર્વે જ લગ્ન થયું, પત્ની ગર્ભવતી છે
મિહિર ગાંધીના દોઢ વર્ષ પૂર્વે જ લગ્ન થયું હતું. અને તેની પત્ની હાલ ગર્ભવતી છે. મિહિરના મોતના સમાચાર છાણી મોટી કાછીયાવાડમાં પ્રસરતા ગમગીની ફેલાઇ ગઇ હતી. ફળિયાના લોકો મિહિરના ઘરે ઉમટી પડ્યા હતા. મિહિરની પત્ની અને પરિવારજનોના હૈયાફાટ રૂદને સન્નાટો પાથરી દીધો હતો. આ બનાવ અંગે છાણી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.


રણોલી બ્રિજ પાસેના સર્વિસ રોડ અકસ્માતમા એકનું મોત
બીજા બનાવમાં દશરથ ગામમાં તળાવ ફળિયામાં રહેતા ચંદુભાઇ કાભઇભાઇ સોલંકી (ઉં.50) મોડી રાત્રે રણોલી બ્રિજ પાસેના સર્વિસ રોડ ઉપર રોડ ક્રોસ કરી રહ્યા હતા. દરમિયાન કોઇ અજાણ્યા વાહને ટક્કર માગતા તેઓને માથામાં અને શરીરના અન્ય ભાગમાં ગંભીર ઇજા પહોંચી હતી. તુરંત જ તેઓને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પુત્ર અજય સોલંકીએ છાણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post