• Home
  • News
  • ઝીંઝુવાડાની ક્ષત્રિય દીકરી અમેરિકાની આર્મીમાં ટ્રેનિંગ પૂર્ણ કરી ન્યુક્લિયર સ્પેશિયાલિસ્ટ બનશે
post

ઝીંઝુવાડાની દીકરીનો અમેરિકામાં ડંકો, CMએ અભિનંદન આપ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-23 10:16:43

27મી સપ્ટેમ્બરે દીકરી દિવસની ઉજવણી થઇ રહી છે ત્યારે ગુજરાતના રણકાંઠાના ઝીંઝુવાડા ગામની ક્ષત્રિય દીકરી અમેરિકામાં 3 મહિનાની આકરી ટ્રેનિંગ લઇ ન્યુકેલિયર સ્પેશ્યાલિસ્ટ બનવાની તૈયારી કરી રહી છે. જેને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિડીયો સંદેશ દ્વારા શુભેચ્છા પણ પાઠવી છે. ઝીંઝુવાડાના કનકસિંહ ઝાલા અને ફાલ્ગુનીબા ઝાલાની 20 વર્ષની દીકરી દેવકીબા ઝાલાએ ગત સપ્તાહમાં અમેરિકન આર્મીની 3 મહિનાની ખુબ જ આકરી ટ્રેનીંગ પૂર્ણ કરી એડવાન્સ ઇન્ડિવિજ્યુલ ટ્રેનીંગ (AIT)માં પ્રવેશ મેળવી CBRN ( કેમિકલ, બાયોલોજિકલ, રેડીયોલોજિકલ અને ન્યુક્લિયર ) સ્પેશ્યાલિસ્ટ બની અમેરિકન આર્મીમાં સેવા બજાવશે. અમેરિકા રહેતા તેણીના પિતાએ જણાવ્યું કે, મારી દીકરીએ 65 પાઉન્ડ વજન સાથે 10 માઇલની વોક, ગેસ ચેંબરમાં કામ, બોમ્બ ફોડવા અને રાઇફલો ચલાવવાની તાલીમ લીધી છે.

અમેરિકન આર્મીમાં ટ્રેનિંગ લઇ દીકરીએ ગુજરાતનું નામ રોશન કર્યુ : મુખ્યમંત્રી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે આર્મીમાં ગુજરાતમાંથી ખુબ ઓછા લોકો જાય છે ત્યારે ગુજરાતની એક ક્ષત્રિય દીકરીએ અમેરિકન આર્મીની આકરી ટ્રેનીંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી ગુજરાતનું જ નહી પણ સમગ્ર ભારત દેશનું નામ રોશન કર્યું છે. દેવકીબાને શુભેચ્છા પાઠવું છું.

દેવકીબાનો પિતરાઇ ભાઇ પણ US એરફોર્સમાં છે
ઝીંઝુવાડાના અને અમેરિકામાં વસવાટ કરતા કનકસિંહ ઝાલાના ભાઇ ઘનશ્યામસિંહ ઝાલાનો દીકરો જયદેવસિંહ ઝાલાએ પણ અમેરિકન અેરફોર્સમાં ફરજ બજાવવાની સાથે ઝીંઝુવાડા ગામનું અને ઝાલા ક્ષત્રિય સમાજનું ગૌરવ વધાર્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post