• Home
  • News
  • મિસ સાઉથ આફ્રિકા રહેલી 26 વર્ષીય ઝોઝિબિની તુંઝી 'મિસ યુનિવર્સ 2019' સ્પર્ધાની વિજેતા બની
post

અમેરિકાના અટલાંટામાં યોજાયેલી મિસ યુનિવર્સ 2019 સપર્ધામાં સાઉથ આફ્રિકાની ઝોઝિબિની તુંઝી વિજેતા બની છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-09 12:00:41

અમેરિકાના અટલાંટામાં યોજાયેલી મિસ યુનિવર્સ 2019 સપર્ધામાં સાઉથ આફ્રિકાની ઝોઝિબિની તુંઝી વિજેતા બની છે. રવિવારે યોજાયેલી 68મી મિસ યુનિવર્સ સ્પર્ધામાં 90 સુંદરીઓમાંથી ઝોઝિબિની તુંઝીની પસંદગી કરવામાં આવી છે.

મિસ યુનિવર્સ 2019 સ્પર્ધામાં ટોપ-10માં કોલંબિયા, ઇન્ડોનેશિયા, મેક્સિકો, પેરુ, પોર્ટે રીકો, સાઉથ આફ્રિકા, થાઈલેન્ડ અને યુનાઇટેડ સ્ટેટ્સની સુંદરી સામેલ હતી.

મિસ યુનિવર્સ 2018 રહેલી કેટોરીનાએ વિજેતા અને રનર અપની ઘોષણા કરી હતી. ઝોઝિબિની તુંઝી વિજેતા જાહેર થઇ હતી જયારે પોર્ટે રીકોની મેડિસન ફર્સ્ટ રનર અપ અને મેક્સિકોની અરાગોન સેકન્ડ રનર અપ બની છે.

રંગે શ્યામ ઝોઝિબિની તુંઝી મિસ સાઉથ આફ્રિકા 2017માં ટોપ 26 માં સામેલ હતી. વર્ષ 2017થી ઝોઝિબિનીએ મોડલિંગની શરૂઆત કરી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post