• Home
  • News
  • ક્રિસમસ અને નવા વર્ષ માટે પહાડ તૈયાર:ગુલમર્ગ-પહલગામમાં 100% હોટલ બુક, હિમાચલ-ઉત્તરાખંડમાં બુકિંગ વધ્યું
post

જેમ જેમ કોરોનાકાળ ખતમ થવા તરફ આગળ વધે છે તેમ તેમ પર્યટકોને પહાડો વધુ આકર્ષિત કરે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-14 10:06:31

ભારતના સ્વિત્ઝર્લેન્ડ ગણાતા ગુલમર્ગની હોટલોમાં અત્યારે જગ્યા નથી. કંઈક આવી હાલત પહલગામની છે. નવેમ્બરના મધ્યમાં કાશ્મીર ખીણમાં પ્રથમ હિમવર્ષા થઈ. ત્યારપછી પર્યટકો અહીં ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી માટે બુકિંગ કરાવી રહ્યાં છે. કલમ 370 હટ્યા પછી લદાયેલા પ્રતિબંધ અને પછી કોરોનાને કારણે બે કડક લૉકડાઉનને કારણે રાજ્યના પર્યટન વેપારને ઘણી અસર થઈ હતી. પરંતુ લૉકડાઉન હટ્યા પછી અહીં પર્યટકોની સંખ્યા વધી રહી છે. નવેમ્બરમાં 10 હજાર પર્યટકો આવ્યા હતા. હોટલો દ્વારા કોરોના પોટોકોલનું પાલન થાય તે જરૂરી છે.

મહિલાઓ માટે સ્કી કોર્સની અલગ બેચ
કાશ્મીરના પર્યટન ડાયરેક્ટર નિસાર અહેમદ વાનીના જણાવ્યા મુજબ ગુલમર્ગમાં વિન્ટર સ્પોર્ટર્સ શરૂ થઈ ગયું છે. સ્કી કોર્સ પણ કરાવાય છે. જમ્મુ-કાશ્મીરના ચાર અને બીજા રાજ્યોના બે જૂથ માટે કોર્સ શરૂ કરાશે. બે જૂથ માત્ર મહિલાઓ માટે છે. રમત વિભાગ પણ અલગથી કોર્સ કરાવી રહ્યું છે.

ઉત્તરાખંડઃ નવા વર્ષ માટે ઓનલાઈન બુકિંગ શરૂ, 80% ગેસ્ટ હાઉસ બુક
દહેરાદૂનઃ રોગચાળાને કારણે રાજ્યની પર્યટન આવકમાં 85%નો ઘટાડો થયો હતો. પણ ડિસેમ્બરના મધ્યમાં પ્રથમવાર હિમવર્ષા થતાં પર્યટકો આવવા માંડ્યા છે. ગયા શનિવારે ફરી હિમવર્ષા થઈ. ગઢવાલ મંડલ વિકાસ નિગમના ગેસ્ટ હાઉસના મેનેજર પ્રદીપ મંદ્રવાલ કહે છે કે 80% સુધી બુકિંગ થઈ ગયું છે. ટિહરી ગઢવાલમાં હોમ સ્ટે સંચાલક રવિન્દ્ર રાવતના જણાવ્યા મુજબ તેમને ત્યાં 25 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધીનું બુકિંગ ફૂલ થઈ ગયું છે.

હિમાચલઃ અટલ ટનલનું આકર્ષણ, અહીંથી રોજ 1000 વાહનો પસાર થાય છે
શિમલાઃ 9 કિમી લાંબી અટલ ટનલ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. તેનાથી કુલ્લુ-મનાલીમાં પણ પર્યટન વેપારમાં વધારો થયો છે. લોકો ત્રણથી ચાર દિવસનું પેકેજ બનાવી કુલ્લુથી રોહતાંગ ટનલ જઈ રહ્યાં છે. ટનલમાંથી પસાર થઈ પર્યટકો લાહૌલ-સ્પીતિ પહોંચે છે. એસપી લાહૌલ માનવ વર્માના જણાવ્યુ મુજબ વીકએન્ડ અને અન્ય રજાના દિવસે ટનલમાંથી લગભગ 1500 વાહન પસાર થાય છે. સામાન્ય દિવસોમાં લગભગ 1000 વાહનો પસાર થાય છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post