• Home
  • News
  • એક સપ્તાહમાં 15% કેસ અને 41% મોત વધ્યા, પહેલીવાર એક દિવસમાં રેકોર્ડ 3.18 લોકો સાજા થયા; સતત ત્રીજા દિવસે નવા કેસમાં ઘટાડો
post

એક સપ્તાહમાં 41% મૃત્યુ વધ્યા, તે દુનિયામાં સૌથી વધારે

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-04 11:31:56

કોરોના વિશે દેશમાં બે સારા અને બે ખરાબ સમાચાર છે. ખરાબ સમાચાર એ છે કે, દેશમાં કોરોના દર્દીઓનો આંકડો 2 કરોડને પાર થઈ ગયો છે. એટલે કે અત્યાર સુધીમાં 2 કરોડ 2 લાખ 75 હજારથી વધારે લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

હવે પહેલી સારી ખબર એ છે કે ભારતમાં એક દિવસમાં રેકોર્ડ 3.18 લાખ લોકો રિકવર થયા છે. અત્યાર સુધી દુનિયામાં એક સાથે આટલા દર્દીઓ સાજા નથી થયા. બીજી સારી ખબર એ છે કે, સોમવારે સતત ત્રીજા દિવસે નવા દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. છેલ્લાં 24 કલાકમાં દેશમાં 3 લાખ 55 હજાર 680 લોકો સંક્રમિત થયા છે. 30 એપ્રિલ પછી નવા દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો નોંધવામાં આવ્યો છે.

30 એપ્રિલે એક દિવસમાં રેકોર્ડ 4.02 લાખ નવા દર્દીઓ નોંધાયા છે. ત્યારપછી શનિવારે 3.92 લાખ અને રવિવારે 3.70 લાખ કેસ મળ્યા હતા. ગયા સપ્તાહની સરખામણીએ આ સપ્તાહની સરખામણી કરીએ તો આ દરમિયાન 15 ટકા કેસ વધારે નોંધાયા છે.

એક સપ્તાહમાં 41% મૃત્યુ વધ્યા, તે દુનિયામાં સૌથી વધારે
સોમવારે દેશમાં 3436 લોકોના કોરોના સંક્રમણના કારણે મોત થયા હતા. આ સતત છઠ્ઠો દિવસ હતો જેમાં 3 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો હતો. આખા સપ્તાહના આંકડા પર નજર નાખીએ તો આ સપ્તાહમાં મોતની સંખ્યામાં 41 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. આ દરમિયાન 24 હજાર 503 દર્દીઓના મોત થયા છે. સ્થિતિ એવી છે કે, દેશના પાટનગર દિલ્હીમાં દર 3 મિનિટે એક વ્યક્તિનું મોત થાય છે. અહીં સોમવારે 448 લોકોના મોત થયા છે. દુનિયાના ટોપ-10 દેશોની સરખામણી કરીએ તો ભારત સિવાય તુર્કી, આર્જેન્ટિના, જર્મની અને કોલંબિયામાં જ મોતના આંકડામાં વધારો જોવા મળ્યો છે. તે સિવાય અમેરિકા, બ્રાઝીલ, ફ્રાન્સ, ઈરાન જેવા અમુક દેશોમાં મોતના આંકડામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

દેશમાં કોરોના મહામારી આંકડાઓમાં
છેલ્લાં 24 કલાકમાં કુલ નવા કેસ આવ્યા- 3.55 લાખ
છેલ્લાં 24 કલાકમાં કુલ મોત- 3,436
છેલ્લાં 24 કલાકમાં કુલ સાજા થયા- 3.18 લાખ
અત્યાર સુધી કુલ સંક્રમિત થયેલા લોકો- 2.02 કરોડ
અત્યાર સુધીમાં સાજા થયા- 1.66 કરોડ
અત્યાર સુધીમાં કુલ મોત- 2.22 લાખ
અત્યારે સારવાર કરતાં કુલ દર્દીઓની સંખ્યા- 34.43 લાખ

 

adv

Related News

post
post
post
post
post
post
post