• Home
  • News
  • કોંગ્રેસ-અધ્યક્ષ માટે ખડગેની દાવેદારીનાં 4 કારણ:ગાંધી પરિવારનો સપોર્ટ ન મળ્યો તો દિગ્વિજયે નામ પરત લીધું; ખડગેની મજબૂરીમાં પસંદગી
post

ખડગેને અધ્યક્ષના ઉમેદવાર બનાવવા એ મજબૂરીનો સોદો છે. સોનિયા ગાંધી શશિ થરૂરને અધ્યક્ષ બનાવી શકે નહીં, કારણ કે થરૂર એવા નેતાઓમાંના એક છે જેઓ કોંગ્રેસ-અધ્યક્ષને પત્ર લખતા હતા.

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-01 16:58:14

કોંગ્રેસ-અધ્યક્ષ પદ માટેની સ્પર્ધા હવે મલ્લિકાર્જુન ખડગે, શશિ થરૂર અને ઝારખંડના કેએન ત્રિપાઠીમાં સીમિત રહી ગઈ છે. નામાંકન માટે સમય લેનારા દિગ્વિજય સિંહ થોડીવારમાં જ રેસમાંથી બહાર થઈ ગયા હતા. ઉમેદવારોમાં મલ્લિકાર્જુન ખડગેનું નવું નામ ઉમેરાયું. દિગ્વિજય ઉપરાંત અશોક ગેહલોત, જેમને શરૂઆતમાં અધ્યક્ષપદના ઉમેદવાર માનવામાં આવતા હતા તેઓ તેમના પ્રસ્તાવક બન્યા હતા.

રાજકીય વિશ્લેષક રાશિદ કિડવાઈનું માનવું છે કે દિગ્વિજય સિંહ કોંગ્રેસના આંતરિક રાજકારણનો શિકાર બન્યા છે. જ્યારે CSDSમાં પ્રોફેસર અભય દુબે કહે છે - ખડગેને પ્રમુખ બનાવવા એ એક મજબૂરીનો સોદો છે, કારણ કે સોનિયા ગાંધી શશિ થરૂરને પ્રમુખ બનાવી શકે નહીં. દિગ્વિજયને લાગ્યું કે તેમને પ્રમુખ બનાવવામાં આવશે નહીં, તેથી તેમણે ઉમેદવારી પાછી ખેંચી લીધી.

નામાંકન દરમિયાન મલ્લિકાર્જુન ખડગેની સાથે કોંગ્રેસના મોટા નેતાઓ પ્રસ્તાવક તરીકે પહોંચ્યા હતા. ખડગેએ કહ્યું હતું કે 17 ઓક્ટોબરે જોઈએ, શું પરિણામ આવે છે. મને આશા છે કે હું જીતીશ.

હવે બે દિવસમાં ઝડપથી બદલાયેલો માહોલ સમજો...
નોમિનેશનના એક દિવસ પહેલાં દિગ્વિજય સિંહને પૂછવામાં આવ્યું હતું કે જો તમે અધ્યક્ષપદ માટે ચૂંટણી લડી રહ્યા છો તો એવું માની લેવું જોઈએ કે તમને ગાંધી પરિવારનું સમર્થન છે?

દિગ્વિજયનો જવાબ- ગાંધી પરિવારની કૃપા હંમેશાં મારા પર રહી છે. દરેક ક્ષણ, દરેક પદ, દરેક વખતે તેમને કારણે જ મળ્યું.

આગળનો પ્રશ્ન- શું આગળની પોસ્ટ પણ ગાંધી પરિવારને કારણે મળશે?

દિગ્વિજયનો જવાબ- ગાંધી પરિવારે ચૂંટણી ખુલ્લી છોડી દીધી છે. હું માનું છું કે કોઈપણ ચૂંટણી લડી શકે છે.

પછી શુક્રવાર આવ્યો, એટલે કે નોમિનેશનનો છેલ્લો દિવસ...
10:35 am
: કોંગ્રેસના કેન્દ્રીય ચૂંટણી સત્તામંડળના અધ્યક્ષ મધુસૂદન મિસ્ત્રીએ કહ્યું હતું કે શશિ થરૂર, દિગ્વિજય સિંહ અને કદાચ મલ્લિકાર્જુન ખડગે નામાંકન દાખલ કરશે. આ વખતે વધુ લોકો ઉમેદવારી કરવા માગે છે, તેથી અમે ચૂંટણી માટે તૈયાર છીએ. શશિ થરૂરે 11:25 PM અને દિગ્વિજય સિંહે 11થી 11:30ની વચ્ચે નોમિનેશન ભરવાનું કહ્યું હતું.

11:30 am: અચાનક આખું દૃશ્ય બદલાઈ ગયું. પ્રથમ વખત મલ્લિકાર્જુન ખડગેનું નામ નોમિનેશન માટે દોડવા લાગ્યું. દિગ્વિજય સિંહ આગળ આવ્યા અને કહ્યું- હું તેમનું ખૂબ સન્માન કરું છું, તેથી મેં નક્કી કર્યું છે કે હું તેમને સમર્થન આપીશ.

કોંગ્રેસના આગામી અધ્યક્ષ તરીકે મનાતા દિગ્વિજય સિંહે પોતે પીછેહઠ કરી હતી. રાજકીય નિષ્ણાતો પણ સમજી શક્યા નથી કે આ કેવી રીતે થયું. અમે કોંગ્રેસના ઘણા નેતાઓને ઓફ ધ રેકોર્ડ પૂછ્યું કે શું થયું? તેમણે કહ્યું કે તેઓ પોતે પણ આશ્ચર્યચકિત છે.

હવે ખડગે પ્રમુખ પદના પ્રબળ દાવેદાર છે, એની પાછળ 4 કારણ છે

1. ગેહલોતના નંબર પછી ખડગેને વિકલ્પ તરીકે પસંદ કરવામાં આવ્યા

કોંગ્રેસ હાઈકમાન્ડ અગાઉ અશોક ગેહલોતને રાજસ્થાનના મુખ્યમંત્રીપદેથી હટાવીને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાની કોશિશ કરી હતી. ઇરાદો એવો હતો કે ચૂંટાયેલા પ્રતિનિધિ અને મોટા રાજ્યના મુખ્ય પ્રધાન પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળે. તેઓ કઠપૂતળી નહીં, વાસ્તવિક નેતા જેવા દેખાશે. ગેહલોતના બળવાખોર વલણે આ કવાયતને ખોરવી નાખી. ગેહલોત મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેશે કે નહીં એ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ એ નક્કી કરવામાં આવ્યું છે કે તેઓ પાર્ટીના અધ્યક્ષ નહીં બને.

2. નિવેદનોને કારણે દિગ્વિજયની ખરાબ છબિ ઊભી થઈ
કેન્દ્ર (મનમોહન અને સોનિયા) યોગ્ય રીતે કામ કરી શક્યું નથી. ઘણા નિષ્ણાતો મધ્યપ્રદેશમાંથી કોંગ્રેસે સરકાર ગુમાવી એનું કારણ દિગ્વિજય સિંહને માને છે.

તેમનું કહેવું છે કે જો દિગ્વિજય પોતાના રાજ્યમાં સરકારને બચાવી ન શક્યા તો રાષ્ટ્રીય સ્તર પર પાર્ટીને કોણ બચાવશે. કોંગ્રેસનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘણા નેતાઓએ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી અને કહ્યું હતું કે દિગ્વિજય સિંહને મુખ્ય ઉમેદવાર બનાવવા જોઈએ નહીં. એનાથી પાર્ટીને નુકસાન થશે. આ પછી દિગ્વિજયને હટાવીને ખડગેનું નામ આગળ કરવામાં આવ્યું હતું.

80 વર્ષીય મલ્લિકાર્જુન ખડગે કર્ણાટકના છે. પાર્ટીમાં નીચેથી ઉપર આવનારા નેતા છે. ઉમેદવારી નોંધાવ્યા બાદ તેઓ ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે હું છઠ્ઠા ધોરણમાં ભણતો હતો, પછી કોંગ્રેસ માટે પેમ્ફલેટ વહેંચતો હતો. દીવાલો પર લખીને પ્રચાર કરતો હતો.

કોંગ્રેસને નજીકથી જાણનારાઓ કહે છે કે તેઓ હંમેશાં ગાંધી પરિવારની નજીક રહ્યા છે અને તેમના દરેક આદેશને સ્વીકારતા રહ્યા છે. આવી સ્થિતિમાં જો ખડગે અધ્યક્ષ બને છે તો ગમે તે થાય તે પાર્ટી હાઈકમાન્ડને પડકારશે નહીં એ નિશ્ચિત છે. અન્ય નેતાઓના કિસ્સામાં આ વાત વિશ્વાસથી કહી શકાય તેમ નથી. આ મામલે ગેહલોતનું ઉદાહરણ સૌથી તાજેતરનું છે.

4. રાહુલ સાથે ખડગેના ગાઢ અને સહમતીભર્યા સંબંધ
વિજય ચોક ખાતે પ્રદર્શન દરમિયાન રાહુલ ગાંધી અચાનક રસ્તા પર બેસી ગયા હતા. આ પછી કોંગ્રેસના અન્ય દિગ્ગજ નેતાઓ પણ રસ્તા પર બેસી જવા લાગ્યા હતા. મલ્લિકાર્જુન ખડગેને તેમની ઉંમરને કારણે બેસવામાં તકલીફ પડતી હતી. રાહુલ ગાંધી આ સમજી ગયા.

તેમણે ખડગેને આરામ કરવાનો ઈશારો કર્યો અને પાણીની બોટલ તેમની તરફ લંબાવી. રાહુલ અને ખડગેની નિકટતાની આવી અનેક વાતો છે. કોંગ્રેસનાં સૂત્રો જણાવે છે કે ખડગેનું નામ ફાઈનલ કરતાં પહેલાં રાહુલે દિગ્વિજયની સામે ખડગેના નામનો આગ્રહ પણ રાખ્યો હતો.

દિગ્વિજય આંતરિક રાજકારણનો શિકાર છે, ખડગે મજબૂરીવાળી પસંદગી છે
રાજકીય વિશ્લેષક રાશિદ કિડવાઈ કહે છે કે મને લાગે છે કે દિગ્વિજય સિંહ કોંગ્રેસના આંતરિક રાજકારણનો શિકાર બન્યા છે. દિગ્વિજય સિંહ રાજકીય રીતે સારા છે અને તેઓ કોંગ્રેસના હાઈકમાન્ડ કલ્ચરથી પણ સારી રીતે વાકેફ છે. એ કહેવું ઘણું મુશ્કેલ છે કે દિગ્વિજય સિંહે કોંગ્રેસ-અધ્યક્ષની ચૂંટણી પોતાની મરજીથી લડવાનો નિર્ણય લીધો છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે તેને આ સંકેત ક્યાંથી મળ્યો?

બીજી બાજુ, ખડગે એક મજબૂરીની પસંદગી છે. જો તેમનો સામાજિક આધાર, રાજકીય કદ અને વફાદારી એટલી જ હતી તો અશોક ગેહલોતની સરખામણીમાં તેમની અવગણના કેમ કરવામાં આવી. જો ગેહલોત સંમત થયા હોત તો આજે તેઓ પ્રબળ દાવેદાર હોત અને ખડગે તેમનું સમર્થન કરી રહ્યા હોત. તેમણે ગયા વર્ષે પંજાબમાં ઉત્પાત મચાવ્યો, પછી શું થયું બધાએ જોયું. તેનાથી કોંગ્રેસે ખુદને નુકસાન પહોંચાડ્યું. ચૂંટણીપ્રક્રિયાથી કોંગ્રેસને જે લાભ થવાનો હતો એ હવે નહીં થાય. અશોક ગેહલોતે સ્પષ્ટ સંકેત આપ્યો કે તેમણે રાજસ્થાનની ગાદી સુરક્ષિત રાખવાની છે અને તેમની પ્રાથમિકતામાં એ જ હતું.

કોંગ્રેસે પોતાનું જ નુકસાન કર્યું છે, આંતરિક લોકશાહી માત્ર કહેવાની વાત છે
સીએસડીએસના પ્રોફેસર અભય દુબે કહે છે, નોમિનેશનના દિવસે સવારે જે કંઈપણ થયું તેમાં કોંગ્રેસે પોતાનું નુકસાન કર્યું છે. કોંગ્રેસને ચૂંટણીપ્રક્રિયાથી જે ફાયદો મળવાનો હતો એ હવે નહીં મળે. અશોક ગેહલોતે સ્પષ્ટ સંકેત આપ્યો કે તેમને રાજસ્થાનની ગાદી સુરક્ષિત રાખવી છે અને તે તેમની પ્રાથમિકતા છે.

ખડગેને અધ્યક્ષના ઉમેદવાર બનાવવા એ મજબૂરીનો સોદો છે. સોનિયા ગાંધી શશિ થરૂરને અધ્યક્ષ બનાવી શકે નહીં, કારણ કે થરૂર એવા નેતાઓમાંના એક છે જેઓ કોંગ્રેસ-અધ્યક્ષને પત્ર લખતા હતા.

આ ચૂંટણી 22 વર્ષ પછી થઈ રહી છે, જો કોંગ્રેસને લોકશાહીની ચિંતા હોત તો 22 વર્ષ પછી ચૂંટણી થઈ હોત? વચ્ચે ઘણી વખત ચૂંટણીઓ થવી જોઈતી હતી. કોઈપણ પક્ષમાં લોકશાહી નથી, પરંતુ તે પક્ષ ચલાવવાની વ્યવસ્થા છે. આમાં મોટા નેતાઓ વતી આવા નેતાની પસંદગી કરવામાં આવે છે, જે પાર્ટીના સંગઠનાત્મક કાર્યને જોશે.

જે પણ થયું, અશોક ગેહલોત સફળ રહ્યા. પાયઇલટ હાઈકમાન્ડ દ્વારા સીએમ બનવા માગતા હતા, ગેહલોતે એ શક્યતા ખતમ કરી નાખી. સ્થિતિ એવી છે કે સચિન પાઇલટના સમર્થકોએ બળવો કરવો પડ્યો છે. ગેહલોતે સાબિત કરી દીધું કે રાજસ્થાનમાં તેમને કોઈ હરાવી શકે તેમ નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post