• Home
  • News
  • ગૃહમંત્રી શાહે કહ્યું- સત્તાની લાલચમાં એક પરિવારે દેશને રાતો રાત જેલ બનાવી દીધો હતો, ગરીબ પર અત્યાચાર થયા હતા
post

ઈન્દિરા ગાંધીના સમયમાં 1975માં આજના જ દિવસે ઈમરજન્સી લાગુ કરાઈ હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-25 12:00:48

નવી દિલ્હી: ઈન્દિરા ગાંધીના સમયમાં 1975માં લગાવાયેલી ઈમરજન્સીને આજે 45 વર્ષ પુરા થઈ ગયા છે. આ અવસરે ગૃહમંત્રી અમિત શાહે ગાંધી પરિવાર પર નિશાન સાધ્યું છે. શાહે કહ્યું કે, એક પરિવારે સત્તાની લાલચમાં દેશને કટોકટીમાં નાંખી દીધો હતો. રાતો રાત આખા દેશને જેલ બનાવી દેવાયો હતો. પ્રેસ, કોર્ટ અને બોલવાની આઝાદીને દબાવી દેવાઈ હતી. એ વખતે ગરીબો પર અત્યાચાર થયા હતા.

શાહે કહ્યું કે, લાખો લોકોના પ્રયાસો બાદ ઈમરજન્સી હટી અને લોકતંત્ર ફરી રાબેતા પ્રમાણે થયું હતું, પરંતુ કોંગ્રેસનું વલણ નહોતું બદલાયું. એક પરિવારના હિત, પાર્ટી અને દેશના હિતની ઉપર રાખવામાં આવ્યા. કોંગ્રેસમાં આજે પણ આવું જ થઈ રહ્યું છે.

કોંગ્રેસના નેતા ગૂંગળામણ અનુભવી રહ્યા છેઃ શાહ 
શાહે એક મીડિયા રિપોર્ટ શેર કરતા કહ્યું કે, છેલ્લા ઘણા દિવસોમાં યોજાયેલી કોંગ્રેસ વર્કિંગ કમિટિની બેઠકમાં પાર્ટીના સીનિયર નેતાઓએ ઘણા મુદ્દા ઉછાળ્યા હતા, પરંતુ તેમની વાત દબાવી દેવાઈ હતી. પાર્ટીના એક પ્રવક્તાને બહાર કાઢી મુકાયા. વાસ્તવિકતા તો એ છે કે કોંગ્રેસ નેતા હવે ગૂંગળામણ અનુભવી રહ્યા છે.

શાહે કહ્યું કે, વિપક્ષઆ તરીકે કોંગ્રેસે પોતાની જાતને જ પૂછવાની જરૂર છે
1. ઈમરજન્સીની માનસિકતા શા માટે રહે છે?

2. એક રાજવંશના લોકોને બાદ કરતા અન્ય નેતાઓને બોલવા કેમ નથી દેતા?

3. કોંગ્રેસમાં નેતા હતાશ શા માટે થઈ રહ્યા છે?

adv

Related News

post
post
post
post
post
post
post