• Home
  • News
  • વિદેશ મંત્રી શાહ મહેમુદ કુરેશીએ કહ્યું- ચીન સાથે તણાવની વચ્ચે ભારત અમારા પર હુમલો કરી શકે છે
post

કુરેશીએ કહ્યું- જો ભારત અમારી એમ્બેસીના લોકોને પાછા મોકલાશે તો અમે પણ તેના કર્મચારીઓને પાછા જવાનું કહીશું

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-25 12:14:21

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમુદ કુરેશીએ કહ્યું છે કે, ચીન સાથેના તણાવ હેઠળ ભારત આપણા દેશ પર હુમલો કરી શકે છે. જો તેમ થાય તો, અમે પણ જવાબ આપીશું. આના એક દિવસ પહેલા જ ભારતે પાકિસ્તાનને તેના હાઈ કમિશનમાંથી 50% કર્મચારીઓને પરત બોલાવવા કહ્યું હતું, કારણ કે તેઓ જાસૂસી કરી રહ્યા છે. કુરેશીએ પણ આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે જો આવું થાય, તો અમે ભારતીય હાઈ કમિશનના કર્મચારીઓને પણ તેમના દેશ પરત આવવા કહીશું.

પાક. એમ્બેસીના 2 લોકો જાસુસી કરતા પકડાયા હતાં
31
મેના રોજ દિલ્હી પોલીસને પાકિસ્તાની એમ્બેસીના બે અધિકારીઓ જાસૂસી કરતાં મળી આવ્યા હતા. આ બંને અધિકારીઓ કોઈ વ્યક્તિને પૈસાની લાલચ આપી રહ્યા હતા અને સુરક્ષા દસ્તાવેજો લઈ રહ્યા હતા, ત્યારે તેઓની રંગે હાથ ધરપકડ કરવામાં આવી હતી. તેઓ પાકિસ્તાન એમ્બેસીમાં વિઝા આસિસ્ટન્ટ તરીકે કામ કરતા હતા. બંને જાસૂસોને 24 કલાકની અંદર દેશ છોડી જવા કહેવામાં આવ્યું હતું. ત્યારથી જ પાકિસ્તાન અકળાયેલું છે.

પાકિસ્તાનમાં ભારતીય અધિકારીઓ સાથે ગેરવર્તન થયું હતું
15
જૂને ઇસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશનના બે ઉચ્ચ અધિકારીઓ સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. તેની ધરપકડ કરવામાં આવી હતી અને હિટ એન્ડ રન કેસમાં માર મારવામાં આવ્યો હતો. આ કેસ અંગેની માહિતી મળતાની સાથે જ ભારતે પાકિસ્તાનના હાઈ કમિશનને સમન્સ મોકલ્યું હતું. ભારતે પાકિસ્તાને કહ્યું કે ધરપકડ કરાયેલા અધિકારીઓને હેરાન ન કરે તેમજ તેમની કોઈ પણ રીતે પૂછપરછ થવી જોઈએ નહીં. અધિકારીઓને તાત્કાલિક તેમની કાર સાથે ભારતીય દૂતાવાસમાં મોકલવા જોઈએ. આ પછી, અધિકારીઓને ભારતીય હાઈ કમિશનમાં પહોચાડવામાં આવ્યા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post