• Home
  • News
  • સારવારમાં સંશોધન:ડાયાબિટીસની સાથે કોરોનામાં એન્ટિ-ઓક્સિડન્ટ હર્બલ દવા કારગર
post

ભારતમાં પણ ડાયાબિટીસની સારવારમાં આયુર્વેદિક દવાઓનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-13 12:07:14

ડાયાબિટીસથી પીડિત દર્દીઓને કોરોનાનું જોખમ અનેકગણું વધી જાય છે. આ પ્રકારના દર્દીઓને એન્ટિ-ઓક્સિડન્ટયુક્ત હર્બલ દવાઓથી ઘણો ફાયદો થાય છે. તહેરાન યુનિવર્સિટી ઓફ મેડિકલ સાયન્સે કરેલું આ સંશોધન ભારત માટે પણ સારા સમાચાર છે, કારણ કે ભારતમાં પણ ડાયાબિટીસની સારવારમાં આયુર્વેદિક દવાઓનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. નેશનલ બોટનિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના પૂર્વ વિજ્ઞાની અને બીજીઆર-34ની શોધ કરનારા વિજ્ઞાની ડૉ. એ.કે.એસ. રાવત પણ આ દાવાને મહત્ત્વના માને છે.

એન્ટિ-ઓક્સિડન્ટનું પ્રમાણ વધારે
રાવતનું કહેવું છે કે આ દવામાં દારુહરિદ્રા, ગિલોય, વિજયસાર, ગુડમાર, મજીઠ અને મૈથિકા જેવાં તત્ત્વો હોય છે, જે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ નિયંત્રિત કરવાની સાથે એન્ટિ-ઓક્સિડન્ટનું પ્રમાણ પણ વધારે છે. કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રિયલ રિસર્ચે બીજીઆર-34 દવાને પ્રમાણિત કરી છે. આ દવામાં એન્ટિ-ઓક્સિડન્ટ પ્રચૂર માત્રામાં હોય છે. એક સંશોધન પ્રમાણે ડાયાબિટીસ અને કોરોના બંનેથી પીડાતા લોકોની કોશિકાઓ ક્ષતિગ્રસ્ત થવાથી લોહીમાં ઈન્સ્યુલિન ઘટી જાય છે. એને કારણે મૃત્યુ પણ થઈ શકે છે. આ સ્થિતિમાં એન્ટિ-ઓક્સિડન્ટ અકસીર સાબિત થાય છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post