• Home
  • News
  • 'અનુપમા'માં બિગ બ્લન્ડર:મેકર્સથી 'કિંજલ'ની પ્રેગ્નન્સીમાં ભૂલ થઈ, એપિસોડ જોતી વખતે તમારા ધ્યાનમાં આવી?
post

સિરિયલના ટ્રેક પ્રમાણે, અનુપમા પતિ અનુજને લઈ કાપડિયા હાઉસ આવી ગઈ છે, પરંતુ અનુજના મોટા ભાઈ અંકુશ (રોહિત બક્ષી) તથા બરખા (અશ્લેષા સાવંત)ની નજર સંપત્તિ પર છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-22 17:58:12

ટીવી સિરિયલ 'અનુપમા' ભારતભરમાં લોકપ્રિય છે. આ સિરિયલમાં રૂપાલી ગાંગુલી ને ગૌરવ ખન્નાએ પોતાની લવ-સ્ટોરી ને હવે એક્સિડન્ટ ટ્રેકથી ચાહકોને જકડી રાખ્યા છે. હાલના ટ્રેક પ્રમાણે, વનરાજ (સુધાંશુ પાંડે) તથા અનુજ (ગૌરવ ખન્ના)નો અકસ્માત થયો હતો. શનિવાર, 20 ઓગસ્ટના એપિસોડમાં સિરિયલમાં સાત મહિનાનો લીપ લેવામાં આવ્યો છે.

લીપમાં મોટી ભૂલ
'
અનુપમા' સિરિયલમાં એક્સિડન્ટ ટ્રેકને જ આગળ વધારવામાં આવ્યો છે અને લીપ લેવામાં આવ્યો છે. સાત મહિના બાદ પણ અનુજ ઠીક થયો નથી, જ્યારે વનરાજ એકદમ ઠીક થઈ ગયો છે. જોકે, સિરિયલ સાત મહિના આગળ વધી, તે તો ઠીક છે, પરંતુ કિંજલ (નિધિ શાહ)ની પ્રેગ્નન્સી ત્યાં ને ત્યાં છે.

કિંજલ હજી પણ પ્રેગ્નન્ટ છે
સિરિયલમાં પહેલાં બતાવવામાં આવ્યું હતું કે અનુપમા (રૂપાલી ગાંગુલી)ની મોટી વહુ કિંજલ પ્રેગ્નન્ટ છે અને તેનું સીમંત પણ કરવામાં આવ્યું હતું. તેને પ્રેગ્નન્સીના છેલ્લા મહિના જતાં હતાં. સિરિયલે સાત મહિનાનો લીપ તો લઈ લીધો, પરંતુ કિંજલની ડિલિવરી હજી સુધી થઈ નથી.

ડિલિવરી સિક્વન્સ અલગથી આવશે?
સિરિયલમાં કિંજલ સાત મહિનાની પ્રેગ્નન્ટ હતી અને લીપ સાત મહિનાનો લેવામાં આવ્યો છે. એટલે કે કિંજલને પ્રેગ્નન્સીના 14 મહિના થઈ ગયા છે. લાગે છે કે મેકર્સ કિંજલની ડિલિવરી સિક્વન્સ અલગથી બતાવશે, પરંતુ આ ચક્કરમાં તે એ વાત ભૂલી ગયા કે સિરિયલ તો સાત મહિના આગળ વધી ગઈ છે તો કિંજલની પ્રેગ્નન્સી પણ તેટલાં જ મહિના આગળ વધી ગઈ તેનું શું?

કાપડિયા હાઉસમાં ઘણું બધું બદલાયું
સિરિયલના ટ્રેક પ્રમાણે, અનુપમા પતિ અનુજને લઈ કાપડિયા હાઉસ આવી ગઈ છે, પરંતુ અનુજના મોટા ભાઈ અંકુશ (રોહિત બક્ષી) તથા બરખા (અશ્લેષા સાવંત)ની નજર સંપત્તિ પર છે. તેઓ અનુપમા પાસેથી કાપડિયા એમ્પાયર લેવા માગે છે. હવે અનુપમા પર્સનલ ને પ્રોફેશનલ લાઇફ કેવી રીતે સંભાળશે તે જોવું રસપ્રદ રહેશે.

2020માં સિરિયલ શરૂ થઈ
'અનુપમા' સિરિયલ 2020માં 13 જુલાઈથી શરૂ થઈ છે. આ સિરિયલમાં ગુજરાતી પરિવારની વાત કરવામાં આવી છે. સિરિયલમાં મેઇન લીડ કેરેક્ટર અનુપમા છે. અનુપમાના જીવનમાં આવતા ચઢાવ-ઉતારની વાત કરવામાં આવી છે. સિરિયલ TRP ચાર્ટમાં ટોપમાં રહેતી હોય છે. સિરિયલમાં રૂપાલી ગાંગુલી, સુધાંશુ પાંડે, ગૌરવ ખન્ના ઉપરાંત અરવિંદ વૈદ્ય, અલ્પા બુચ, અનેરી વજાની, મદાલસા શર્મા, સાગર પારેખ, નિધિ શાહ, મુસ્કાન જેવા કલાકારો છે.

adv

Related News

post
post
post
post
post
post
post