• Home
  • News
  • CTETના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, ctet.nic.in પર પરિણામ જાહેર, આ રહી ડાયરેક્ટ લિંક
post

16 સપ્ટેમ્બરના રોજ તેની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-25 17:47:05

CBSEએ (CTET Result 2023) CTETનું રિઝલ્ટ જાહેર કરી દીધુ છે. વિદ્યાર્થીઓ ctet.nic.in પર જઈને પરિણામ ચેક કરી શકે છે. તમને જણાવી દઈએ કે 29 લાખ વિદ્યાર્થીઓએ CTETમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. પરીક્ષામા તેના 80 ટકા વિદ્યાર્થીઓ એટલે કે પેપર 1માં 15 લાખ અને પેપર 2માં 14 લાખ વિદ્યાર્થીઓ સામેલ છે. 16 સપ્ટેમ્બરના રોજ તેની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી હતી. CTET ઓગસ્ટ 2023 ની માર્કશીટ અને ઉમેદવારોની યોગ્યતા પ્રમાણપત્ર પણ જલ્દી ડિઝિલોકર પર અપલોડ કરી દેવામાં આવશે. ઉમેદવારો CTET 2023 ના પોતાના ઓનલાઈન અરજીપત્રમાં તેમના આપવામાં આવેલા મોબાઈલ નંબર દ્વારા ડાઉનલોડ કરી શકશે. CTCTનું સર્ટિફિકેટ હવે લાઈફ ટાઈમ માન્ય રહેશે.

CTET ડિસેમ્બર 2022નું રિઝલ્ટ કેવું રહ્યું હતુ...

ગયા વર્ષે CTETમાં 9.5 લાખથી વધુ વિદ્યાર્થીઓ પાસ થયા હતા. પેપર 1માં 17,04,282 વિદ્યાર્થીઓ રજીસ્ટર્ડ થયા હતા જેમાથી 14,22,959 પરીક્ષા આપવા બેઠા હતા. તેમાથી 5,79,844 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જ્યારે પેપર 2માં 15,39,464 વિદ્યાર્થીઓ રજીસ્ટર્ડ થયા હતા જેમાથી 12,,76,071 પરીક્ષામાં બેઠા હતા અને તેમાથી 3,76,025 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. 

CTET Result માટે આ સ્ટેપ અનુસરો

  • CTET ની અધિકૃત વેબસાઈટ ctet.nic.in પર જઈ ક્લિક કરો.
  • હોમપેજ પર રહેલ CTET ઓગસ્ટ રિઝલ્ટ 2023 પર જઈ ક્લિક કરો
  • પછી CTET પરિણામ ડાઉનલોડ કરવા માટે તમારો રોલ નંબર નાખો
  • CTETનું પરિણામ સ્ક્રીન પર આવી જશે.
  • રિઝલ્ટ ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ આઉટ લઈ લો.

રિઝલ્ટ જોવા માટે Direct Link 

adv

Related News

post
post
post
post
post
post
post