• Home
  • News
  • બિગ બોસ OTT 1 ની વિજેતા દિવ્યા અગ્રવાલ જલ્દી લગ્નના બંધનમાં બંધાશે, વીડિયો કર્યો શેર
post

આ કાર્ડમાં વેડિંગ ડેટ અને વેન્યૂ જણાવવામાં નથી આવ્યા પરંતૂ ચાહકો આ ન્યુઝ સાંભળીને ખુશ થઇ ગયા છે. ફેન્સે આ વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-12-14 21:07:24

બિગ બોસ OTT 1 ની વિજેતા દિવ્યા અગ્રવાલ હંમેશા કોઈ ને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. દિવ્યા સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. તેને રિયાલિટી શોથી લઈને OTT પ્લેટફોર્મ પર ખૂબ જ પસંદ કરવામાં આવે છે. હાલમાં અભિનેત્રી તેના લગ્નને લઈને ચર્ચામાં આવી છે.  એકટ્રેસે સોશિયલ મીડિયા પર તેના લગ્નની જાહેરાત કરી છે.

દિવ્યા અગ્રવાલે લગ્નની જાહેરાત કરી

અભિનેત્રીએ આ વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. જેમા દિવ્યા અગ્રવાલે તેના લગ્નનું ઇનવિટેશન કાર્ડ શેર કર્યું છે. આ કાર્ડમાં મંગેતર અપૂર્વ પડગાંવકર સાથે તેના લગ્નની જાહેરાત કરી છે. જો કે, વીડિયોમાં તેમના લગ્નની તારીખ અંગે કોઈ વિગતો નથી. પરંતુ એ વાત કન્ફર્મ થઈ ગઈ છે કે, આ કપલ જલ્દી જ લગ્ન કરવા જઈ રહ્યું છે. અપૂર્વ વ્યવસાયે બિઝનેસમેન છે.

વેડિંગ ઇન્વિટેશન વીડિયો ખૂબ જ સુંદર

વેડિંગ ઇન્વિટેશન કાર્ડ ખૂબજ સુંદર છે.  દિવ્યાએ શેર કરેલા આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, ‘પ્રેમ, હાસ્ય અને સેલિબ્રિટીના જાદુનો સ્પર્શ! દિવ્યા અને અપૂર્વના લગ્નની ખુશીમાં તમે પણ જોડાઓ, જ્યાં સપના હકીકત બની રહ્યા છે. આ ઈન્ક્રેડિબલ કપલ, ખુશીના પલ અને અવિસ્મરણીય યાદોનું બધાને વચન આપે છે. આ ખૂબસુરત દિવસ માટે તમારી ડેટ અત્યારથી સેવ કરી લો.’ 

આ કાર્ડમાં વેડિંગ ડેટ અને વેન્યૂ જણાવવામાં નથી આવ્યા પરંતૂ ચાહકો આ ન્યુઝ સાંભળીને ખુશ થઇ ગયા છે. ફેન્સે આ વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. 

મહત્વનું છેકે, અપૂર્વાએ ગયા વર્ષે દિવ્યાને વીંટી પહેરાવે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ ખાસ દિવસની તસવીરો પણ પોસ્ટ કરી હતી. તે જ સમયે, હવે આ કપલ ટૂંક સમયમાં કાયમ માટે એકબીજાના બની જશે.

adv

Related News

post
post
post
post
post
post
post