• Home
  • News
  • BJP સાંસદની ફરી ગેરવર્ણતૂક:વરુણ ગાંધીએ પોતાની જ પાર્ટીના પૂર્વ મંત્રી અને ધારાસભ્યને ગાળ આપી, ફોન કરનારને કહ્યું- જિલ્લામાં હવે હું રહીશ અથવા તું
post

ઓડિયો લોકડાઉન વખતનો હોવાનું કહેવાઈ રહ્યું છે,ગત દિવસોમાં એક મતદાતા સાથે પણ ગેરવર્ણતૂકનો ઓડિયો સામે આવ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-21 16:16:44

ઉત્તરપ્રદેશના પીલીભીતથી ભાજપ સાંસદ વરુણ ગાંધીનો બે દિવસની અંદર વધુ એક ઓડિયો વાઈરલ થયો છે. જેમાં સાંસદ પોતાની જ પાર્ટીના સ્વાસ્થ્ય મંત્રી વિનોદ તિવારી, ખેડૂત નેતા બીએમ સિંહ અને શહર બેઠકથી ભાજપ ધારાસભ્ય સંજય સિંહ ગંગવારને અપશબ્દ કહી રહ્યાં હોવાનું સામે આવ્યું છે. આ ઓડિયો લોકડાઉન વખતનો હોવાનું કહેવાઈ રહ્યું છે, કારણ કે વાતચીતમાં વરુણે લોકડાઉન શબ્દનો પ્રયોગ કર્યો છે. વરુણે કોલર સુમિત સક્સેનાને ધમકી આપતા કહ્યું કે, હું લોકડાઉન પછી આવું છું, ત્યારે પીલીભીતમાં કાંતો તું રહીશ અથવા વરુણ ગાંધી રહેશે. બન્નેમાંથી એકે જિલ્લાને છોડવો પડશે.

સાંસદને શંકા હતી કે કોલ કરનાર પીઠ પાછળ ગાળો આપે છે
સુમિત સક્સેનાએ સાંસદ વરુણ ગાંધીને ફોન કર્યો હતો. તે નૌગવાં પકડિયાના રહેવાસી છે. સાંસદે કહ્યું કે, તમે(સુમિત) મને આમ તેમ ગાળો આપતા હતા. કોઈ સરદારજી તમારી પાસે હતા, તમે ગાળો આપી રહ્યા હતા. હું લોકડાઉન પછી આવીશ, ત્યારે મળીશ. મારો સ્વભાવ ખબર છે. હું દુશ્મની અને દોસ્તી છેલ્લે સુધી નિભાવું છું. માતા(મેનકા ગાંધી) વિનોદ અને બીએમ સિંહની વાતો સહન કરતી હતી.

તમે કહ્યું હતું કે, હું સંજય ગંગવાર(શહરના ધારાસભ્ય)ના સાથે છું. આ મા દીકરા(મેનકા-વરુણ ગાંધી)ને જિલ્લામાંથી ભગાડીશ.હું તમને સન્માન સાથે બોલાવીશ તો તમે પોતાના ઘરના લોકોને પણ વોટ નહીં આપી શકો. આ દરમિયાન ઘણી વખત વરુણ ગાંધીએ અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. સાથે જ સુમિત વારંવાર સફાઈ આપી રહ્યો હતો.

એક મતદાતાને કહ્યું હતું કે, હું તારા બાપનો નોકર નથી
બે દિવસ પહેલા સોમવારે સાંસદ વરુણ ગાંધીનો પહેલો ઓડિયો સામે આવ્યો હતો. જેમાં એક યુવકે રાતના 9.30 વાગ્યે સાંસદ ગાંધીને ફોન કરીને મદદ માંગી હતી. પણ સાંસદે તેની પર ગુસ્સો કરીને કહી દીધું કે, હું તારા બાપનો નોકર નથી.

2009માં પહેલી વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા વરુણ ગાંધી
વરુણ ગાંધી હાલમાં પીલીભીતથી સાંસદ છે. તે 2009માં પહેલી વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. 2009 અને 2014માં તે સુલ્તાનપુરથી સાંસદ હતા. પણ આ વખતે 2019ની લોકસભા ચૂંટણીમાં તેમની સીટ તેમના માતા સાથે બદલવામાં આવી હતી. હવે સુલ્તાનપુરથી તેમના માતા મેનકા ગાંધી સાંસદ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post