• Home
  • News
  • BRS નેતા કે. કવિતાએ રાહુલને 'ચૂંટણી ગાંધી' ગણાવ્યા, કહ્યું- સનાતન ધર્મ વિવાદ પર સ્ટેન્ડ સ્પષ્ટ કરો
post

આજે આપણે ઘણા રાજકીય નેતાઓના દુર્ભાગ્યપૂર્ણ નિવેદનો જોઈ રહ્યા છીએ: કે. કવિતા

Written By newsonline | Ahmedabad | Published: 2023-12-25 19:20:07

ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના સાંસદ કે. કવિતાએ ક્રિસમસની સવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું અને ગત મહિને વિધાનસભાની ચૂંટણી પહેલાની વાતોને યાદ કરી. આ ચૂંટણીમાં કોંગ્રેસ સામે BRSની હાર થઈ હતી.

વિવાદાસ્પદ ટિપ્પણીઓ પર પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરો

કવિતાએ તેમના રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા તેમને 'ચૂંટણી ગાંધી' ગણાવ્યા અને માંગ કરી કે, તેઓ સનાતન ધર્મ વિવાદ સહિત પાર્ટીના નેતૃત્વ વાળી વિપક્ષી ગઠબંધનના સદસ્યોની વિવાદાસ્પદ ટિપ્પણીઓ પર પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરે.

સનાતન ધર્મ અને મજૂરોનું અપમાન કરે છે પાર્ટીઓ

તેમણે કહ્યું કે, આજે આપણે ઘણા રાજકીય નેતાઓના દુર્ભાગ્યપૂર્ણ નિવેદનો જોઈ રહ્યા છીએ. અમુક વર્ગો પાસેથી મત મેળવવાની આ પ્રક્રિયા અંતે દેશને એવી રીતે વિભાજિત કરશે કે જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. જેમ કે પાર્ટીઓ સનાતન ધર્મ અથવા શૌચાલય સાફ કરનારા મજૂરોનું અપમાન કરે છે.

અહીં 'સનાતન ધર્મ' થી તેમનો અર્થ તામિલનાડુના મંત્રી ઉદાનિધિ સ્ટાલિનની વિવાદાસ્પદ ટિપ્પણી અંગે હતો અને 'મજૂરોનું અપમાન'  2019ની DMK નેતા દયાનિધિ મારનની વિડિયો ક્લિપ વિશે હતો જેમાં તેમણે ઉત્તર પ્રદેશ અને બિહારના એ લોકો વિશે અપમાનજનક વાત કરતા નજર આવ્યા હતા જેઓ ઉત્તર પ્રદેશ અને બિહારમાંથી નોકરી માટે દક્ષિણના રાજ્યમાં આવે છે. 

adv

Related News

post
post
post
post
post
post
post