• Home
  • News
  • NCB ઓફિસની બહાર રિયાની સાથે થયેલા વ્યવહારને જોઈ સેલેબ્સ ગુસ્સામાં, દીયા મિર્ઝાએ કહ્યું- મીડિયા કેમ આવું વર્તન કરે છે?
post

હુમા કુરૈશીએ કહ્યું, આપણે આ રીતનું વર્તન કરી શકીએ નહીં

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-07 10:28:50

સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)નું સમન્સ મળ્યા બાદ રિયા ચક્રવર્તી આજે એટલે કે છ સપ્ટેમ્બરના રોજ બપોરે 12 વાગે NCBની ઓફિસ ગઈ હતી. અહીંયા મોટી સંખ્યામાં મીડિયાકર્મીઓ હાજર હતા અને રિયા જેવી ઓફિસ આવી એટલે તેને ઘેરી લીધી હતી. ત્યારબાદ પોલીસ ધક્કામુક્કીની વચ્ચે સઘન સુરક્ષા વ્યવસ્થા સાથે રિયાને ઓફિસની અંદર લઈ ગઈ હતી. રિયા સાથે થયેલા આ પ્રકારના વર્તનને કારણે બોલિવૂડ સેલેબ્સે નારાજગી પ્રગટ કરી હતી.

રિયા NCBની ઓફિસ ગઈ તે સમયનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં મીડિયાકર્મીઓની ધક્કામુક્કીની વચ્ચે પોલીસ રિયાને માંડ માંડ ઓફિસની અંદર લઈ જતી જોવા મળી હતી. આ વીડિયો જોઈને સેલેબ્સે ચિંતા વ્યક્ત કરી હતી. પરેશ રાવલે પૂછ્યું હતું કે આ મીડિયા છે કે કોણ છે?

તાપસી પન્નુએ કહ્યું, કર્મ તમામનો હિસાબ કરશે
તાપસી પન્નુએ વીડિયો શૅર કરીને કહ્યું હતું, ન્યાયના નામે આ લોકોએ દોષી જાહેર થાય તે પહેલા જ એક વ્યક્તિને જીવન જીવવાના અધિકારથી વંચિત કરી દીધી છે. હું ઈમાનદારીથી પ્રાર્થના કરું છું કે માનવજાતિને આટલી નીચે પાડવા માટે જે પણ વ્યક્તિ જવાબદાર છે, કર્મ તે દરેક વ્યક્તિને શોધીને તેનો હિસાબ કરશે. આપણા બધા આના સાક્ષી છીએ.

ભૂમિકા ચાવલા
ભૂમિકા ચાવલાએ કહ્યું હતું, મીડિયા તથા લોકોએ શારીરિક અંતરનું સન્માન કરવામાં હજી ઘણું બધું શીખવાની જરૂર છે.

દીયાએ કહ્યું, મીડિયા કેમ આવું વર્તન કરી રહી છે?
દીયા મિર્ઝાએ વીડિયો શૅર કરીને કહ્યું હતું, કાયદાએ આ અંગે જરૂરી પગલાં લેવા જોઈએ. આ વ્યવહાર દરેક રીતે નિંદનીય છે. બસ હવે બહુ થયું, રિયાને જવા માટે રસ્તો તથા ફિઝિકલ ડિસ્ટન્સિંગનો અધિકાર કેમ આપવામાં ના આવ્યો? મીડિયા કેમ આ રીતે વર્તન કરી રહી છે? મહેરબાની કરીને તેને જગ્યા આપો. તેની પર તથા તેના પરિવાર પર હુમલા કરવાનું બંધ કરો.

રિચા ચઢ્ઢાએ કહ્યું, સોશિયલ ડિસ્ટન્સિંગને ભૂલી ગયા

હુમા કુરૈશીએ કહ્યું, આપણે આ રીતનું વર્તન કરી શકીએ નહીં
હુમા કુરૈશીએ કહ્યું હતું, આપણી સાથે આખરે સમસ્યા કઈ છે? આપણે આ પ્રકારનો વ્યવહાર ક્યારેય કરી શકીએ નહીં. નિશ્ચિત રીતે સત્ય સામે આવવું જોઈએ. જોકે, એક મહિલા એક યુવતી હોવાને નાતે તેનું સન્માન તથા સોશિયલ ડિસ્ટન્સિંગના માપંદડોનું પાલનનો તેનો પોતાનો અધિકાર છે.

અનુભવ સિંહાએ કહ્યું, આ છે મીડિયાની તાકાત
ફિલ્મમેકર અનુભવ સિંહાએ કહ્યું હતું, NCB ઓફિસમાં રિયાની એન્ટ્રીવાળો વીડિયો યોગ્ય રીતે મુંબઈની કાયદો અને વ્યવસ્થા પર મીડિયાની તાકાતનું પ્રતિનિધિત્વ કરે છે અને હા, આ કોઈ પણ નામ લીધા વગર ઘણું જ બકવાસ છે. કોઈ પણ નામ.

સ્વરા ભાસ્કરે ઘૃણાસ્પદ કહ્યું
ભારત..આપણું સૌથી નિમ્ન સ્તર જુઓ, શરમજનક વિચ હંટ...

adv

Related News

post
post
post
post
post
post
post