• Home
  • News
  • LAC પાસે તૈયાર થઇ સેલા ટનલ, જાણો તેનાથી સેનાને શું ફાયદો
post

આ ટનલ લાઈન ઓફ કંટ્રોલની નજીક હોવાથી તે વ્યૂહાત્મક રીતે પણ મહત્ત્વપૂર્ણ છે. જેથી ઉત્તરાખંડમાં સિલ્ક્યારા ટનલ દુર્ઘટના પછી, BRO ડાયરેક્ટર જનરલે સેલા ટનલનું થર્ડ પાર્ટી ઑડિટ કરવાનો આદેશ આપ્યો હતો.

Written By newsonline | Ahmedabad | Published: 2024-02-07 16:30:24

અરુણાચલ પ્રદેશના તવાંગમાં સેલા ટનલ બનીને તૈયાર થઈ ચૂકી છે. બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) પાસેથી મળતી માહિતી મુજબ આ પ્રોજેક્ટના કારણે અરુણાચલ પ્રદેશના તવાંગમાં દરેક ઋતુમાં કનેક્ટિવિટી મળશે. આ વર્ષમાં ફેબ્રુઆરીના મધ્ય સુધીમાં ઑડિટ પૂરું થયા બાદ આ ટનલનું ઉદ્ઘાટન કરવામાં આવશે. 

આ ટનલ LAC ની નજીક બનાવવામાં આવી છે 

આ ટનલ લાઈન ઓફ કંટ્રોલની નજીક હોવાથી તે વ્યૂહાત્મક રીતે પણ મહત્ત્વપૂર્ણ છે. જેથી ઉત્તરાખંડમાં સિલ્ક્યારા ટનલ દુર્ઘટના પછી, BRO ડાયરેક્ટર જનરલે સેલા ટનલનું થર્ડ પાર્ટી ઑડિટ કરવાનો આદેશ આપ્યો હતો.

સેનાની ક્ષમતા વધારવાનો મુખ્ય હેતુ 

બલીપારા-ચરિદ્વાર-તવાંગ રોડ ભારે વરસાદ, હિમવર્ષા અને ભૂસ્ખલનને કારણે લાંબા સમય સુધી બંધ રહે છે આથી સેલા પાસ પાસે ટનલની જરૂર છે. LAC પર સેનાની ક્ષમતા વધારવાનો આ ટનલનો મુખ્ય હેતુ છે. આ ટનલ ભારત અને ચીનની સરહદ નજીકના વિસ્તારોમાં સૈનિક, શસ્ત્ર અને મશીનરીની ઝડપી તૈનાતી કરશે. 

પીએમ મોદીએ 2019માં શિલાન્યાસ કર્યો હતો

697 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ સાથે ફેબ્રુઆરી 2019 માં વડાપ્રધાન દ્વારા પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો, પરંતુ કોવિડ સહિતના વિવિધ કારણોસર તેનું કામ વિલંબિત થયું હતું. "પ્રોજેક્ટમાં બે ટનલનો સમાવેશ થાય છે. પ્રથમ ટનલ 980 મીટર લાંબી સિંગલ-ટ્યુબ ટનલ છે અને બીજી 1.5 કિમી લાંબી છે, જેમાં કટોકટી માટે એસ્કેપ ટ્યુબ પણ છે.

adv

Related News

post
post
post
post
post
post
post