• Home
  • News
  • રાજસ્થાનના 8 જિલ્લામાં કોલ્ડવેવનું એલર્ટ, MPમાં 2 દિવસ પછી રાત્રિનું તાપમાન 4-5 ડિગ્રી વધુ ઘટશે
post

ઠંડીમાં કરોળિયાની ઝાળ: રાજસ્થાનના ફતેહપુરમાં કરોળિયાની ઝાળ પર ઝાકળનાં ટીપાં બરફ બની ગયા

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-16 11:55:39

અડધો ડિસેમ્બર વિત્યા બાદ મેદાનીય વિસ્તારોમાં ઠંડીમાં તીવ્ર વધારો થયો છે. રાજસ્થાનના 8 જિલ્લામાં આગામી દિવસમાં કોલ્ડવેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે મધ્યપ્રદેશમાં રાત વધુ ઠંડી થશે. બિહારના ઘણા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે. ગુજરાતમાં 17 થી 19 ડિસેમ્બરની વચ્ચે ઠંડીમાં વધારો થઈ શકે છે.

રાજસ્થાન: 8 જિલ્લામાં કોલ્ડવેવની ચેતવણીરાજસ્થાન: 8 જિલ્લામાં શીતલહેરની ચેતવણી
રાજ્યમાં મંગળવારે રાત્રે અચાનક પડેલા ઠંડા પવનોને પગલે તાપમાનનો પારો માત્ર 3 કલાકમાં 5 ડિગ્રી ગગડ્યો હતો. જયપુર સહિત 11 શહેરોમાં રાત્રિનું તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાયું છે. હવામાન વિભાગ 8 જિલ્લાઓ માટે કોલ્ડવેવનું યલો એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તરી પવનોની અસરને કારણે શ્રીગંગાનગર, હનુમાનગઢ, બિકાનેર, ચુરુ, સીકર, ઝુંઝુનુ, અલવર અને ભરતપુરમાં 18 ડિસેમ્બર સુધી કોલ્ડવેવ ચાલુ રહેશે. તેનાથી આગામી 3-4 દિવસમાં ઠંડી વધશે.

મધ્યપ્રદેશ: સતત છઠ્ઠા દિવસે પણ વાદળછાયું વાતાવરણ રહ્યુ
બુધવારે સવારે ભોપાલમાં ધુમ્મસ છવાયેલુ રહ્યું હતુ. મંગળવારે સવારે 5.30 થી સવારે 11.30 વાગ્યા સુધી 6 કલાક ધુમ્મસની અસર જોવા મળી હતી. આ સમયગાળા દરમિયાન વિઝિબિલિટી ઘટીને 100 મીટર થઈ ગઈ. બે દિવસ પછી રાત્રે તાપમાનમાં 4 થી 5 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. ઇન્દોરમાં 11 ડિસેમ્બરથી સતત વાદળછાયું વાતાવરણ રહેલું છે.

ઝારખંડ: 5 વર્ષમાં પ્રથમ વખત આટલી ઠંડી, પારો 13.4 ડિગ્રી
કાશ્મીર-હિમાચલમાં હિમવર્ષાના કારણે મેદાનીય વિસ્તારોમાં ઠંડીમાં વધારો થઇ રહ્યો છે. ઝારખંડમાં ડિસેમ્બરમાં ઠંડીનો રેકોર્ડ તૂટી ગયો અને પારો 2 ડિગ્રી ગગડીને 13.4 પર આવી ગયો હતો. છેલ્લા 5 વર્ષમાં પ્રથમ વખત અને 15 વર્ષમાં માત્ર 2 વાર જ ડિસેમ્બરના પહેલા 15 દિવસમાં આટલી ઠંડી પડી છે. રાંચીમાં 15 ડિસેમ્બર પછી જ તાપમાન 15 ડિગ્રીથી નીચે ગયું છે.

હિમાચલ પ્રદેશ: શિમલામાં તાપમાન 3 ડિગ્રી
હિમાચલના લાહૌલ સ્પીતી જિલ્લામાં ગત દિવસોમાં ભારે હિમવર્ષા થઈ હતી. હવે શિમલામાં તાપમાન સતત ઘટી આવી રહ્યું છે. મંગળવારે લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી અને મહત્તમ 14 ડિગ્રી નોંધાયું હતું. આગામી દિવસોમાં, બરફ પડવાથી તાપમાનમાં વધુ ઘટાડો થશે.

ગુજરાત: વરસાદને કારણે 4 દિવસમાં પારો 4 ડિગ્રી ગગડ્યો
કમોસમી વરસાદને કારણે છેલ્લા 4 દિવસમાં તાપમાન 4 ડિગ્રી સુધી ઘટ્યું છે. ઉત્તર-પૂર્વોત્તર પવનને કારણે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મધ્ય અરબી સમુદ્ર પર ચક્રવાત સિસ્ટમ સર્જાઈ છે. જેના કારણે 17 થી 19 ડિસેમ્બરની વચ્ચે ઠંડી વધી શકે છે.

બિહાર: દક્ષિણ વિસ્તારોમાં ઝરમર વરસાદથી ઠંડીમાં વધારી થવાની શક્યતા
પટના સહિત રાજ્યના દક્ષિણ વિસ્તારોમાં બુધવારે હળવા વરસાદની સંભાવના છે. તેનાથી ઠંડી વધશે. રાતના તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. બીજી બાજુ ઉત્તર બિહારની હિમાલયની તળેટીવાળા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયેલુ રહેશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post