• Home
  • News
  • 'ક્વીન'- ફિલ્મફેર વચ્ચે વિવાદ:કંગનાનું નામ નોમિનેશનમાંથી હટાવવામાં આવ્યું, કહ્યું- અવોર્ડ આપવાની વાત જ થઈ જ નહોતી
post

કંગનાએ વધુમાં કહ્યું હતું કે '2014માં ફિલ્મફેરને બૅન કર્યો હતો. મને ફિલ્મફેર તરફથી ઘણાં ફોન આવ્યા હતા, કારણ કે તેઓ મને 'થલાઇવી' માટે અવોર્ડ આપવા માગે છે.'

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-22 18:01:21

તાજેતરમાં જ 67મા ફિલ્મફેરના નોમિનેશનની યાદી રિલીઝ કરવામાં આવી હતી, જેમાં બેસ્ટ એક્ટર તરીકે '83' માટે રણવીર સિંહ તો બેસ્ટ એક્ટ્રેસ કેટેગરીમાં કંગન રનૌતને 'થલાઈવી' માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા. ફિલ્મફેરમાં પોતાના નામનું નોમિનેશન જોયા બાદ કંગના નારાજ થઈ હતી અને તેણે ફિલ્મફેર સામે કેસ કરવાની ધમકી આપી હતી. હવે ફિલ્મફેરે કંગનાનું નોમિનેશન જ કેન્સલ કરી નાખ્યું છે.

મેગેઝિને શું કહ્યું?
મેગેઝિને એક નિવેદનમાં કહ્યું હતું, 'અવોર્ડ નિયમો પ્રમાણે, ફિલ્મફેરના એડિટરે કંગના રનૌતને બેસ્ટ એક્ટ્રેસ ઇન લીડિંગ રોલના નોમિનેશનની જાણકારી આપવા માટે ફોન કર્યો હતો અને શોનું ઇનવિટેશન મોકલવા માટે એડ્રેસ જાણવું હતું.' ફિલ્મફેરે સો.મીડિયામાં ઇનવિટેશનની કૉપી પણ શૅર કરી છે. આ કૉપીમાં કંગનાને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ સાથે જ 30 ઓગસ્ટના રોજ યોજાનારી ઇવેન્ટ માટે આમંત્રણ આપ્યું હતું.

અવોર્ડ આપવાની કોઈ વાત થઈ નથી
ફિલ્મફેરે વધુમાં કહ્યું હતું કે કંગનાને અવોર્ડ આપવા અંગે અથવા ઇવેન્ટમાં પર્ફોર્મ કરવા અંગે કોઈ જાતની રિક્વેસ્ટ કરવામાં આવી નથી. કંગનાના આ પ્રકારના નિવેદનને કારણે તેનું નોમિનેશન કેન્સલ કરવામાં આવ્યું છે. ફિલ્મફેરે એમ પણ કહ્યું હતું કે કંગનાના નિવેદન બાદ ફિલ્મ 'થલાઈવી' માટે તેનું નોમિનેશન પરત લેવામાં આવે છે. આટલું જ નહીં જો એક્ટ્રેસ કોઈ કાયદાકીય કાર્યવાહી કરે છે તો તેઓ તેના માટે તૈયાર છે.

કંગનાએ રિએક્શન આપ્યું
નોમિનેશન પરત લીધા બાદ કંગનાએ ફિલ્મફેરને ટૅગ કરીને કોર્ટમાં મળવાની વાત કરી હતી. તેણે કહ્યું હતું કે તે ચૂપ નહીં બેસે અને ફિલ્મફેર વિરુદ્ધ લીગલ એક્શન લેશે.

કંગનાએ શું કહ્યું હતું?
નોમિનેશનમાં નામ આવ્યા બાદ કંગનાએ સો.મીડિયામાં એક પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટમાં કંગનાએ કહ્યું હતું, 'મને એ જાણીને નવાઈ લાગી કે ફિલ્મફેરવાળા મને નોમિનેટ કરે છે, પરંતુ હું કોઈ પણ ભ્રષ્ટ અને અનૈતિક અવોર્ડ સેરેમનીનો ભાગ બનીશ નહીં. આ મારી ગરિમાની વિરુદ્ધમાં છે. આથી જ મેં ફિલ્મફેર પર કેસ કરવાનો નિર્ણય લીધો છે.'

ફિલ્મફેરને બૅન કર્યો હતો
કંગનાએ વધુમાં કહ્યું હતું કે '2014માં ફિલ્મફેરને બૅન કર્યો હતો. મને ફિલ્મફેર તરફથી ઘણાં ફોન આવ્યા હતા, કારણ કે તેઓ મને 'થલાઇવી' માટે અવોર્ડ આપવા માગે છે.'

 

adv

Related News

post
post
post
post
post
post
post