• Home
  • News
  • સાજા થયેલા દર્દીઓની સંખ્યા 95 લાખને પાર, એક્ટિવ કેસ પણ ઘટી રહ્યાં છે; અત્યાર સુધી 99.79 લાખ કેસ
post

દેશમાં અત્યાર સુધી કુલ 95 લાખ 20 હજાર 44 લોકો સાજા થઈ ચૂક્યાં છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-18 12:21:34

દેશમાં કોરોનાથી રિકવર થનાર દર્દીઓની સંખ્યાનો આંકડો 95 લાખને પાર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 30 હજાર 891થી વધુ લોકોએ કોરોનાને હરાવ્યો છે. 26 હજાર 754 નવા કેસ નોંધાયા. આ દરમિયાન 338 લોકોના મોત પણ થયા. દેશમાં અત્યાર સુધી કુલ 95 લાખ 20 હજાર 44 લોકો સાજા થઈ ચૂક્યાં છે. સંક્રમિતોનો કુલ આંકડો 99 લાખ 77 હજાર 834 છે.

આ રીતે દેશમાં અત્યાર સુધી 95%થી વધુ લોકો સાજા થઈ ચૂક્યાં છે. એક્ટિવ કેસની સંખ્યા પણ સતત ઘટી રહી છે. એક્ટિવ કેસ એટલે કે જેમની સારવાર ચાલી રહી છે, તેમની સંખ્યા 3 લાખ 13 હજાર 831 છે. સાથે જ એક લાખ 44 હજાર 789 લોકોના મોત થઈ ચૂક્યાં છે. આ આંકડા covid19india.org વેબસાઈટ પરથી લેવામાં આવ્યા છે.

દિલ્હીમાં 108 દિવસમાં સૌથી ઓછા નવા દર્દી નોંધાયા
દિલ્હીમાં કોરોનાની ગતિ પર સતત લગામ લાગતી હોય તેવું લાગી રહ્યું છે. ગુરુવારે અહીં 90 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા, જેમાં કોરોનાના માત્ર 1363 કેસ નોંધાયા હતા. આ પહેલા 31 ઓગસ્ટે 1358 કેસ નોંધાયા હતા. સાથે જ 2391 લોકોએ કોરોનાને હરાવ્યો અને 35 લોકોના મોત થયા.

દિલ્હીમાં હવે કુલ 75 લાખ 41 હજાર 348 ટેસ્ટ કરાયા છે. અહીં પોઝિટીવિટી રેટમાં પણ સતત ઘટાડો નોંધાઈ રહ્ય છે. ગુરુવારે અહીં પોઝિટીવિટી રેટ 1.51% રેકોર્ડ થયો. આ પહેલા સોમવારે સૌથી ઓછો પોઝિટીવિટી રેટ 2.1% રેકોર્ડ થયો હતો. 15 ડિસેમ્બરે સંક્રમણની ટકાવારી 1.90% અને 16 ડિસેમ્બરે 1.96% નોંધાઈ હતી.

પાંચ રાજ્યોની સ્થિતિ
1.
દિલ્હી
અહીં ગુરુવારે 1,363 લોકો કોરોના પોઝિટીવ થયા. 2391 લોકો સાજા થયા અને 35 લોકોના મોત થયા. અત્યાર સુધી અહીં 6 લાખ 13 હજાર 357 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યાં છે. જેમાં 12 હજાર 198 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 5 લાખ 90 હજાર 977 લોકો સાજા થઈ ચૂક્યાં છે.

2. મધ્યપ્રદેશ
અહીં છેલ્લા 24 કલાકામાં 1161 કેસ નોંધાયા. 1326 લોકો સાજા થયા અને 9 દર્દીઓના મોત થયા છે. અહીં અત્યાર સુધી 2 લાખ 27 હજાર 949 લોકો સંક્રમિત થઈ ચૂક્યાં છે. જેમાંથી 2 લાખ 12 હજાર 351 સાજા થઈ ગયા, જ્યારે 3 હજાર 442 લોકોના મોત થયા. હાલ 12 હજાર 156 લોકોની સારવાર ચાલી રહી છે.

3. ગુજરાત
અહીં ગત દિવસોમાં 1115 લોકો સંક્રમિત થયા. 1305 લોકો સાજા થયા અને 8 લોકોના મોત થયા. અત્યાર સુધી 2 લાખ 32 હજાર 188 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યાં છે. જેમાં 12 હજાર 549 દર્દીઓની સારવાર ચાલી રહી છે. 2 લાખ 15 હજાર 628 લોકો સાજા થઈ ચૂક્યાં છે, જ્યારે 4211 લોકોના મોત થઈ ચૂક્યાં છે.

4. રાજસ્થાન
અહીં ગુરુવારે 1122 કેસ નોંધાયા. 1974 લોકો સાજા થયા અને 11 લોકોના મોત થયા. અત્યાર સુધી 2 લાખ 95 હજાર 953 લોકો સંક્રમણના સકંજમાં આવી ચૂક્યાં છે. જેમાંથી 13 હજાર 647 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 2 લાખ 79 હજાર 717 લોકો સાજા થઈ ચૂક્યાં છે, 2589 લોકોના મોત થઈ ચૂક્યાં છે.

5. મહારાષ્ટ્ર
અહીં છેલ્લા 24 કલાકમાં 3880 કેસ નોંધાયા. 4358 દર્દી સાજા પણ થઈ ગયા અને 65 લોકોના મોત થયા. અહીં અત્યાર સુધી 18.84 લાખ કેસ નોંધાઈ ચૂક્યાં છે. 17.74 લાખ દર્દી સાજા થઈ ચૂક્યાં છે. 48 હજાર 499 દર્દીઓના મોત થઈ ચૂક્યાં છે. હવે કુલ 60 હજાર 905 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post