• Home
  • News
  • દેશમાં રોજનું 3,500 કરોડ રૂપિયાનું નુકસાનઃ એસોચેમ, સરકાર APMC બહાર ખરીદી પર ટેક્સની વિચારણા કરે છે
post

સરકાર APMC બહાર ખરીદી પર ટેક્સની વિચારણા કરે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-16 10:32:03

ખેડૂત આંદોલનને કારણે દૈનિક 3000થી 3500 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું હોવાનું એસોચેમે જણાવ્યું છે. મંગળવારે એસોચેમે સરકાર અને ખેડૂત સંગઠનોને આ મુદ્દે ઝડપથી સમાધાન કરવા અનુરોધ કર્યો હતો. ઉત્તર પ્રદેશના મુજફ્ફરનગરની અનેક ખાપ પંચાયતોએ કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાના વિરુદ્ધમાં ખેડૂતોના આંદોલનને ટેકો આપવાનું જાહેર કર્યું છે. 17 ડિસેમ્બરે તેઓ દેખાવોમાં સામેલ થશે. બીજી તરફ સરકાર APMC બહાર ખરીદી પર ટેક્સની વિચારણા કરે છે.

પંજાબ, હરિયાણા, હિમાચલ, કાશ્મીરનું અર્થતંત્ર 18 લાખ કરોડ
એસોચેમના વડા નિરંજન હીરાનંદાણીએ કહ્યું કે પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરનું સંયુક્ત અર્થતંત્ર 18 લાખ કરોડનું છે. દરમિયાનમાં એક સમયે એનડીએના ઘટક પક્ષ રહેલા શિરોમણી અકાલીદળના વડા સુખબીરસિંહ બાદલે ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું કે તે જ અસલી ટુકડે ટુકડે ગેંગ છે. પહેલા મુસલમાનોને હિંદુ સામે ઉશ્કેર્યા, હવે પંજાબમાં શીખો સામે હિંદુઓને ઉશ્કેરે છે.

મોદી સરકાર માટે ક્રોનીકેપિટાલિસ્ટ સૌથી સારા દોસ્ત: રાહુલ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે મોદી સરકાર માટે ક્રોનીકેપિટાલિસ્ટ સૌથી સારા દોસ્ત છે.

સરકાર APMC બહાર ખરીદી પર ટેક્સની વિચારણા કરે છે
કેન્દ્ર સરકાર એપીએમસીની બહાર વેચાતા અનાજ અને ઉત્પાદનો પર તેની જેમ ટેક્સ કે સેસ લાદવાનું વિચારી રહી છે. તે 1 ટકાની આસપાસ હોઈ શકે છે. આમ કરવાથી એપીએમસીની બહારના વેચાણ પર એક સમાન ટેક્સ થઈ જશે. ઉચ્ચસ્તરીય સાધનોના જણાવ્યા મુજબ સરકાર એમએસપી અંગે કસો પણ ફેરફાર કરવા તૈયાર નથી. જો કે એપીએમસી બહાર ખરીદ-વેચાણ માટે રજિસ્ટ્રેશનની ઇલેક્ટ્રોનિક્સ વ્યવસ્થા થઈ શકે છે અને તેના આધારે ખરીદીની કુલ માત્રા પર ટેક્સ લાદશે. સરકાર આ પ્રસ્તાવ અંગે ખેડૂતોની સંમતિ મેળવવા માંગે છે. જો તેમ થશે તો સંસદના આગામી સત્રમાં આ સુધારા રજૂ કરાશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post