• Home
  • News
  • ખેડૂત કાયદાના વિરોધનો 19મો દિવસ:ખેડૂત આજે સાંજે 5 વાગ્યા સુધી ભૂખ હડતાળ પર રહેશે, તમામ જિલ્લા મુખ્યાલય પર ધરણા કરશે
post

ખેડૂત નેતાઓએ કહ્યું કે, આંદોલનના સંબંધમાં જે પણ નિર્ણય કુંડલી બોર્ડરથી થશે, તે જ અંતિમ માનવામાં આવશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-14 10:36:29

નવા ખેડૂત કાયદા વિરુદ્ધ ખેડૂતોના આંદોલનનો આજે 19મો દિવસ છે. તેઓ આજે સાંજે 5 વાગ્યા સુધી ભૂખ હડતાળ પર રહેશે, સાથે જ તમામ મુખ્યાલયો પર ધરણા કરશે.ખેડૂતોએ રવિવારે કુંડલી બોર્ડર પર મીટિંગ કરીને આ નિર્ણય કર્યો છે. ખેડૂત નેતાઓએ કહ્યું કે, આંદોલનના સંબંધમાં જે પણ નિર્ણય કુંડલી બોર્ડરથી થશે, તે જ અંતિમ માનવામાં આવશે.

કેજરીવાલ ઉપવાસ રાખશે, અમરિંદરે કહ્યું-નાટક કરી રહ્યાં છે
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે ખેડૂતોની ભૂખ હડતાળને સમર્થન આપતા કહ્યું કે, તે પોતે ભૂખ હડતાળ પર બેસશે. તેમને તેમની પાર્ટીના કાર્યકર્તાઓ અને સમર્થકોને પણ ભૂખ હડતાળ કરવાની અપીલ કરી છે. સાથે જ પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે કેજરીવાલના ઉપવાસને નાટક ગણાવ્યું છે.

ખેડૂતોને મનાવવા માટે અમિત શાહ સક્રિય
ખેડૂત આંદોલન અંગે ગૃહમંત્રી અમિત શાહ સક્રિય થઈ ગયા છે. હજી સુધી શાહની ખેડૂતો સાથે એક જ બેઠક યોજાઈ છે, પણ હવે દરેક મુદ્દો તેઓ જાતે જોઈ રહ્યાં છે. આ અંગે છેલ્લા 2 દિવસમાં શાહે 5 કરતા વધુ બેઠક કરી છે. સરકાર દરેક રાજ્યના ખેડૂતો માટે અલગ સ્ટ્રેટજી બનાવી રહી છે.

પંજાબના ખેડૂત નેતાઓને શાહ જાતે સમજાવશે
ખેડૂતોને મનાવવા અને આંદોલન ખતમ કરાવવા માટે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને રક્ષા મંત્રી રાજનાથ સિંહને અલગ અલગ રાજ્યો અને યૂનિયનોની જવાબદારી સોંપવામાં આવી છે. આ બન્ને તમામ સાથે અલગ અલગ વાત કરશે. પણ પંજાબના ખેડૂત નેતાઓની જવાબદારી અમિત શાહને સોંપવામાં આવી છે.

ફરી ચર્ચા શરૂ થઈ શકે છે
બન્ને પક્ષ વાતચીતની સ્ટ્રેટજી બનાવવામાં લાગી ગયા છે. ખેડૂત નેતાઓએ કહ્યું કે, સરકાર સાથે ચર્ચા માટે જતા ખેડૂતોની સંખ્યા ઘટાડવામાં આવશે. ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, અમારે નજર રાખવાની જરૂર છે, જેથી કોઈ અસામાજિક તત્વ અમારી વચ્ચે ન હોય. તો આ તરફ શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે આખા મુદ્દા પર ચર્ચા કરી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post