• Home
  • News
  • G20 સમિટઃ મહેમાનોને સોના-ચાંદીના વાસણોમાં પિરસાશે ભોજન, મળશે શાહી ટ્રીટમેન્ટ
post

કંપનીના માલિક રાજીવે મીડિયાને જણાવ્યું કે, તેમની પેઢી છેલ્લા ત્રણ વર્ષથી વાસણો બનાવી રહી છે. તેમના આ ખાસ વાસણોમાં સમગ્ર ભારતના વારસાની ઝલક જોવા મળે છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-06 18:34:20

નવી દિલ્હી: ભારતમાં 9 થી 10 સપ્ટેમ્બર દરમિયાન G-20 સમિટ શરૂ થવા જઈ રહી છે. જેનું ભારત પ્રથમ વખત આયોજન કરવા જઈ રહ્યું છે. G-20 સમિટમાં વિશ્વની 20 મોટી અર્થવ્યવસ્થાઓના ટોચના નેતાઓ ભાગ લેવાના છે. આ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. 

આ કોન્ફરન્સમાં અનેક દેશોના વીવીઆઈપી મહેમાનો ભાગ લેશે. જેમને શાહી ટ્રીટમેન્ટ આપવામાં આવશે. જ્યાં એક તરફ અનેક પ્રકારના ભોજન હશે તો બીજી તરફ સોના-ચાંદીના વાસણોમાં ભોજન પીરસવામાં આવશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોન્ફરન્સમાં તમામ મહેમાનો માટે ભવ્ય ફિસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ વિશેષ મહેમાનોને સોના-ચાંદીના વાસણોમાં ભોજન પીરસવામાં આવશે. આ વાસણો બનાવતી કંપની 11 હોટલોને વાસણો મોકલી રહી છે, જેમાં તાજ હોટલનો પણ સમાવેશ થાય છે.

મહેમાનોને પીરસવામાં આવતા ભોજન માટે અલગ-અલગ હોટેલોના શેફે તેમના મેનુ તૈયાર કર્યા છે અને તેમની પસંદગી અનુસાર સોના-ચાંદીના વાસણો તૈયાર કરવામાં આવ્યા છે. સોના અને ચાંદીના વાસણો બનાવતા પહેલા તેમની સામગ્રીને પરીક્ષણ માટે RND લેબમાં મોકલવામાં આવી હતી. આ પછી, હોટેલને જે આકાર અને સાઇઝના વાસણની જરુર હતી તેને તેવા જ બનાવીને મોકલવામાં આવ્યા હતા.

કંપનીના માલિક રાજીવે મીડિયાને જણાવ્યું કે, તેમની પેઢી છેલ્લા ત્રણ વર્ષથી વાસણો બનાવી રહી છે. તેમના આ ખાસ વાસણોમાં સમગ્ર ભારતના વારસાની ઝલક જોવા મળે છે, તેથી તેમનો પ્રયાસ રહે છે કે, વિદેશી મહેમાનોને પણ ટેબલ પર ભારતની ઝલક જોવા મળે. તેમના કહેવા પ્રમાણે આ ખાસ ગોલ્ડ અને સિલ્વર વાસણમાં જયપુર, ઉદયપુર, બનારસ અને કર્ણાટકની કોતરણી કરવામાં આવી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post