• Home
  • News
  • અધિકારી બનીને પત્નીએ પતિની શહીદીને સલામી આપી:ફ્લાઇંગ ઓફિસર બની ગરિમા અબરોલ, લડાકુ વિમાન સાથે ઉડાન ભરશે; ગયા વર્ષે એરક્રાફ્ટ ક્રેશમાં પતિ શહીદ થયા હતા
post

સમીર અબરોલ અને ગરિમાના વર્ષ 2015માં લગ્યા થયા હતા. સમીર ગયા વર્ષે શહીદ થયા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-21 10:58:55

હૈદરાબાદના એરફોર્સ એકેડમીમાં શનિવારના રોજ પાસિંગ આઉટ પરેડ યોજાઈ હતી. આ કાર્યક્રમમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કેટલાક નવા ફ્લાઇંગ ઓફિસરોને બેચ લગાવીને સન્માનિત કર્યાં. આ અધિકારીઓમાં એક નામ ગરિમા અબરોલનું પણ હતું. ગરિમાના પતિ સ્ક્વાડ્રન લીડર સમીર અબરોલ ગયા વર્ષે એક દુર્ઘટનામાં શહીદ થઈ ગયા હતા. તેઓ ઈન્ડિયન એરફોર્સના જાબાજ પાયલટ પૈકીના એક હતા. ગરિમાએ તેમના પતિ શહીદ થયા બાદ પોતે એરફોર્સમાં જોડાઈને દેશની સેવા કરવાનું નક્કી કરી લીધુ હતું.

પતિને યાદ કરી લખી લાગણીશીલ પોસ્ટ
ગરિમાએ સોશિય મીડિયા પર પતિને યાદ કરતા એક લાગણીસભર પોસ્ટ શેર કરી. તેમણે લખ્યુ- મને હજુ પણ વિશ્વાસ થતો નથી કે તમે વિદાય લઈ ચુક્યા છો. કોઈની પાસે મારા પ્રશ્નોના જવાબ નથી. તમે જ શાં માટે? ફ્લાઈંગ ઓફિસર ગરિમાએ પાસિંગ આઉટ પરેડમાં એરફોર્સનો જે યુનિફોર્મ પહેર્યો હતો તે તેમણે પોતાના શહીદ પતિ સ્ક્વાડ્રન લીડર સમીરને સમર્પિત કર્યો.

વર્ષ 2015માં લગ્ન થયા હતા, ગયા વર્ષે એક ઘટનામાં શહીદ થઈ ગયા
ગરિમા અને સમીરના લગ્ન વર્ષ 2015માં થયા હતા. ગયા વર્ષે સ્ક્વાડ્રન લીડર સમીર અબરોલ બેંગ્લુરુમાં મિરાજ 2000 એરક્રાફ્ટ દુર્ઘટનાગ્રસ્ત થતા શહીદ થયા હતા. તેઓ શહીદ થયા બાદ પત્ની ગરિમાએ એક ખૂબ જ લાગણીશીલ પોસ્ટ લખી હતી. તેમણે પોતાના ફેસબુક પોસ્ટમાં લખ્યુ કે કંઈક ખોટુ થયું છે તેનો અહેસાસ કરાવવા માટે વધુ કેટલા પાયલટે તેમના જીવ ગુમાવવા પડશે? આ પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post