• Home
  • News
  • સુપ્રીમ કોર્ટનો નિર્ણય:સરકારી નોકરીઓમાં સામાન્ય શ્રેણીની ખાલી જગ્યાઓ તમામ વર્ગો માટે ઉપલબ્ધ
post

જો સામાન્ય શ્રેણીમાં સિલેક્શન થશે તો અનામત ક્વોટામાં નહીં ગણાય સિલેક્શન

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-22 10:05:37

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સરકારી નોકરીઓમાં સામાન્ય (જનરલ) કેટેગરીની ખાલી જગ્યાઓ તમામ વર્ગો માટે ઉપલબ્ધ છે. તેમાં પછાત વર્ગ (ઓબીસી), અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) પણ સામેલ છે. જસ્ટિસ યુ યુ લલિત, જસ્ટિસ રવીન્દ્ર ભટ અને જસ્ટિસ ઋષિકેશ રોયની એક બેન્ચે કહ્યું કે અનામત વર્ગોના પ્રતિભાશાળી ઉમેદવારોને સામાન્ય શ્રેણીમાં સ્થાનાંતરિત કરવા અને પછી નોકરી માટે સિલેક્શનથી વંચિત કરવા સાંપ્રદાયિક અનામતજેવું થશે.

જો સામાન્ય શ્રેણીમાં પસંદગી થશે તો અનામત ક્વોટામાં નહીં ગણાય સિલેક્શન
જસ્ટિસ લલિતે પોતાના અને જસ્ટિસ રોયના લખેલા નિર્મયમાં કહ્યું, ‘અનામત વર્ગોના ઉમેદવારો સામાન્ય શ્રેણીમાં પસંદગીનો અધિકાર ધરાવે છે. એ પણ સારી રીતે સ્વીકાર કરવામાં આવે છે કે જો અનામત શ્રેણીઓને સંબંધિત એવા ઉમેદવારો પોતાના યોગ્યતાના આધારે પસંદગી પામવાના હકદાર છે તો તેમની પસંદગી એ અનામત શ્રેણીના ક્વોટામાં ન ગણી શકાય જેની સાથે તેઓ સંબંધિત છે.
ઓપન કેટેગરી ક્વોટા નથી પરંતુ સૌના માટે ઉપલબ્ધ છે.

જસ્ટિસ ભટે એક અલગથી લખેલા સંમતિવાળા નિર્ણયમાં કહ્યું, ‘ઓપન કેટેગરી એક ક્વોટા નથી પરંતુ એ તમામ મહિલાઓ અને પુરૂષો માટે સમાન રીતે ઉપલબ્ધ છે.આ નિર્ણય ઓબીસી-મહિલા અને એસસી-મહિલા શ્રેણીઓને સંબંધિત બે ઉમેદવારો તરફથી દાખલ થયેલી એક અરજી પર આવ્યો, જેમણે ઉત્તરપ્રદેશમાં કોન્સ્ટેબલોની પસંદગી માટે 2013માં ભાગ લીધો હતો.

એક મહિલા ઉમેદવારની અરજી પર કોર્ટે આપ્યો નિર્ણય
ઓબીસી-મહિલા શ્રેણીની એક મહિલા ઉમેદવાર સોનમ તોમરે આરોપ લગાવ્યો હતો કે તેણે નોકરી મેળવનાર સામાન્ય શ્રેણીની મહિલા ઉમેદવારની તુલનામાં વધુ ગુણ મેળવ્યા હતા. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે આ વ્યવસ્થામાં સમગ્ર પસંદગી પ્રક્રિયાને અમાન્ય કરીને નવેસરથી તમામ કવાયત શરૂ કરવા માટે અધિકારીઓને નિર્દેશ આપવાની આવશ્યકતા રહેશે.

ઉત્તરપ્રદેશ સરકારને પત્ર જારી કરવાના નિર્દેશ
સુપ્રીમ કોર્ટે કહ્યું, ‘એ તથ્યને ધ્યાનમાં રાખીને કે પસંદગી પામેલ ઉમેદવારોને તાલીમ અપાઈ ચૂકી છે અને તેઓ આ સમયે નોકરીમાં છે અને હજુ પણ પૂરતા પ્રમાણમાં ખાલી જગ્યાઓ ઉપલબ્ધ છે. તેથી અમે આ રાહત આપી રહ્યા છીએ.કોર્ટે રાજ્ય સરકારને એ તમામ ઓબીસી મહિલા શ્રેણીની ઉમેદવારોને પત્ર જારી કરવાનો નિર્દેશ આપ્યો, જેમણે સામાન્ય શ્રેણીની પસંદગી પામેલી મહિલા ઉમેદવારોની તુલનામાં વધુ ગુણ મેળવ્યા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post