• Home
  • News
  • 'ભારતમાં રહેવું હોય તો સીતારામ બોલવુ પડશે': ધીરેન્દ્ર શાસ્ત્રી
post

ધીરેન્દ્ર શાસ્ત્રીએ હિન્દુ રાષ્ટ્રનું આહવાન કર્યું

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-26 18:49:14

બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનું ફરી એક વખત નિવેદન સામે આવ્યું છે. આ વખતે ફરી તેમણે પોતાના બુંદેલખંડી અંદાજમાં કહ્યું કે, જો તમારે ભારતમાં રહેવું હોય તો તમારે સીતારામ બોલવું પડશે. આ વાત સાથે તેમણે હિન્દુ રાષ્ટ્રનું આહવાન કર્યું. ઉત્તર પ્રદેશના જાલૌન પહોંચેલા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કાર્યક્રમ સ્થળ પર હાજર જનતાને બુંદેલીમાં કહ્યું કે, જે લોકો સનાતન ધર્મની વિરુદ્ધ છે તેમને સજા મળવી જોઈએ. બીજી તરફ પંડાલમાં હાજર હજારો ભક્તો તેમની એક ઝલક માટે આતુર નજર આવી રહ્યા હતા.

બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સોમવારે મધ્ય પ્રદેશના ખંડવાથી જાલૌનના પચોખરા પહોંચ્યા હતા. ત્યાં તેમણે પ્રખ્યાત કથાકાર કીર્તિ શેષ રાજેશ રામાયણીના જન્મોત્સવના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમના આગમન પહેલા જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. આ સાથે જ સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખી ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તેમણે સૌપ્રથમ કથાકાર રાજેશ રામાયણીની સમાધિ પર ફૂલ અર્પણ કર્યા અને ભક્તોને કથા સંભળાવી. આ ઉપરાંત તેમણે પંડાલમાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓને હિન્દુ રાષ્ટ્રનું આહવાન પણ કર્યું હતું.

કથા પંડાલ વચ્ચે હજારોની સંખ્યામાં હાજર વિશાળ જનતાને ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની અપીલ કરતા નજર આવ્યા. આ સાથે જ તેમણે કહ્યું કે, સનાતન ધર્મ માટે આપણે બધાએ એક થવું પડશે. જે સનાતનના વિરુદ્ધ છે તેમનો વિરોધ કરવાનો આ યોગ્ય સમય છે. તેમણે મંચ પરથી સામૂહિક રીતે કહ્યું કે, સનાતનના વિરોધીઓ સામે લડવા માટે તેઓ એકલા જ કાફી છે. સનાતનનો આશય હિન્દુ ધર્મથી છે. તેમણે કહ્યું કે, જેઓ સનાતનની વિરુદ્ધ છે તેમને સજા મળવી જોઈએ. 

adv

Related News

post
post
post
post
post
post
post