• Home
  • News
  • અયોધ્યામાં ઘર-વેપારની ઈચ્છા, જમીનના ભાવ ચાર ગણા વધ્યા, અનેક લોકો હોટેલ, લૉજ, ધર્મશાળા બનાવવા ઈચ્છે છે
post

અયોધ્યા-ગોરખપુર હાઈવે પર 600 એકરમાં રાજ્ય સરકારની સૌથી મોટી અયોધ્યા ટાઉનશિપ, 200 એકરમાં ઈકછુવાક સિટી, 100 એકરમાં રામની ઊંચી પ્રતિમા પ્રસ્તાવિત છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-05 12:09:16

અયોધ્યા: અયોધ્યામાં બહારના લોકો ઘર અને બિઝનેસ માટે જમીન શોધી રહ્યા છે. અનેક લોકોએ કહ્યું કે તે અહીં હોટેલ, લૉજ, ધર્મશાળા બનાવવા ઈચ્છે છે. તેના માટે કેન્દ્ર-રાજ્યની યોજનાઓ પ્રસ્તાવિત છે.

સબરજિસ્ટ્રાર એસ.બી.સિંહે જણાવ્યું કે અયોધ્યા નજીકનાં ત્રણ ગામ માંઝા, બરેહટા અને સહજનવાંમાં રાજ્ય સરકારની યોજનાઓ માટે જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે કાં પ્રસ્તાવિત છે. ગત વર્ષે 9 નવેમ્બરે સુપ્રીમકોર્ટનો ચુકાદો આવ્યા પછી જમીનના સોદામાં 20%નો વધારો થઈ ગયો હતો. જમીનના ભાવ 2થી ચાર ગણા વધી ગયા હતા.

અયોધ્યા-ગોરખપુર હાઈવે પર 600 એકરમાં રાજ્ય સરકારની સૌથી મોટી અયોધ્યા ટાઉનશિપ, 200 એકરમાં ઈકછુવાક સિટી, 100 એકરમાં રામની ઊંચી પ્રતિમા પ્રસ્તાવિત છે. આંતરરાષ્ટ્રીય રામલીલા સ્થળ, રામશોધ કેન્દ્ર જેવી યોજનાઓ માટે જમીન જોઈશે. કોરોનાને લીધે વિકાસનાં કાર્યો ધીમા પડ્યાં છે, ત્યારે ભૂમિપૂજન બાદ ખતમ થવાનો અંદાજ છે. ભગવાન શ્રીરામની પ્રતિમા માટે જમીન પસંદ કરી ગેજેટ પણ કાઢી દેવાયું છે. મુખ્યમંત્રીના વિશેષ કાર્યાધિકારી સંજીવે કહ્યું કે સીએમ ઈચ્છે છે કે અયોધ્યાનો ગૌરવશાળી ભૂતકાળ નવા, ભવ્ય તથા આધુનિક સ્વરૂપમાં સામે આવશે. એટલા માટે શહેર વિકસિત કરાઈ રહ્યું છે.

4 ક્ષેત્રોમાં જમીનની કિંમતમાં ભારે અંતર

·         શહેર : સર્કલ રેટ 6 હજાર – 15 હજાર, બજાર ભાવ 10 હજારથી 25 હજાર ચો.મી.

·         ગામ : સર્કલ રેટ 3500થી 8000, બજાર ભાવ 7 હજારથી 20 હજાર ચો.મી.

·         હાઈવે નજીક : સર્કલ રેટ 58 લાખથી 3.04 કરોડ રૂ., બજાર ભાવ 1.25 કરોડથી 13 કરોડ રૂ. પ્રતિ ચો.મી.

·         બહાર : સર્કલ રેટ 3000થી 8200, બજાર ભાવ 7 હજારથી 25 હજાર ચો.મી.

 

adv

Related News

post
post
post
post
post
post
post