• Home
  • News
  • પ્રવાસન ક્ષેત્રે કરમાફી પછી 25% હિસ્સો જ બચશે, 4 કરોડ બેકાર થશે
post

આર્થિક સંકટથી 75 ટકાની નોકરી જવાનું નક્કી

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-15 11:35:17

નવી દિલ્હી. કોરોના મહામારીના કારણે તમામ વેપાર-ધંધા પર સંકટ સર્જાયું છે, પરંતુ સૌથી વધુ નુકસાન પ્રવાસન, ટ્રાવેલ અને હોસ્પિટાલિટી ક્ષેત્રને થશે. દેશમાં 5.5 કરોડને રોજગાર આપતા આ ક્ષેત્રમાં એક કરોડ કર્મી બેરોજગાર થઇ ગયા છે, હજુ 3 કરોડ લોકો બેરાજગાર થવાની સ્થિતિમાં છે. ફેડરેશન ઓફ એસોસિએશન ઇન ઇન્ડિન ટૂરિઝમ એન્ડ હોસ્પિટાલિટી (FAITH) મુજબ કોરોના સંકટના કારણે તમામ કંપનીઓની નાણાકીય સ્થિતિ ખરાબ થઇ ગઇ છે. વિશ્વમાં સૌથી વધુ નુકસાન ભારતમાં થયું છે. કારણ કે વિશ્વના બાકી દેશોમાં સરકારો રાહત પેકેજ આપી રહી છે. સાથે જોબ સ્કીમ હેઠળ પગાર પણ આપી રહી છે. તમામ પ્રકારના ટેક્સ માફ કરી દેવાયા છે.


પ્રવાસન ઉદ્યોગ 4 કરોડથી વધુને રોજગારી આપે છે
2018-19માં ભારતમાં પ્રવાસન ક્ષેત્રમાં 4.2 કરોડ નોકરીઓ સર્જાઇ હતી. જે દેશમાં કુલ રોજગારનો 8.1 ટકા હતો.2018માં જીડીપીમાં ટ્રાવેલ અને પ્રવાસનના કુલ યોગદાન મામલે ભારત 185 દેશોમાં ત્રીજા સ્થાને હતું. દેશમાં 53000 હોટેલ્સ- ગેસ્ટ હાઉસ અને 5 લાખથી વધુ રેસ્ટોરન્ટ છે. 

adv

Related News

post
post
post
post
post
post
post