• Home
  • News
  • વર્લ્ડ બેન્કના કન્ટ્રી ડાયરેક્ટરે કહ્યુ- ભારત સ્થિર અર્થતંત્ર માટે રૂ. 6થી 10 લાખ કરોડ સુધી ખર્ચી શકે
post

ભારત કામદારો માટે પોર્ટેબલ સોશિયલ ઇન્સ્યોરન્સ મોડલ વિચારી શકે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-15 09:37:49

નવી દિલ્હી: કોરોના મહામારી સામેના જંગમાં ભારતને વર્લ્ડ બેન્કે 100 કરોડ ડોલર (આશરે રૂ.7600 કરોડ)ની આર્થિક મદદ કરી છે. કોરોનાથી ભારત પર થતી અસર અને તેમાંથી બહાર આવવા અંગે વર્લ્ડ બેન્કના કન્ટ્રી ડાયરેક્ટર ઇન્ડિયા જુનૈદ અહેમદ સાથે વિશેષ વાતચીત કરી. તેમણે આ સંકટમાંથી બહાર નીકળવા પબ્લિક હેલ્થ સિસ્ટમને મજબૂત કરવા પર ભાર મૂક્યો. અહીં તેમની સાથે વાતચીતના મુખ્ય અંશ વાંચો...

વિશ્વબેન્કે ભારતને એક અબજ ડોલરનું પેકેજ આપ્યું છે, કયાં ક્ષેત્રોમાં મદદ અપાશે?
આ અંગે ભારત અને વિશ્વબેન્કે વિશેષ પ્રોજેક્ટ પર હસ્તાક્ષર કર્યા છે. જેનાથી લોકોમાં સંક્રમણ ફેલાતું રોકવા પ્રયાસો વધુ સક્ષમ થશે. આરોગ્ય પ્રણાલી મજબૂત કરવાના ઉપાય તરીકે જિલ્લા હોસ્પિટલો માટે ટેસ્ટિંગ કિટ્સની ખરીદી, નવા આઇસોલેશન વોર્ડ બનાવવા, હોસ્પિટલોના બેડને આઇસીયુમાં ફેરવવા સહિત પીપીઇ, વેન્ટિલેટર અને દવાઓ ખરીદી વધારવા જેવાં પગલાં લેવાશે. 


સંકટમાં ભારતનો રોડમેપ શું હોવો જોઇએ?
ત્રણ પ્રકારનાં પગલાં લઇ શકાય છે. એક પબ્લિક હેલ્થ સિસ્ટમને મજબૂત કરવું. બીજું ગરીબો અને કંપનીઓની સુરક્ષા કરવી, જેનાથી અર્થતંત્ર ફરી બેઠું થઇ શકે. ત્રીજું નાણાકીય ક્ષેત્રનું સંરક્ષણ છે. જેથી કંપનીઓ અને પરિવારોને જરૂર મુજબ લોન મળી શકે.  ખાસ કરીને એમએસએમઇ ક્ષેત્ર અને નાના ઉદ્યોગોને.


કોરોનાનું સંકટ 2008ની વૈશ્વિક મહામંદીથી કઇ રીતે અલગ છે, કેવી રીતે બચી શકાશે?
2008ની મંદી એક નાણાકીય આંચકો હતો. તેનો જવાબ સરળ હતો કે માગ વધારો, આર્થિક પ્રોત્સાહન પેકેજ આપો, જેનાથી સંકટ ઉકેલી શકાય. પરંતુ આ વખતે હેલ્થ શોક છે. જેમાં તાકીદે અર્થતંત્રને આર્થિક પ્રોત્સાહન જરૂરી છે. ભારત લાંબા ગાળામાં બિનસંગઠિત ક્ષેત્રના કામદારો માટે પોર્ટેબલ સોશિયલ ઇન્સ્યોરન્સ મોડલ અંગે વિચારી શકે છે.


આના આર્થિક નુકસાનથી બહાર આવવા ભારતને કેટલો સમય લાગશે?
રોગની તીવ્રતા અને તે ક્યાં સુધી રહેશે તે નક્કી ન હોવાથી હાલ કંઇ કહેવું મુશ્કેલ છે. છતાં એ નિશ્ચિત છે કે ગરીબ વર્ગની સુરક્ષા અને ખાસ કરીને એમએસએમઇ જેવી કંપનીઓને પ્રોત્સાહિત કરવા માટે પગલાં પર નિર્ભર કરે છે.


ભારતમાં બેન્કોને કેટલી લિક્વિડિટીની જરૂર પડશે?
આરબીઆઇએ ગત વર્ષે એનપીએની સ્થિતિમાં સુધારના સંકેત આપ્યા હતા. એનબીએફસી અંગે થોડી સમસ્યા પણ હતી. પરંતુ ભારતનું દેવું બહુ મોટું નથી એ સમજવું મહત્વનું છે. ભારત પાસે જીડીપીના 3-5 ટકા( આશરે 6થી 10 લાખ કરોડ રૂપિયા) જેટલો નાણાકીય સ્ત્રોત છે, જે તે આર્થતંત્રને સ્થિર કરવા પ્રક્રિયામાં વાપરી શકે છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post