• Home
  • News
  • હૈદરાબાદમાં ITના દરોડા, તેલંગાણાના મંત્રી સબિતા રેડ્ડીના સંબંધીઓના ઘરે સર્ચ ઓપરેશન ચાલુ
post

તેલંગાણામાં નવેમ્બર મહિનાના અંતે વિધાનસભા ચુંટણી માટે મતદાન થવાનું છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-11-13 17:28:15

IT Raids In Telangana : નવેમ્બર મહિનાના અંતે તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. પરંતુ મતદાન પહેલા ED અને ઇન્કમટેક્સ દ્વારા તેલંગાણામાં સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે.  તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં આજે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. મળેલા અહેવાલો મુજબ ઇન્કમટેક્સ વિભાગની ટીમ કુલ 15 સ્થળો પર દરોડા પાડી રહી છે.

તેલંગાણાનાના મંત્રી સબિતા ઈન્દ્રા રેડ્ડીના સંબંધીઓના ઘરે દરોડા

ઇન્કમટેક્સના અધિકારીઓ તેલંગાણાનાના મંત્રી સબિતા ઈન્દ્રા રેડ્ડીના સંબંધીઓના ઘરે દરોડા પાડી રહ્યા છે. ઈન્કમટેક્સ અધિકારીઓએ ગાચીબોવલીમાં એક એપાર્ટમેન્ટમાં રહેતા પ્રદીપ નામના વ્યક્તિના ઘરે દરોડા પાડ્યા છે. મળેલા અહેવાલ મુજબ પ્રદીપ તેલંગાણાના મંત્રી સબિતા ઈન્દ્રાના નજીકના સંબંધી છે. આટલું જ નહીં પરંતુ ટીમે રેડ્ડીના અન્ય સંબંધીઓના ઘરે પણ તલાશી લીધી છે.

હૈદરાબાદમાં 15 સ્થળોએ એક સાથે દરોડા

ઇન્કમટેક્સના અધિકારીઓ હાલ હૈદરાબાદમાં એક પ્રમુખ ફાર્મા કંપની પર પણ દરોડા પાડી રહ્યા છે. આ સાથે હૈદરાબાદમાં 15 જુદા જુદા સ્થળોએ એક સાથે દરોડા પાડવામાં આવી રહ્યા છે. ફાર્મા કંપનીના માલિકના ઘરે અને ઓફિસમાં તલાશી લેવામાં આવી રહી છે. બે દિવસ પહેલા તેલંગાણાના ખમ્મામ જિલ્લામાં કોંગ્રેસ નેતા પોંગુલેટી શ્રીનિવાસ રેડ્ડીના ત્યાં ઇન્કમટેક્સ વિભાગની ટીમે દરોડા પડ્યા હતા. કોંગ્રેસના નેતાઓ હાલ પ્રચારમાં વ્યસ્ત છે. રેડ્ડી તાજેતરમાં BRSમાંથી કોંગ્રેસમાં જોડાયા હતા. તેઓ લોકસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે.

adv

Related News

post
post
post
post
post
post
post