• Home
  • News
  • 'જેઠાલાલ'ના નવા ફાયર બ્રિગેડ:સિરિયલમાં શૈલેષ લોઢાની જગ્યાએ આ એક્ટરની થશે ધમાકેદાર એન્ટ્રી?
post

અસિત મોદીએ શૈલેષ લોઢાને પાછા ફરવા માટે ઘણા જ મનાવ્યા હતા. તેમણે આ અઠવાડિયા સુધી મનાવવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ તમામ મહેનત પર પાણી ફરી વળ્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-22 18:22:58

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં શૈલેષ લોઢાએ શો છોડી દીધો છે. શૈલેષ લોઢા સિરિયલના અંતે આવતો મોનોલોગ જ શૂટ કરે છે. મેકર્સે શૈલેષ લોઢા પરત ફરે તેની રાહ જોઈ હતી. જોકે, શૈલેષ લોઢા પરત ફરવાના મૂડમાં નથી. શૈલેષ લોઢા સિરિયલમાં તારક મહેતાનો રોલ ભજવતા હતા. આથી જ મેકર્સે આ પાત્ર માટે નવા કલાકારની શોધ કરી લીધી છે. નોંધનીય છે કે સિરિયલમાં જેઠાલાલ (દિલીપ જોષી) તારક મહેતાને પોતાના ફાયર બ્રિગેડ કહેતા હોય છે, કારણ કે જેઠાલાલ જ્યારે પણ મુશ્કેલીમાં ફસાય ત્યારે તારક મહેતા બચાવવા માટે તૈયાર જ હોય છે.

'ઇ ટાઇમ્સ'ના અહેવાલ પ્રમાણે, સિરિયલમાં તારક મહેતાના પાત્ર માટે નવા કલાકારને લેવામાં આવ્યો છે. આ કલાકારનું નામ જયનીરજ રાજપુરોહિત છે. સૂત્રોના મતે, મેકર્સે જયનીરજ રાજપુરોહિતને ફાઇનલ કર્યા છે. જોકે, હજી સુધી સિરિયલ કે કલાકાર તરફથી આ અંગે ઓફિશિયલ પુષ્ટિ કરવામાં આવી નથી.

કોણ છે જયનીરજ રાજપુરોહિત?
જયનીરજ રાજપુરોહિતે ટીવી સિરિયલ તથા હિંદી ફિલ્મમાં કામ કર્યું છે. જયનીરજે 'બાલિકાવધૂ', 'લાગી તુઝસે લગન', 'મિલે જબ હમ તુમ' જેવી હિંદી સિરિયલમાં કામ કર્યું છે. આ ઉપરાંત તે 'ઓહ માય ગોડ', 'આઉટસોર્સ્ડ' તથા 'સલામ વેંકી' જેવી હિંદી ફિલ્મમાં પણ જોવા મળ્યો હતો.

શૈલેષ લોઢાએ કેમ સિરિયલ છોડી?
અસિત મોદીએ શૈલેષ લોઢાને પાછા ફરવા માટે ઘણા જ મનાવ્યા હતા. તેમણે આ અઠવાડિયા સુધી મનાવવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ તમામ મહેનત પર પાણી ફરી વળ્યું હતું. અસિત મોદી મહિનામાં શૈલેષ લોઢાને 15 દિવસથી વધુ દિવસ સેટ પર બોલાવતા નથી, આથી જ શૈલેષ લોઢાએ બાકીના સમયમાં અન્ય પ્લેટફોર્મ પર આવતાં કવિતા બેઝ શોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. અસિત મોદીએ શૈલેષ લોઢાને વિનંતી કરી હતી કે તે કોન્ટ્રેક્ટ તોડીને બીજા શોમાં કામ કરી શકે નહીં. તે આ રીતની પરવાનગી પણ આપી શકે નહીં. જો તે એકને મંજૂરી આપશે તો બાકીના કલાકારો પણ કોન્ટ્રેક્ટ તોડશે. અસિત મોદીએ સિરિયલમાં કામ કરતા તમામ કલાકારો સાથે એક ખાસ કોન્ટ્રેક્ટ કર્યો છે. આ કોન્ટ્રેક્ટ પ્રમાણે, સિરિયલમાં કામ કરતા કલાકારો અન્ય બીજું કોઈ કામ કરી શકે નહીં. પછી ભલે તેમને મહિનામાં 15 દિવસ ઘરે જ કેમ ના બેસવાનું હોય.

આ કલાકારોએ અત્યારસુધી સિરિયલ છોડી
આ પહેલાં સિરિયલને દિશા વાકાણી (દયાભાભી), ઝીલ મહેતા (સોનુ), નિધિ ભાનુશાલી (સોનુ), ભવ્ય ગાંધી (ટપુ), મોનિકા ભદોરિયા (બાંવરી), ગુરુચરણ સિંહ (સોઢી), લાલ સિંહ માન (સોઢી), દિલખુશ રિપોર્ટર (રોશન સોઢી), નેહા મહેતા (અંજલિભાભી)એ અલવિદા કહ્યું છે. કવિ કુમાર આઝાદ (ડૉ. હાથી)નું વર્ષ 2018માં કાર્ડિયાક અરેસ્ટને કારણે અવસાન થયું હતું. ગયા વર્ષે ઘનશ્યામ નાયક (નટુકાકા)નું નિધન થયું હતું અને હવે કિરણ ભટ્ટ આ પાત્ર ભજવે છે.

adv

Related News

post
post
post
post
post
post
post