• Home
  • News
  • જુનિયર NTRએ અમિત શાહની મુલાકાત લીધી:ગૃહમંત્રીએ એક્ટરના વખાણ કરીને કહ્યું, 'તમે અમારી તેલુગુ સિનેમાના હીરો છો'
post

જુનિયર NTRની ફિલ્મ RRRએ વર્લ્ડવાઇડ 1200 કરોડનો બિઝનેસ કર્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-22 18:14:41

સાઉથ સુપરસ્ટાર જુનિયર NTRએ હાલમાં જ હૈદરાબાદમાં ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત લીધી હતી. અમિત શાહે સો.મીડિયામાં આ મુલાકાતની તસવીરો પણ શૅર કરી હતી. અમિત શાહે એક્ટરને ટેલેન્ટેડ એક્ટર ગણાવ્યો હતો.

અમિત શાહે શું કહ્યું?
અમિત શાહે તસવીરો શૅર કરીને કહ્યું હતું, 'હૈદરાબાદમાં તેલુગુ સિનેમાના હીરો તથા ઘણાં જ પ્રતિભાશાળી એક્ટર જુનિયર NTR સાથે વાત થઈ.' જુનિયર NTRએ આ પોસ્ટ રી-પોસ્ટ કરીને કહ્યું હતું, 'અમિતજી તમને મળીને ઘણો જ આનંદ થયો. તમારા શબ્દો માટે આભાર.'

મુલાકાત પાછળ રાજકીય ગણિત?
અમિત શાહ તથા જુનિયર NTRની મુલાકાત અંગે અનેક પ્રકારની અટકળો થઈ રહી છે. રિપોર્ટ્સ પ્રમાણે, હોમ મિનિસ્ટરે એક્ટરને કહ્યું હતું કે ભાજપ સમય આવ્યા એક્ટરની સેવાઓ લેશે. ઉલ્લેખનીય છે કે 2009માં એક્ટરે TDP માટે પ્રચાર કર્યો હતો. ત્યારબાદથી જુનિયર NTRએ પોલિટિક્સથી અંતર જાળવી રાખ્યું છે.

રાજ્યના ભાજપ નેતાઓને આ મુલાકાત અંગે ખબર નહોતી
હોમ મિનિસ્ટર તથા એક્ટરની આ મુલાકાત અંગે છેક છેલ્લી ઘડી સુધી કોઈને ખબર નહોતી. ત્યાં સુધી રાજ્યના નેતાઓને પણ ખ્યાલ નહોતો. તમામ પ્રોગ્રામની જાહેરાત માત્ર એકાદ-બે કલાક પહેલાં જ કરવામાં આવી હતી. ભાજપના એક નેતાએ કહ્યું હતું કે અમિત શાહે RRRમાં એક્ટરના પર્ફોર્મન્સથી પ્રભાવિત થઈને મુલાકાત કરી હતી. જોકે, પછી એ સવાલ થઈ રહ્યો છે કે રામચરણ તેજા પણ સાથે હોવો જોઈતો હતો. આથી જ આ મુલાકાત પાછળ રાજકીય પરિબળો જવાબદાર છે.

RRR1200 કરોડનો બિઝનેસ કર્યો
જુનિયર NTRની ફિલ્મ RRRએ વર્લ્ડવાઇડ 1200 કરોડનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મ બે તેલુગુ ફ્રિડમ ફાઇટર્સ પર આધારિત છે. ફિલ્મમાં રામચરણ તેજા તથા જુનિયર NTR લીડ રોલમાં હતાં. અજય દેવગન તથા આલિયા ભટ્ટ પણ મહત્ત્વના રોલમાં હતાં.

adv

Related News

post
post
post
post
post
post
post