• Home
  • News
  • 'અભય' કમલ હાસનનો મોદીને સવાલ:કોરોનાને કારણે અડધો દેશ ભૂખ્યો રહે છે તો 1000 કરોડની નવી સંસદની શું જરૂર?
post

નવા સંસદ ભવનના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની પદ્ધતિ અંગે સુપ્રીમ કોર્ટે 7 ડિસેમ્બરે નારાજગી વ્યક્ત કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-14 11:05:19

અભિનેતા અને મક્કલનિધી મય્યમના પ્રમુખ કમલ હસને સૂચિત નવા સંસદ ભવન અંગે સવાલ ઉઠાવ્યા છે. તેમણે વડાપ્રધાન પર નિશાન સાધતા કહ્યું કે ચીનની દીવાલના નિર્માણમાં હજારો લોકો માર્યા ગયા હતા. તે સમયે રાજાઓએ કહ્યું હતું કે દીવાલ લોકોની સુરક્ષા માટે છે. હવે જ્યારે કોરોના રોગચાળાને કારણે પોતાની આજીવિકા ખોયા પછી ભારતનો અડધો હિસ્સો ભૂખ્યો છે તો કોણ 1000 કરોડના ખર્ચે બની રહેલી સંસદનું નિર્માણ કરશે. મહેરબાની કરીને વડાપ્રધાન જવાબ આપે. કમલ હસન 13થી 16 ડિસેમ્બર દરમિયાન પ્રથમ તબક્કાના ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરી રહ્યાં છે.

2018માં પાર્ટી બનાવી હતી
હાસને એક્ટર તરીકે ઘણી નામના મેળવી. ફિલ્મ પ્રોડ્યૂસર, ડાયરેક્ટર, રાઈટર રહી ચુક્યાં છે. હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું. 2018માં તેમની પાર્ટી મક્કલ નીધિ મય્યમ બનાવી. 2019ની લોકસભા ચૂંટણીમાં તેમની પાર્ટી એક પણ સીટ જીતી શકી ન હતી, પણ તેમને લગભગ 4% મત મળ્યા હતા.

વિધાનસભા ચૂંટણી પર ફોકસ
હાસનની પાર્ટીનું ફોકસ 2021માં યોજાનારી વિધાનસભા ચૂંટણી પર છે. ઝડપથી જ તે મદુરર્ઈથી તેમના પહેલા ચૂંટણી અભિયાનની શરૂઆત કરશે. સાથે જ તમિલનાડુમાં ભાજપ અને AIMDK મળીને ચૂંટણી લડશે.

10 ડિસેમ્બરે ભૂમિપૂજન કર્યું હતું
વડાપ્રધાન મોદીએ 10 ડિસેમ્બરે સંસદ ભવનની નવી બિલ્ડિંગનું ભૂમિપૂજન કર્યું હતું. નવા ભવનમાં લોકસભા સાંસદો માટે લગભગ 888 અને રાજ્યસભા સાંસદો માટે 326થી વધુ બેઠકો હશે.હાલની સંસદ 1921માં બનવાની શરૂ થઈ, 6 વર્ષ એટલે કે 1927માં બનીને તૈયાર થઈ હતી.

2022માં બનીને તૈયાર થઈ જશે
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ વડાપ્રધાનને ભૂમિપૂજનનું નિમંત્રણ આપ્યું. તેમણે એવું પણ કહ્યું હતું કે, 2022માં દેશની આઝાદીના 75 વર્ષ પુરા થવા અંગે અમે નવા સંસદ ભવનમાં બન્ને ગૃહોના સેશનની શરૂઆત કરીશું. નવું સંસદ ભવન સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો ભાગ છે.

ટાટાને જવાબદારી મળશે
અધિકારીઓએ સપ્ટેમ્બરમાં જણાવ્યું હતું કે, નવા ભવનને ત્રિકોણ આકારમાં ડિઝાઈન કરવામાં આવ્યું છે. જેને હાલના પરિસર પાસે જ બનાવવામાં આવશે. આ અંગે 861.90 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. જેને બનાવવાની જવાબદારી ટાટા પ્રોજેક્ટ્સ લિમીટેડને મળી છે.

સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી
નવા સંસદ ભવનના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની પદ્ધતિ અંગે સુપ્રીમ કોર્ટે 7 ડિસેમ્બરે નારાજગી વ્યક્ત કરી હતી. આ કેસમાં દાખલ કરાયેલી અરજીઓ પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ કોઈ કંસ્ટ્રક્શન, તોડફોડ અથવા ઝાડ કાપવાનું કામ ત્યાં સુધી ન થવું જોઈએ, જ્યાં સુધી પેન્ડિંગ અરજીઓ પર અંતિમ નિર્ણય ન આવી જાય.

 

adv

Related News

post
post
post
post
post
post
post