• Home
  • News
  • કોંગ્રેસમાં લોકશાહીની માગણી કરનારા કપિલ સિબ્બલનું પક્ષને 3 કરોડનું દાન, સોનિયા-રાહુલે 54-54 હજાર અને મનમોહને 1 લાખ આપ્યા
post

પક્ષને દાનમાં જી-23 નેતાઓથી સોનિયા-રાહુલ પાછળ

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-06 12:50:54

કોંગ્રેસને 2019-20માં 139 કરોડનું દાન મળ્યું છે. જોકે પક્ષને સૌથી વધુ ફાળો કપિલ સિબ્બલે આપ્યો છે. તેમણે 3 કરોડ રૂપિયા પક્ષને દાનમાં આપ્યા છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાં લોકશાહીની માગ કરવામાં કપિલ સિબ્બલ સહિતના 23 નેતા અગ્રણી હતા.

ચૂંટણીપંચે જાહેર કરેલા આંકડા મુજબ, આઈટીસી અને તેની સાથે સંકળાયેલી કંપનીઓએ 19 કરોડનું દાન આપ્યું છે. જ્યારે પ્રુડેન્ટ ઈલેક્ટોરલ ટ્રસ્ટે 39 કરોડનું દાન કર્યું છે. ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે 1 એપ્રિલ 2019થી 31 માર્ચ 2020 દરમિયાન 1 લાખ 8 હજારનું દાન આપ્યું છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ 54-54 હજારનું દાન આપ્યું છે.પક્ષને દાન આપનારા અન્ય સભ્યોમાં આનંદ શર્માએ 54 હજાર, શશી થરુરે 54 હજાર, ગુલામનબી આઝાદે 54 હજાર, મિલિન્દ દેવરાએ 1 લાખ અને રાજ બબ્બરે 1 લાખ 8 હજારનું દાન કર્યું છે. ઉલ્લેખનીય છે કે કાયદા હેઠળ રાજકીય પક્ષોને 20 હજારથી વધુ દાન આપનાર વ્યક્તિ, કંપની કે સંગઠનો અંગે માહિતી આપવી પડે છે.

સિંધિયાએ 54 હજારનું દાન આપ્યું હતું
રસપ્રદ વાત એ છે કે કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થનાર મધ્યપ્રદેશના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ 2019-20ના નાણાકીય વર્ષ દરમિયાન કોંગ્રેસ પાર્ટીને 54 હજારનું દાન આપ્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post