• Home
  • News
  • કપિલ જોવા મળ્યો નવા લુકમાં:પિંક કલર ટીશર્ટ પહેરેલી તસવીર શેર કરતાં કપિલે કહ્યું, ‘ખરો મર્દ જ પિંક પહેરે!’
post

હાલમાં જ 'ધ કપિલ શર્મા'ની નવી સીઝનનો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-27 19:02:11

કપિલ સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે. થોડા દિવસ પહેલાં કોમેડિયન કપિલ શર્માએ 'ધ કપિલ શર્મા'ની નવી સીઝનનો પ્રોમો રિલીઝ કર્યો હતો. કપિલ આજકાલ ટ્રાન્સફોર્મેશન ફ્લોન્ટ કરે છે. નાના પડદા પર કમબેક કરવા માટે કપિલે બોડી પણ બનાવી લીધી છે. થોડા દિવસ પહેલાં બ્લેક એન્ડ વ્હાઇટ આઉટફિટમાં પણ કપિલે તસવીર શેર કરી હતી. હાલ તો તે પિંક આઉટફિટને કારણે ચર્ચાનો વિષય બન્યો છે.

હાલમાં ​કપિલે એક નવી તસવીર શેર કરી છે. આ તસવીરમાં તેણે હોટ પિંક કલરનું ટી-શર્ટ પહેર્યું છે. આ સાથે જ આંખો પર ચશ્માં પહેરીને કોમેડિયનો સ્વેગ પોઝ આપી રહ્યા છે. આ તસવીરમાં કપિલના હેર કટ અને બિયર્ડ લુક જબરદસ્ત લાગી રહ્યો છે. આ સાથે કપિલે કહ્યું હતું કે 'અસલી મર્દ પિંક કલર પહેનતે હૈ.'

ઇતિહાસમાં પિન્ક કલરનું મહિલાઓ સાથે કોઈ કનેક્શન નહોતું
આ ફોટોના કેપ્શનમાં કપિલ શર્માએ એક્ટ્રેસ તમન્ના ભાટિયાને ટેગ કરતાં લખ્યું, 'મેં હમણાં જ ગૂગલ કર્યું છે, તમન્ના ભાટિયા. શું છોકરાઓ પિંક કલર પહેરી શકે? હા, તમે બરાબર વાંચ્યું છે. અસલી મર્દ પિંક આઉટફિટ પહેરે છે. પિંક કલર છોકરાઓનો શાનદાર કલર છે. પિંક કલર ઇતિહાસમાં મહિલાઓ સાથે સંકળાયેલો રંગ નહોતો. 18મી સદીમાં પુરુષો પિંક કલરના સિલ્ક સૂટ પહેરવા માટે જાણીતા હતા, જેમાં ફ્લોરલ ડિઝાઇન હતી. પુરુષો પિંક કલરના આઉટફિટ પહેરે છે તો તેની મર્દાનગી જતી નથી રહેતી,.'

ટૂંક સમયમાં જ પરત ફરશે નાના પડદા પર
હાલમાં જ 'ધ કપિલ શર્મા'ની નવી સીઝનનો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો હતો. આ શોમાં ટીવી એક્ટ્રેસ સૃષ્ટિ રોડેએ ધમાકેદાર એન્ટ્રી લીધી છે. નવાઈની વાત એ છે કે પ્રોમોમાં સપના એટલે કે કૃષ્ણા અભિષેક જોવા મળ્યો નથી. 'ધ કપિલ શર્મા'નો લેટેસ્ટ પ્રોમો સો.મીડિયામાં વાઇરલ થયો છે. આ શો 10 સપ્ટેમ્બરથી શરૂ થશે.

સૃષ્ટિ રોડેની એન્ટ્રી
શોમાં ટીવી એક્ટ્રેસ સૃષ્ટિ રોડેની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. અર્ચના પૂરન સિંહ પણ પ્રોમોમાં જોવા મળી હતી. આ ઉપરાંત કિકુ શારદા, ગૌરવ દુબે, ઈશ્તિયાક ખાન, શ્રીકાંત મસ્કી, સિદ્ધાર્થ સાગર પણ જોવા મળ્યા હતા, જોકે પ્રોમોમાં કૃષ્ણા અભિષેક જોવા મળ્યો નહોતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post