• Home
  • News
  • અલ્લુ અર્જુનની રાહ પર કાર્તિક આર્યન:એક્ટરે પાન-મસાલાની જાહેરાત રિજેક્ટ કરી, 9 કરોડ રૂપિયા ઠુકરાવ્યા
post

થોડાં મહિના પહેલાં અક્ષય કુમારે પાન-મસાલાની જાહેરાત કરી હતી. ત્યારબાદ ઘણો જ વિવાદ થયો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-29 18:48:43

શાહરુખ ખાન, અક્ષય કુમાર, અજય દેવગન જેવા સ્ટાર્સે પાન-મસાલાની જાહેરાતમાં કામ કર્યું હતું અને તેમને ટ્રોલ પણ કરવામાં આવ્યા હતા. તો બીજી બાજુ બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યને એક અલગ જ ઉદાહરણ પૂરું પાડ્યું છે. કાર્તિક આર્યને પાન-મસાલાની જાહેરાત ઠુકરાવી દીધી હતી. આ જાહેરાત માટે કાર્તિક આર્યનને કરોડો રૂપિયા મળતા હતા. કાર્તિકના આ નિર્ણયને વખાણવામાં આવ્યો છે. નોંધનીય છે કે આ પહેલાં સાઉથ સ્ટાર અલ્લુ અર્જુને પાન-મસાલાની કરોડોની જાહેરાત ઠુકરાવી હતી.

નવ કરોડ રૂપિયાની ઑફર
વેબ પોર્ટલ 'બોલિવૂડ હંગામા'ના અહેવાલ પ્રમાણે, કાર્તિક આર્યનને હાલમાં જ એક ઑફર મળી હતી. આ ઑફર પાન-મસાલા બ્રાન્ડની હતી. જોકે, એક્ટરે આ ઑફર ઠુકરાવી દીધી હતી. આ ઑફર નવ કરોડ રૂપિયાની હતી.

કાર્તિકના પોતાના પ્રિન્સિપલ
સૂત્રોના મતે, કાર્તિક આર્યને ઑફર રિજેક્ટ કરી તે અંગે જાણીતા એડ ગુરુએ કહ્યું હતું કે આ યોગ્ય કર્યું છે. તે છોકરાએ પાન-મસાલાની બ્રાન્ડ એન્ડોર્સ ના કરીને ટે 8-9 કરોડ રૂપિયાને ના પાડી છે. લાગે છે કે કાર્તિકના પોતાના પ્રિન્સિપલ છે. આજકાલના એક્ટર્સમાં આ જોવા મળતું નથી. કરોડો રૂપિયાને ઠુકરાવવા સરળ નથી. જોકે, કાર્તિક યુથ આઇકોન તરીકે પોતાની જવાબદારીથી સંપૂર્ણપણે સચેત છે.

સેન્સર બોર્ડના પૂર્વ ચેરપર્સન ને પ્રોડ્યૂસર પહલાજ નિહલાણીએ કહ્યું હતું કે પાન-મસાલા લોકોને મારી નાખે છે. ગુટકા ને પાન-મસાલાની જાહેરાત કરીને બોલિવૂડના રોલ મોડલ આખરે દેશને નુકસાન પહોંચાડી રહ્યા છે.

કાર્તિક આર્યનના વર્કફ્રન્ટની વાત કરીએ તો એક્ટરની ફિલ્મ 'ભૂલ ભુલૈયા 2' બોક્સ ઓફિસ પર સુપરડુપર હિટ રહી હતી. હવે તે 'શહઝાદા'માં ક્રિતિ સેનન સાથે જોવા મળશે. આ ઉપરાંત તે 'કેપ્ટન ઇન્ડિયા', 'ફ્રેડી', 'સત્ય પ્રેમ કી કથા'માં જોવા મળશે.

આ સ્ટાર્સ ચાહકોનો રોષનો ભોગ બન્યા હતા
થોડાં મહિના પહેલાં અક્ષય કુમારે પાન-મસાલાની જાહેરાત કરી હતી. ત્યારબાદ ઘણો જ વિવાદ થયો હતો. અંતે અક્ષય કુમારે માફી માગી હતી અને ચાહકોને વચન આપ્યું હતું કે તે ભવિષ્યમાં આવું કંઈ જ કરશે નહીં. અક્ષય ઉપરાંત શાહરુખ ખાન, અજય દેવગન પણ ચાહકોના નિશાને હતા. અમિતાભ બચ્ચને પણ પાન-મસાલાની જાહેરાત કરતાં વિવાદ થયો હતો અને પછી તેમણે કોન્ટ્રાક્ટ કેન્સલ કર્યો હતો.

adv

Related News

post
post
post
post
post
post
post