• Home
  • News
  • 'લાલ સિંહ ચઢ્ઢા' ભારતમાં ફ્લોપ, વિદેશમાં છવાઈ:ગ્લોબલ બોક્સિ ઓફિસ પર 59 કરોડની કમાણી કરી હાઇએસ્ટ ગ્રોસર બની, 'કાશ્મીર ફાઇલ્સ'ને પછાડી
post

નુકસાનથી બચવા માટે 64 કરોડની કમાણી કરવી પડશે

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-24 18:04:51

આમિર ખાનની 'લાલ સિંહ ચઢ્ઢા' ઇન્ડિયન બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ ગઈ છે. જોકે, આ ફિલ્મે ઓવરસીઝ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી છે. વિદેશની કમાણીમાં આ ફિલ્મે ભારતમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ 'ભૂલ ભુલૈયા 2', 'ધ કાશ્મીર ફાઇલ્સ' તથા 'ગંગુબાઈ કાઠિયાવાડી'નો રેકોર્ડ તોડ્યો છે. 11 ઓગસ્ટે રિલીઝ થયેલી આ ફિલ્મે ભારતમાં 56 કરોડની કમાણી કરી છે.

'ધ કાશ્મીર ફાઇલ્સ' તથા 'ભૂલ ભુલૈયા 2'ને પછાડી
'લાલ સિંહ ચઢ્ઢા'એ ગ્લોબલ બોક્સ ઓફિસમાં અત્યાર સુધી 7.5 મિલિયન ડૉલર એટલે કે 59 કરોડની કમાણી છે, જ્યારે 'ગંગુબાઈ કાઠિયાવાડી'7.47 મિલિયન ડૉલર એટલે કે 59.58 કરોડની, 'ભૂલ ભુલૈયા 2' 5.88 મિલિયન ડૉલર (46.90 કરોડ) તથા 'ધ કાશ્મીર ફાઇલ્સ' 5.70 મિલિયન ડૉલર (45.46 કરોડ)ની કમાણી કરી છે. 'લાલ સિંહ ચઢ્ઢા' આ વર્ષે વિદેશી બોક્સ ઓફિસ પર હાઇએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ બની ગઈ છે.

નુકસાનથી બચવા માટે 64 કરોડની કમાણી કરવી પડશે
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ફિલ્મે 23 ઓગસ્ટના રોજ ઇન્ડિયન બોક્સ ઓફિસ પર 65 લાખ રૂપિયાની કમાણી કરી હતી. ફિલ્મે 23 ઓગસ્ટ સુધી 56.09 કરોડની કમાણી કરી છે. ગ્લોબલ કલેક્શન 59 કરોડ છે. આ હિસાબે ફિલ્મે વર્લ્ડવાઇડ 116 કરોડ કમાયા છે. ફિલ્મનું બજેટ 180 કરોડ રૂપિયા છે. ફિલ્મને નુકસાનથી બચાવવા માટે હજી પણ 64 કરોડની કમાણી થાય તે જરૂરી છે.

adv

Related News

post
post
post
post
post
post
post