• Home
  • News
  • 'લાલ સિંહ ચઢ્ઢા'ની મુશ્કેલી વધી:નેટફ્લિક્સે ડીલ કેન્સલ કરી, OTT રિલીઝ માટે આમિરની ફિલ્મ માટે કોઈ લેવાલ જ નહીં!
post

11 ઓગસ્ટના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મે 11 દિવસમાં માત્ર 55.89 કરોડની કમાણી કરી

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-22 17:24:02

આમિર ખાનની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી છે. આમિર ખાનની કમબેક ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરડુપર હિટ જશે તેવી આશા પર પાણી ફરી વળ્યું છે. ફિલ્મ આ હદે ફ્લોપ જશે તેની કલ્પના સુદ્ધા કોઈને નહોતી. હવે 'લાલ સિંહ ચઢ્ઢા'ને ડિજિટલ પ્લેટફોર્મ પર પણ લેવા કોઈ તૈયાર નથી. નેટફ્લિક્સે પણ પીછેહઠ કરી છે.

ડિજિટલ રિલીઝ મુશ્કેલીમાં
છેલ્લાં કેટલાંક સમયથી ડિજિટલ પ્લેટફોર્મનો ક્રેઝ વધતો જાય છે. આ જ કારણે ફિલ્મ થિયેટરમાં રિલીઝ થાય તેના ચાર અઠવાડિયા પછી ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થતી હોય છે. 'લાલ સિંહ ચઢ્ઢા' ડિજિટલ પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર સ્ટ્રિમ થવાની હતી.

ડીલ કેન્સલ થઈ
સૂત્રોના મતે, બોક્સ ઓફિસ પર 'લાલ સિંહ ચઢ્ઢા'ના ભૂંડા હાલ જોયા બાદ નેટફ્લિક્સે આમિર ખાનની ફિલ્મ સાથે થયેલી ડીલ કેન્સલ કરી દીધી છે. આમિર તથા વાયકોમે 'લાલ સિંહ ચઢ્ઢા'ના ડિજિટલ રાઇટ્સ માટે 200 કરોડ રૂપિયાની ડિમાન્ડ કરી હતી. આટલું જ નહીં થિયેટર રિલીઝ તથા ડિજિટલ રિલીઝ વચ્ચે ઓછામાં ઓછા ત્રણ મહિનાનો ગેપ રાખવાની શરત મૂકી હતી. જોકે, હવે બોક્સ ઓફિસ પર જ ફિલ્મ પીટાઈ જતાં નેટફ્લિક્સે ફિલ્મને ખરીદવામાં કોઈ રસ બતાવ્યો નહીં અને જે ડીલ હતી તે પણ કેન્સલ કરી દીધી છે. હવે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે આમિરની ફિલ્મને ડિજિટલ પ્લેટફોર્મ પર લેવા માટે કોઈ તૈયાર જ નથી.

11 દિવસમાં 55.89 કરોડની કમાણી
11 ઓગસ્ટના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મે 11 દિવસમાં માત્ર 55.89 કરોડની કમાણી કરી છે. આમિર ખાને ચાર વર્ષ બાદ આ ફિલ્મથી કમબેક કર્યું હતું. આ ફિલ્મ આમિરનો ડ્રીમ પ્રોજેક્ટ હતો, પરંતુ દર્શકોએ આ નકારી કાઢ્યો છે. ફિલ્મમાં આમિર ઉપરાંત કરીના કપૂર, મોના સિંહ પણ હતા. ફિલ્મને અદ્ધૈત ચંદને ડિરેક્ટ કરી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post