• Home
  • News
  • કોરોના કાળમાં મેરેજ ઇનોવેશન, તમિલનાડુમાં એક આર્ટ ડાયરેક્ટરે ટ્રકને જ વેડિંગ હોલ બનાવી દીધી
post

સ્થળ પર ગયા પછી એક કલાકમાં ટ્રક ડેકોરેશનનું કામ પૂરું થાય છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-10 09:55:29

ચેન્નાઈ: કોરોનાને કારણે દેશભરમાં લગ્નના હોલ, વાડી, બેન્કવેટ બંધ છે. તમિલનાડુમાં તિરુપુરના ઉડુ મલપેટમાં રહેતા એક આર્ટ ડાયરેક્ટર અબ્દુલ હકીમે મોબાઈલ વેડિંગ હોલનો કોન્સેપ્ટ રજૂ કર્યો છે. નાના ટ્રક પર બનાવેલો આ વેડિંગ હોલ જે પરિવારમાં લગ્ન હોય તેઓ ફોન કરે એટલે ત્યાં પહોંચી જાય છે. સાથે જ 50 મહેમાનો માટે કેટરિંગ અને બેસવાની વ્યવસ્થા પણ હોય છે.

સ્થળ પર ગયા પછી એક કલાકમાં ટ્રક ડેકોરેશનનું કામ પૂરું થાય છે. સ્ટેજ પર ચડવા ચીડી લગાવાય છે. મલ્ટિલાઈટ સિસ્ટમ, કારપેટ અને સાઉન્ડ સિસ્ટમ પણ તેમાં હોય છે. મહેમાનોને સ્ટેજ પર જવા પહેલા સેનિટાઈઝર અને માસ્ક પણ અપાય છે. તેનું ભાડું 25 હજાર રૂપિયા છે. કેટરિંગનો ચાર્જ 2 લાખ રૂપિયા જેમાં 50-50 મહેમાનોને બે ટાઈમનું ભોજન અપાય છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post