• Home
  • News
  • ભારત-બાંગ્લાદેશ વચ્ચે 55 વર્ષથી બંધ હલ્દીબાડી-ચિલ્હાટી રેલવે શરૂ, બંને દેશો વચ્ચે 6માંથી 5 રેલવે લિન્ક ફરી શરૂ થઈ
post

મોદીએ કહ્યું - 'પાડોશી પહેલા' પોલિસીમાં બાંગ્લાદેશ મહત્ત્વપૂર્ણ

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-18 11:17:54

ભારત-બાંગ્લાદેશ વચ્ચે 55 વર્ષથી બંધ પડેલી હલ્દીબાડી-ચિલ્હાટી રેલવે લાઇન ફરી શરૂ કરાય છે. વડાપ્રધાન મોદી અને બાંગ્લાદેશનાં વડાંપ્રધાન શેખ હસીનાએ ગુરુવારે ભારત-બાંગ્લાદેશ ઓનલાઈન સંમેલનમાં આ રેલવે લિન્કનું સંયુક્તરૂપે ઉદઘાટન કર્યું. તેની સાથે જ બંને દેશો વચ્ચે 6માંથી 5 રેલવે લિન્ક શરૂ થઈ ગઈ. બાંગ્લાદેશ 1971માં થયેલા યુદ્ધમાં વિજયની 50મી વર્ષગાંઠ ઊજવી રહ્યું છે. તેને ધ્યાનમાં રાખીને જ વર્ચ્યુઅલ સમિટનું આયોજન કરાયું હતું. પીએમ મોદીએ કહ્યું કે કોરોના વેક્સિન મામલે ભારત બાંગ્લાદેશને દરેક શક્ય મદદ કરશે. આપણી પાડોશી પહેલાંનીતિનો બાંગ્લાદેશ મહત્ત્વપૂર્ણ હિસ્સો છે. બંને નેતાઓએ બંગબંધુ-બાપુ ડિજિટલ એક્ઝિબિશનનું પણ ઉદઘાટન કર્યુ.

બાંગ્લાદેશ, 1971ના યુદ્ધમાં વિજયની 50મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે, આથી જ આ વર્ચ્યુઅલ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. મોદીએ કહ્યું હતું કે બાંગ્લાદેશના વડાપ્રધાને કોરોના સામેની લડતમાં ખૂબ હિંમત બતાવી છે. આરોગ્ય સેવાઓ અંગે બંને દેશ વચ્ચે સારો સહયોગ છે. ભારત કોરોનાની વેક્સિનને લઈને બાંગ્લાદેશને તમામ સંભવિત રીતે મદદ કરશે. આપણા 'પાડોશી પહેલા' (Neighbour First) નીતિનો બાંગ્લાદેશ એ મહત્ત્વપૂર્ણ ભાગ છે.

આ રુટ હશે
બાંગ્લાદેશના પેત્રાપોલ-બેનાપોલ સરહદથી ભારતમાં પ્રવેશ કરશે અને ઉત્તર બંગાળના ચિલ્હાટી-હલ્દીબાડી સરહદથી નીકળશે. સિલિગુડીથી ચાલતી ટ્રેન ચિલ્હાટી, દોમાર, તોરનબાડી, નિલ્ફામાડી, સઈદપુર, દર્શના, પરબતીપુર અને હલ્દીબાડીથી નીકળ્યા બાદ ટ્રેન બેનાપોલ-પેત્રાપોલ થઈને સિયાલદાહ પહોંચશે.

ચિકન નેકશેષ ભારત સાથે પૂર્વોત્તરને જોડે છે
આ રેલવેલાઈન એ સિલિગુડી કોરિડોરનો ભાગ છે જેને ચિકન નેકપણ કહેવાય છે. આ કોરિડોર આશરે 22 કિ.મી.માં ફેલાયેલો છે. તેના પર ચીનની નજર ઘણા સમયથી છે એટલા માટે ચિકન નેકનું વ્યૂહાત્મક મહત્ત્વ છે. ખરેખર આ કોરિડોર ભારતનાં પૂર્વનાં રાજ્યોનું એક પ્રવેશદ્વાર છે. આ વિસ્તાર પૂર્વ ભારતનાં રાજ્યોમાં સૈનિકો અને રેશનના સપ્લાય માટે મહત્ત્વપૂર્ણ છે.કૂચ બિહાર સ્થિત હલ્દીબાડી 22 કિ.મી. લાંબા સિલિગુડી કોરિડોરથી ફક્ત 75 કિ.મી. દૂર છે.

ગાંધીજી અને મુજીબ પાસેથી પ્રેરણા લેતા રહેશે યુવાનો
બંને નેતાઓએ 'બંગબંધુ-બાપુ' ડિજિટલ પ્રદર્શનનું ઉદઘાટન કર્યું હતું. મોદીએ કહ્યું હતું કે મારા માટે ગર્વની વાત છે કે મેં મહાત્મા ગાંધી અને શેઠ મુજીબુર્રરહેમાન પર બનેલા ડિજિટલ પ્રદર્શનનું ઉદઘાટન કર્યું છે. બંને દેશોના યુવાનો આ મહાન હસ્તીઓ પાસેથી પ્રેરણા લેતા રહેશે. જ્યારે હસીનાએ 1971ના યુદ્ધમાં શહીદ થયેલા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું હતું કે હું ભારત સરકાર અને લોકોની આભારી છું, જેમના સમર્થનથી અમને આઝાદી મળી.

શું છે ચિલહટી-હલ્દિવાડી લિન્ક ?
ચિલહટી-હલ્દિવાડી રેલવે લિન્ક ભારત અને બાંગ્લાદેશ વચ્ચે છે. એ ફરી શરૂ કરવામાં આવી છે. આ લિન્ક ભારત અને પાકિસ્તાન વચ્ચે 1965ના યુદ્ધ દરમિયાન બંધ કરવામાં આવી હતી. આ લિન્કની શરૂઆતની સાથે જ બાંગ્લાદેશથી આસામ અને બંગાળ વચ્ચે કનેક્ટિવિટીમાં સુધારો થશે. શરૂઆતમાં આ લિન્કનો ઉપયોગ માલસામાન લાવવા-મોકલવા માટે કરવામાં આવશે, બાદમાં મુસાફરોની સેવા શરૂ થઈ શકે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post