• Home
  • News
  • ફિલ્મ ડંકીને સેન્સર બોર્ડ તરફથી મળી ગયું U/A સર્ટિફિકેટ
post

ડંકીમાં વિકી કૌશલ અને તાપસી પન્નુ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. બોમન ઈરાની, વિક્રમ કોચર અને અનિલ ગ્રોવર પણ ફિલ્મનો એક ભાગ છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-12-16 20:29:49

આ વર્ષે સુપરસ્ટાર  શાહરુખની પઠાન અને જવાન ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. જો કે શાહરુખની હવે ડંકી મુવી પણ આ લિસ્ટમાં શામેલ થઇ શકે છે. શાહરુખની ત્રીજી દમદાર ફિલ્મ ડંકી રિલીઝ થવાની તૈયારીમાં છે. 

સુપરસ્ટાર શાહરૂખ ખાનની મચઅવેટેડ ફિલ્મ 'ડંકી'ની રિલીઝની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મને લઇને એક અપડેટ સામે આવ્યુ છે. ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) દ્વારા પાસ કરવામાં આવી છે.

ટ્રેડ એનાલિસ્ટ ગિરીશ જોહરના જણાવ્યા અનુસાર, શાહરૂખ ખાનની 'ડંકી' સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન તરફથી U/A સર્ટિફિકેટ સાથે પાસ થઈ ગઇ છે. 

આ સાથે જ ફિલ્મનો રનટાઈમ પણ જાહેર કરવામાં આવ્યો છે. 'ડંકી'નો રનટાઈમ 2 કલાક 41 મિનિટનો રહેશે. 

પ્રભાસની 'સાલાર' સાથે ટક્કર કરશે 'ડંકી'

રસપ્રદ વાત એ છે કે, સાઉથના સુપરસ્ટાર પ્રભાસની 'સાલાર'ની ટક્કર શાહરૂખ ખાનની ફિલ્મ 'ડંકી' સાથે થશે. બંને ફિલ્મો 21 ડિસેમ્બર, 2023ના રોજ સિનેમાઘરોમાં એક સાથે રિલીઝ થઈ રહી છે. જોવાનું એ રહેશે કે કઈ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ સાબિત થાય છે.

રાજકુમાર હિરાની સાથે શાહરૂખ ખાનની પહેલી ફિલ્મ

adv

Related News

post
post
post
post
post
post
post