• Home
  • News
  • 'મિસ્ટર પર્ફેક્શનિસ્ટ' હતાશ:'લાલ સિંહ ચઢ્ઢા' ફ્લોપ જતાં આમિર ખાન બે મહિનાનો બ્રેક લઈ અમેરિકા જશે
post

આમિર ખાને 'લાલ સિંહ ચઢ્ઢા'ને ત્રણ વર્ષ આપ્યા હતા. આમિરને આ ફિલ્મ અંગે ઘણી જ અપેક્ષા હતી

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-23 19:55:05

આમિર ખાનને ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' પ્રત્યે ઘણી જ આશા હતી, પરંતુ બોયકોટ ટ્રેન્ડને કારણે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ થઈ શકી નહીં. આમિર ખાને જાહેરમાં ચાહકોને ફિલ્મ જોવાની અપીલ પણ કરી હતી. જોકે, આમિરની આ અપીલ પણ કારગર નીવડી નહીં. આમિર ખાન હવે બે મહિના માટે અમેરિકા જાય છે. આ ફિલ્મ 11 ઓગસ્ટે રિલીઝ થઈ હતી.

ફિલ્મને ત્રણ વર્ષ આપ્યા
આમિર ખાને 'લાલ સિંહ ચઢ્ઢા'ને ત્રણ વર્ષ આપ્યા હતા. આમિરને આ ફિલ્મ અંગે ઘણી જ અપેક્ષા હતી. જોકે, બોક્સ ઓફિસ પર ફિલ્મ પીટાઈ જતાં આમિર ખાનને આઘાત લાગ્યો છે અને તે દુઃખી છે. હવે તેણે આ નિષ્ફળતાને પાછળ મૂકીને બે મહિનાનો બ્રેક લેવાનું નક્કી કર્યું છે. તે ભારત છોડીને બે મહિના માટે અમેરિકામાં રહેશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આમિર ખાન આ બે મહિનામાં ફિલ્મની નિષ્ફળતાને ભૂલાવીને પોતાના નવા પ્રોજેક્ટ પર ફોકસ કરશે. આમિર ખાન દુઃખી જરૂર થયો છે, પરંતુ તે ભાંગી પડ્યો નથી. આમિર ખાન અમેરિકામાં રહીને શરૂઆતના અઠવાડિયામાં 'લાલ સિંહ ચઢ્ઢા'ને ઇન્ટરનેશનલ માર્કેટમાં કેવી રીતે રિલીઝ કરવી તે અંગે વિચારશે. ઉલ્લેખનીય છે કે 'લાલ સિંહ ચઢ્ઢા'ને અદ્વૈત ચંદને ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં કરીના કપૂર, નાગ ચૈતન્ય, મોના સિંહ મહત્ત્વના રોલમાં જોવા મળ્યા હતા.

નેકસ્ટ પ્રોજેક્ટ કયો છે?
આમિર ખાનનો નેકસ્ટ પ્રોજેક્ટ સ્પોર્ટ્સ ડ્રામામાં પર આધારિત છે. આ ફિલ્મને આર એસ પ્રસન્ના ડિરેક્ટ કરશે. આર એસ પ્રસન્નાએ આ પહેલાં 'શુભ મંગલ સાવધાન' ડિરેક્ટ કરી છે. આમિર ખાનની આ ફિલ્મ 2018માં રિલીઝ થયેલી સ્પેનિશ ફિલ્મ 'કેમ્પિયન્સ' (ચેમ્પિયન) પરથી પ્રેરિત હતી. સ્પેનિશ ફિલ્મમાં દારૂડિયા કોચે બાસ્કેટ બોલ ટીમને ચેમ્પિયન બનાવવાની હતી. 2018માં સ્પેને આ ફિલ્મને ઓસ્કર એન્ટ્રી માટે મોકલી હતી.

adv

Related News

post
post
post
post
post
post
post