• Home
  • News
  • સોનાલી ફોગાટના મૃત્યુમાં નવો ફણગો:પરિવારને શંકા છે કે તેની હત્યા કરાઈ છે, બહેને કહ્યું-મા સાથે વાત કરી ત્યારે કહેલું કે ખાવામાં કાંઈક ગરબડ છે
post

હરિયાણાની ભાજપની નેતા સોનાલી ફોગાટનું 42 વર્ષે હાર્ટએટેકથી ગોવામાં મૃત્યુ

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-23 19:51:18

ભાજપ નેતા અને ટ્વિટર સ્ટાર સોનાલી ફોગાટનું સોમવારે રાતે હાર્ટએટેકના કારણે મૃત્યુ થયું. જો કે પરિવારજનોને શંકા છે કે સોનાલીની હત્યા કરવામાં આવી છે. સોનાલીની બહેન રૂપેશનું કહેવું છે કે મા સાથે ફોનમાં વાત થઈ ત્યારે તેણે ખાવામાં કાંઈક ગરબડ છે એવી વાત કરી હતી. અને એમ પણ કહ્યું કે, ખોરાકની અસર તેના શરીર પર થઈ રહી છે. એટલે અમને શંકા છે કે તેની હત્યા કરવામાં આવી હોઈ શકે. મારી બહેનના મૃત્યુની તપાસ CBI પાસે કરાવવી જોઈએ.

સોનાલીની બહેને કહ્યું કે અમારે પરમ દિવસે જ વાત થઈ હતી. તે એકદમ સ્વસ્થ હતી અને પોતાના ફાર્મ હાઉસ પર હતી. પણ મા સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે શરીર કાંઈક બરાબર નથી. કોઈએ કાંઈ કર્યું હોય એવું લાગે છે. ખાવામાં પણ કાંઈક ગરબડ છે. ગઈકાલે સાંજે જ મા સાથે આ મુદ્દે વાત થઈ હતી. ત્યારે સોનાલીએ જ કહેલું કે કોઈ ષડયંત્ર થઈ રહ્યું છે. સવારે મેસેજ આવ્યો કે તેને હાર્ટએટેક આવવાથી મૃત્યુ થયું છે.

આવતીકાલે હિસારમાં અંતિમ સંસ્કાર થશે
સોનાલીના મૃત્યુની જાણ થતાં જ ભાઈ વતન ઢાકા અને પરિવારના અન્ય સભ્યો ગોવા જવા રવાના થયા હતા. હરિયાણાના હિસાર જિલ્લાની સોનાલી ફોગાટના આવતીકાલે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 22 થી 25 સુધી સોનાલી ગોવાની ટૂર પર હતી. પરંતુ સોનાલીના મૃત્યુની પુષ્ટિ તેના ભાઈ વતન ઢાકાએ જ કરી હતી. સોનાલીને એક પુત્રી છે અને તેના પતિ સંજય ફોગાટનું 2016માં રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું હતું. ટિક ટોક સ્ટાર, બિગ બોસ ફેમ સોનાલીનું મોતથી તેના ચાહકો સ્તબ્ધ થઈ ગયા છે.

ટ્વીટર-ફેસબુક પર અપલોડ કરેલ છેલ્લો ફોટો
સોનાલી ફોગાટે લગભગ 13 કલાક પહેલા 22 ઓગસ્ટની રાત્રે તેના ટ્વિટર એકાઉન્ટ પર છેલ્લું ડીપી અપલોડ કરેલ હતું. સોનાલીએ ફેસબુક એકાઉન્ટ પર તેનો ફોટો પણ અપલોડ કર્યો હતો. જેના પર સોનાલીએ લખ્યું કે દબંગ લેડી, રિયલ બોસ લેડી, ઓલ રેડી સ્માઈલ.

ટિકટોક સ્ટાર અને ભારતીય જનતા પાર્ટી (BJP) નેતા સોનાલી ફોગાટનું નિધન થયું છે. સોનાલી ફોગાટનું ગોવામાં હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. સોનાલી ફોગાટે 2019માં હરિયાણાની ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર આદમપુરથી વિધાનસભા ચૂંટણી લડી હતી. ચૂંટણી દરમિયાન તે Tiktok પરના તેના વીડિયો માટે પણ ખૂબ જ ચર્ચામાં રહી હતી.

મૃત્યુના થોડા સમય પહેલા જ સોનાલીએ પોતાનો એક વિડિયો પોસ્ટ કર્યો હતો
ભાજપ નેતા અને અભિનેત્રી સોનાલી ફોગાટનું સોમવારે રાત્રે ગોવામાં હાર્ટ એટેકથી નિધન થયું હતું. તેના મૃત્યુના થોડા સમય પહેલા જ સોનાલી ફોગાટે પોતાનો એક વિડિયો પોસ્ટ કર્યો હતો. આ સાથે તેણે ટ્વિટર એકાઉન્ટ પર પોતાનું પ્રોફાઈલ પિક્ચર પણ બદલ્યું હતુ. જણાવવામાં આવી રહ્યું છે કે તે તેના કેટલાક મિત્રો સાથે ગોવા ગઈ હતી.

સોનાલી લોકસભાની ચૂંટણી હારી ગઈ હતી
સોનાલી પણ પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. સોનાલી ફોગાટે 2019ની લોકસભા ચૂંટણીમાં આદમપુરથી કુલદીપ બિશ્નોઈ સામે ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં તેનો પરાજય થયો હતો.સોનાલી અને કુલદીપ બિશ્નોઈ રાજકીય વિરોધી હતા. હાલમાં જ બંને વચ્ચે મુલાકાત થઈ હતી. આ મુલાકાત સોનાલીના ઘરે જ થઈ હતી.

સોનાલી ફોગાટ તેના કેટલાક મિત્રો સાથે ગોવા ગઈ હતી ​​​​
મળતી માહિતી મુજબ સોનાલી ફોગાટ તેના કેટલાક મિત્રો સાથે ગોવા ગઈ હતી. સોનાલી ફોગાટ રિયાલિટી શો બિગ બોસ-14નો ભાગ રહી હતી. આ શો દરમિયાન તેણે પોતાના અંગત જીવન વિશે ઘણા ખુલાસા કર્યા હતા. તેણે કહ્યું હતું કે તેના પતિના મૃત્યુ બાદ તેના જીવનમાં એક વ્યક્તિ મોટો બદલાવ લઈને આવ્યો હતો.કેટલાક કારણોસર આ સંબંધ આગળ વધી શક્યો નહીં. જો કે, સોનાલીએ તે વ્યક્તિનું નામ જાહેર કર્યું નહતુ.

સોનાલીના પતિનું ઘણા વર્ષો પહેલા અવસાન થયું હતું
સોનાલી ફોગાટ ટિક-ટોક સ્ટાર અને બિગ બોસ-14 ની સ્પર્ધક બન્યા પછી લોકપ્રિય બની હતી. સોનાલીને એક પુત્રી છે અને તેના પતિનું ઘણા વર્ષો પહેલા અવસાન થયું હતું.

સોનાલીએ નાના પડદાની ઘણી સિરિયલોમાં કામ કર્યું છે. લગભગ બે વર્ષ પહેલા, કોરોનાના સમયગાળા દરમિયાન, સોનાલી ફોગાટ ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે તેણે એક મંડીના કર્મચારીને માર માર્યો હતો.

કોણ છે સોનાલી ફોગાટ?

સોનાલી ફોગાટનો જન્મ 21 સપ્ટેમ્બર 1979ના રોજ હરિયાણાના ફતેહાબાદમાં થયો હતો. સોનાલીનું જીવન ઘણુ ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું હતુ.

સોનાલીએ 2006માં હિસાર દૂરદર્શનમાં એન્કરિંગ સાથે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેના બે વર્ષ પછી એટલે કે 2008માં તે ભાજપમાં જોડાઈ હતી અને પાર્ટી માટે કામ કરવાનું શરૂ કર્યું.

સોનાલી ફોગાટ 2016માં ચર્ચામાં આવી હતી જ્યારે તેના પતિ સંજયનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. તે સમયે સોનાલી મુંબઈમાં હતી. પતિના મૃત્યુ બાદ સોનાલી ભાંગી પડી હતી. 2019ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે આદમપુરથી સોનાલી ફોગાટને ટિકિટ આપી હતી. જો કે તેણી ચૂંટણી હારી ગઈ હતી.

2020માં સોનાલી ફોગાટનો એક વીડિયો ખૂબ વાયરલ થયો હતો. આ વીડિયોમાં સોનાલી ફોગાટ એક અધિકારીને ચપ્પલ વડે મારતી જોવા મળી રહી હતી. તે જ વર્ષે સોનાલીને બિગ બોસ-14માં ભાગ લેવાની તક મળી. સોનાલી ટિકટોક સ્ટાર સાથે અભિનેત્રી પણ હતી અને ઘણા મ્યુઝિક આલ્બમમાં જોવા મળી છે. તેને એક પુત્રી પણ છે, જેનું નામ યશોદરા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post