• Home
  • News
  • બહુમત ન હોવા છતાં તેજસ્વીનો સરકાર બનાવવાનો દાવો, જાણો શું છે વિકલ્પ
post

બહુમત ન મેળવ્યો હોવા છતાં ગુરુવારે RJDના તેજસ્વી યાદવે દાવો કર્યો છે કે બિહારમાં તેમની જ સરકાર બનશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-13 10:18:18

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. મુખ્યમંત્રી નીતીશ કુમારની આગેવાનીમાં NDA243 વિધાનસભાની સીટોમાંથી 125 સીટો પર જીત મેળવી છે. તો રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતૃત્વવાળા મહાગઠબંધને 110 સીટો પર જીત મેળવી છે. 8 સીટો અન્યના ખાતામાં ગઈ છે. બહુમત ન મેળવ્યો હોવા છતાં ગુરુવારે RJDના તેજસ્વી યાદવે દાવો કર્યો છે કે બિહારમાં તેમની જ સરકાર બનશે. જો આમ થાય છે તો તે કેવી રીતે સંભવ છે આવો જાણીએ...

તેજસ્વી કેવી રીતે મુખ્યમંત્રી બની શકે છે?
બિહાર વિધાનસભામાં બહુમત માટે 122 સીટોની જરૂર હોય છે. મહાગઠબંધન પાસે આ સમયે માત્ર 110 સીટો છે. જો RJD સરકાર બનાવા માગે તો તેને બહુમત માટે 12 MLAનું સમર્થન મળવું જોઈએ. તેવામાં મહાગઠબંધન પાસે સરકાર બનાવાના 4 વિકલ્પો છે.

પ્રથમ વિકલ્પ: તેજસ્વી યાદવને મુખ્યમંત્રી બનાવા માટે સૌ પ્રથમ અન્ય પાર્ટીઓના 8 MLAનું સમર્થન જોઈશે. ત્યારબાદ તે પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંજીની પાર્ટી હમના 4 MLAનું સમર્થન મેળવે છે તો તેમની સરકાર બની શકે છે.

મહાગઠબંધન (110) + અન્ય પાર્ટી (8) + હમ (4) = 122

બીજો વિકલ્પ: તેજસ્વી યાદવ જો VIPના મુકેશ સહનીને સારા મંત્રીમંડળ પદની ઓફર કરશે તો તેમનું સમર્થન મળી શકે છે. જો અન્ય પાર્ટીઓ તેમનો સાથ આપશે તો આ સ્થિતિ બનશે.

મહાગઠબંધન (110) + અન્ય પાર્ટી (8) + VIP (4) = 122

ત્રીજો વિકલ્પ: NDAમાં સામેલ હમ અને VIP તેજસ્વી યાદવના મહાગઠબંધનને સપોર્ટ આપે છે અને અન્ય પાર્ટીઓના 8માંથી 4 MLA પણ સપોર્ટ કરે છે.

મહાગઠબંધન (110) + હમ (4) + VIP (4) + અન્ય પાર્ટી (4) = 122

ચોથો વિકલ્પ: નીતીશ કુમાર આ સમયે BJPથી નાખુશ છે. કારણ કે ચિરાગ પાસવાનની પાર્ટી LJPને રોકવા માટે પાર્ટીએ કોઈ ગંભીર પ્રયાસ કર્યા નથી. તેને લીધે JD(U)36 સીટોનું નુક્સાન થયું. જો નાખુશ નીતીશ કુમાર NDAનો સાથ છોડે છે તો આ વિકલ્પ બની શકે છે.

મહાગઠબંધન (110) + JD (U) (43) = 153

તેજસ્વીનો આ માર્ગ કેટલો મુશ્કેલ છે
તેજસ્વીએ પ્રથમ અને બીજા વિકલ્પ માટે અન્ય પાર્ટીઓનું સમર્થન લેવું પડશે. તેમાં અસદુદ્દીન ઓવૈસીના 5 MLA, BSP-LJPના 1-1 અને એક નિર્દળ MLA છે. આ વિકલ્પો જેટલા સરળ લાગી રહ્યા છે તેટલા છે નહિ. ચિરાગ પાસવાન મોદીને નાખુશ કરવા માગતા નથી. તેથી પાસવાનની પાર્ટીનું સમર્થન તેજસ્વીને મળે તે મુશ્કેલ છે. તો બીજી તરફ ઓવૈસી પણ કોંગ્રેસ સાથે નહિ બેસે કારણ કે તેનાથી તેની રાજનીતિને નુક્સાન પહોંચશે.

તેજસ્વી માટે ત્રીજો વિકલ્પ વધારે સરળ બનશે. તેના માટે તેજસ્વી પ્રયત્નો પણ કરી રહ્યા છે. RJDના નેતા VIPના પ્રમુખ મુકેશ સહની અને હમ (સેક્યુલર)ના જીતનરામ માંજીના સંપર્કમાં છે. સૂત્રોએ દાવો કર્યો છે કે, RJDએ સહની અને માંજીને ડેપ્યુટી CMનું પદ ઓફર કર્યું છે.

ચૌથા વિકલ્પનો સવાલ છે તો તેના માટે તેજસ્વીએ નીતીશને મુખ્યમંત્રી તરીકે સ્વીકાર કરવો પડશે. આ આટલું સરળ નથી. BJPએ મોટી પાર્ટી હોવા છતાં એ વાતનું એલાન કર્યું છે કે મુખ્યમંત્રી નીતીશ કુમાર જ બનશે. તો નીતીશ પાસે RJD જોડે જવાનું કોઈ કારણ જ નથી. નીતીશ પહેલાં પણ જાહેરાત કરી ચૂક્યા છે કે આ ચૂંટણી તેમની છેલ્લી ચૂંટણી છે. તેથી કહી શકાય તે મુખ્યમંત્રી સિવાયની કોઈ પણ નાની ડીલ તેઓ સ્વીકાર નહિ કરે. મહાગઠબંધન સાથે વર્ષ 2015નો તેમનો અનુભવ સારો રહ્યો નથી. તેથી તેમના સ્ટેપ્સ પર જ તેજસ્વીનું ભવિષ્ય નક્કી થશે.

શું રાજ્યપાલ મોટી પાર્ટી હોવાથી RJDને સરકાર બનાવવા માટે આમંત્રણ આપી શકે છે?
ના. બંધારણના એક્સપર્ટ સુભાષ કશ્યપ માને છે કે તેજસ્વી માત્ર રાજકીય દબાવ બનાવવા માટે આવો દાવો કરી રહ્યા છે. તેની પાસે ન કોઈ વિકલ્પ છે ન તો બહુમત. ચૂંટણી પહેલાં જ ગઠબંધન નક્કી થયા હતા. તેમાંથી એક NDA ગઠબંધનને બહુમત મળ્યો છે. તેથી રાજ્યપાલ સૌથી મોટા ગઠબંધનને સરકાર બનાવવા માટે આમંત્રણ આપશે. જો NDAએ વિધાનસભાનો કાર્યકાળ પૂરો થાય ત્યાં સુધી સરકાર બનાવાનો દાવો ન કરે તો પરંપરા અનુસાર સૌથી મોટી પાર્ટીને રાજ્યપાલ નોતરું આપી શકે છે.

મહારાષ્ટ્રમાં આ જ પ્રક્રિયાનું પાલન થયું હતું. ત્યાં ચૂંટણી પહેલાં બનેલા ગઠબંધન (NDA)એ સરકાર બનાવાનો દાવો રજૂ ન કર્યો તો રાજ્યપાલે સૌથી મોટી પાર્ટીને સરકાર બનાવા માટે આમંત્રણ આપ્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post