• Home
  • News
  • નીતીશ 7મી વખત CM:શપથ લેનારા 15 પૈકી 7 મંત્રી પછાત વર્ગમાંથી, ભાજપના ક્વોટામાંથી બે નાયબ મુખ્યમંત્રી સહિત 7 મંત્રી
post

નીતીશની પહેલી કેબિનેટની બેઠક મંગળવારે યોજાશે અને વિધાનસભાના નવા સત્રની શરૂઆત 23મી નવેમ્બરના રોજ થશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-17 11:59:56

નીતીશ કુમાર 7મી વખત બિહારના મુખ્યમંત્રી બન્યા છે. તેમની સાથે 14 નેતાઓએ મંત્રી પદના શપથ લીધા હતા. તેમાં JDUના 5, ભાજપના 7 તથા હમ-VIPમાંથી એક-એક નેતાને મંત્રી બનાવવામાં આવ્યા છે. મંત્રીમંડળમાં સમાજના તમામ વર્ગને સાંકળી સંકલન સાધવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. નીતીશ સહિત 15 ધારાસભ્યોમાં સવર્ણ વર્ગમાંથી 5, પછાત વર્ગમાંથી 7 અને દલિત વર્ગમાંથી 3 નેતાને મંત્રી બનાવવામાં આવ્યા છે.

નીતીશની પહેલી કેબિનેટની બેઠક મંગળવારે યોજાશે અને વિધાનસભાના નવા સત્રની શરૂઆત 23મી નવેમ્બરના રોજ થશે.

મંચ પર ત્રણ ખુરશી, તેનાથી સ્પષ્ટ થયુ કે નાયબ મુખ્યમંત્રી કોણ
નીતીશ કુમારે શપથ લીધા બાદ બીજા નંબર પર તારકિશોર પ્રસાદ અને ત્રીજા નંબર પર રેણુ દેવીએ શપથ લીધા હતા. શપથ બાદ આ બન્ને નેતા પણ મંચ પર નીતીશ પાસેની ખુરશીમાં બેઠા હતા. પોર્ટફોલિયોની વહેચણીમાં ભલે થોડો વિલંબ થયો, પણ તેનાથી સ્પષ્ટ થઈ ગયુ છે કે નવી સરકારમાં તારકિશોર અને રેણુ નાયબ મુખ્યમંત્રી હશે.

બ્રિજેન્દ્ર યાદવ સૌથી વયોવૃદ્ધ, સહની સૌથી યુવાન

·         જાતિગત સમીકરણઃ ભાજપમાંથી 2 પછાત, 4 અગડે અને એક દલીતને તક મળી છે. JDUમાંથી એક અગડે, 4 પછાત અને એક દલીતને મંત્રી બનાવવામાં આવ્યા છે.

·         સૌથી વયોવૃદ્ધઃ સુપૌલથી 8 વખતથી ધારાસભ્ય 74 વર્ષિય બ્રિજેદ્ર યાદવ સૌથી વૃદ્ધ મંત્રી છે. JDU નેતા બ્રિજેન્દ્ર અગાઉની સરકારમાં ઉર્જા પ્રધાન હતા.

·         સૌથી ઓછા અનુભવીઃ ફુલપરાસથી ધારાસભ્ય શીલા કુમારી મંડલ પહેલી વખત JDUની ટિકિટ પર ચૂંટણી લડ્યા અને જીત્યા છે. તેમને સીધા મંત્રીમંડળમાં તક મળી છે.

·         સૌથી યુવાઃ 41 વર્ષના VIP ચીફ મુકેશ સહની આ મંત્રીમંડળમાં સૌથી યુવાન છે. તેઓ એકમાત્ર એવા મંત્રી છે કે જે કોઈ પણ ગૃહના સભ્ય નથી. તેમને સિમરી બખ્તિયારપુર સીટથી ચૂંટણી લડ્યા હતા. પણ હારી ગયા.

·         સૌથી શ્રીમંતઃ ભાજપના રામસૂરત રાય સૌથી શ્રીમંત મંત્રી છે. તેમની સંપત્તિ રૂપિયા 26.88 કરોડ છે.

·         સૌથી ઓછી સંપત્તિઃ રામપ્રીત પાસવાન પાસે સૌથી ઓછી 1.05 કરોડ રૂપિયા સંપત્તિ છે.

·         જેઓ વિધાન પરિષદથી છેઃ હમના સંતોષ માંઝી અને ભાજપના મંગલ પાંડે ચૂંટણી લડ્યા ન હતા. તેઓ બન્ને વિધાન પરિષદના સભ્ય છે.

·         સૌથી વધારે ક્રિમિનલ કેસઃ મુકેશ સહની (VIP), અશોક ચૌધરી (JDU) અને જીવેશ મિશ્રા (ભાજપ) પર 5-5 કેસ નોંધાયેલ છે.

·         શપથઃ રામપ્રીત પાસવાન અને જીવેશ મિશ્રએ મૈથિલીમાં થપથ લીધા

પહેલી હરોળમાં સુશીલ મોદી બેસી શક્યા નહીં
શપથ સમારોહમાં ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ ઉપસ્થિત રહ્યા. શાહ અને નડ્ડા પહેલી હરોળમાં બેઠા હતા. પણ આ હરોળમાં બેસનારા મહેમાનોની યાદીમાં નાયબ મુખ્યમંત્રી રહી ચુકેલા સુશીલ મોદીનું નામ ન હતું.

આમણે લીધા શપથ

કયા કોટામાંથી મંત્રી બન્યા

ક્યાંથી ધારાસભ્ય

1.

તારકિશોર

ભાજપ

વૈશ્ય સમુદાયમાંથી આવે છે. ભાજપ વિધાનમંડળના નેતા. 4 વાર કટિહારથી ધારાસભ્ય, સુશીલ મોદીના ખાસ

2.

રેણુદેવી

ભાજપ

ભાજપ વિધાનમંડળના ઉપનેતા. અતી પછાત નોનિયા સમુદાયમાંથી આવે છે.બેતિયાથી ધારાસભ્ય, ગઈ વખતે નીતીશ સરકારમાં પણ મંત્રી હતા. અતિ પછાત વર્ગમાંથી આવે છે.

3.

વિજય ચૌધરી

જેડીયુ

ગઈ વખતે વિધાનસભાના સ્પીકર હતા. નીતીશના ખાસ. આ વખતે સરાયરંજનથી જીત્યા. અહીંથી 6 વાર ધારાસભ્ય છે.

4.

વિજેન્દ્ર યાદવ

જેડીયુ

74 વર્ષના યાદવ સૌથી ઉંમરલાયક મંત્રી. જેપી આંદોલન સમયથી રાજકારણમાં છે. સુપૌલમાં 1990થી સતત ધારાસભ્ય છે. ગઈ સરકારમાં ઉર્જામંત્રી હતા.

5.

અશોક ચૌધરી

જેડીયુ

મહાદલિત વર્ગથી છે. JDUના કાર્યકારી અધ્યક્ષ છે અને નીતીશના નજીકના છે. એક સમયે કોંગ્રેસમાં હતા.

6.

મેવાલાલ ચૌધરી

જેડીયુ

કુશવાહા વર્ગથી છે. તારાપુરથી ધારાસભ્ય છે. બીજીવાર ધારાસભ્ય બન્યા અને રાજનીતિમાં આવતા પહેલાં રાજેન્દ્ર કૃષિ વિશ્વવિદ્યાલયના કુલપતિ હતા.

7.

શીલા કુમારી

જેડીયુ

અતિ પછાતવર્ગમાંથી છે. મધુબનીના ફૂલપરાસથી પહેલીવાર ધારાસભ્ય બન્યા. નીતીશના ખાસ માનવામાં આવે છે.

8.

સંતોષ માંઝી

હમ

મહાદલિત વર્ગમાંથી છે અને વિધાન પરિષદના સભ્ય છે. જીતનરામ માંઝીના દીકરા છે. તેમને વિધાન પરિષદથી મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે.

9.

મુકેશ સહની

VIP

નિષાદ વર્ગમાંથી આવે છે. મહાગઠબંધન છોડી NDAમાં આવ્યા છે. સિમરી બખ્તિયારપુરથી હાર્યા પછી પણ મંત્રી બનાવવામાં આવ્યા. VIPના અધ્યક્ષ છે. પાર્ટીએ 4 સીટો જીતી.

10.

મંગલ પાંડે

ભાજપ

બ્રાહ્મણ સમુદાયમાંથી છે. વિધાન પરિષદના સભ્ય છે. ગઈ સરકારમાં સ્વાસ્થય મંત્રી હતા. ભાજપ પ્રદેશ અધ્યક્ષ પણ રહ્યા છે.

11.

અમરેન્દ્ર પ્રતાપ સિંહ

ભાજપ

આરાથી ધારાસભ્ય. રાજપૂત વર્ગથી છે. તેમના પિતા હરિહર સિંહ બિહારના સીએમ રહી ચૂક્યા છે. વિધાનસભા અધ્યક્ષની રેસમાં છે.

12.

રામપ્રીત પાસવાન

ભાજપ

પાસવાન સમૂદાયમાંથી છે. મધુબનીના રાજનગરથી સતત ત્રણ વાર જીત્યા છે.

13.

જીવેશ મિશ્રા

ભાજપ

દરભંગાથી સતત બીજી વાર ધારાસભ્ય બન્યા છે. ભૂમિહાર સમૂદાયમાંથી આવે છે. મૈથિલીમાં શપથ લીધા.

14.

રામ સૂર તરાય

ભાજપ

યાદવ સમૂદાયમાંથી આવે છે. મુઝફ્ફરપુપના ઔરાઈથી બીજી વાર ધારાસભ્ય બન્યા.

 

adv

Related News

post
post
post
post
post
post
post