• Home
  • News
  • ગણેશ ચતુર્થીએ નવા સંસદ ભવનના થશે 'શ્રી ગણેશ', વિશેષ સત્રના બીજા દિવસથી કાર્યવાહી શરૂ થશે
post

સોનિયા ગાંધીએ પીએમ મોદીને પત્ર લખી 9 મુદ્દાઓ પર સત્રમાં ચર્ચાની માગ કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-06 19:15:53

વડાપ્રધાન મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે 18 સપ્ટેમ્બરથી સંસદના વિશેષ સત્રનું બોલાવ્યું છે. તેની શરૂઆત 18 સપ્ટેમ્બરથી સંસદના જૂના ભવનથી થશે. જ્યારે ગણેશ ચતુર્થીના દિવસે એટલે કે 19 સપ્ટેમ્બરે નવા સંસદ ભવનમાં તેને શિફ્ટ કરાશે. આ સત્ર 22 સપ્ટેમ્બર સુધી ચાલશે. 

એજન્ડા સ્પષ્ટ થયો નથી 

જોકે અત્યાર સુધી આ વિશેષ સત્રનો એજન્ડા સ્પષ્ટ થયો નથી. આ મામલે રાજકારણ ગરમાયું છે. અટકળોના બજાર ગરમ છે. ઉલ્લેખનીય છે કે વિપક્ષના ઈન્ડિયા ગઠબંધને મંગળવારે કેન્દ્ર સરકાર સમક્ષ વિશેષ સત્રનો એજન્ડા જાહેર કરવા માગ કરી હતી.  વિપક્ષે આશા વ્યક્ત કરી હતી કે વિશેષ સત્રમાં સરકાર મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરશે. 

સોનિયા ગાંધીએ પીએમ મોદીને લખ્યો પત્ર 

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ મામલે વડાપ્રધાન મોદીને પત્ર લખીને વિશેષ સત્રનો એજન્ડા જાહેર કરવા પૂછ્યું છે. તેમણે આગ્રહ કર્યો છે કે 18 સપ્ટેમ્બરે શરૂ થનારા સંસદના વિશેષ સત્ર દરમિયાન દેશની આર્થિક સ્થિતિ, જાતીય વસતી ગણતરી, સંસદીય સમિતિ દ્વારા અદાણીની તપાસ, ચીન સાથેની ખેંચતાણ વગેરે સહિત 9 મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post