• Home
  • News
  • કલમ 370 હટાવ્યાને એક વર્ષ પૂરું થયા બાદ મુર્મૂએ રાજીનામું આપ્યુ, CAG રાજીવ મહર્ષિ તેમનું સ્થાન લઈ શકે છે
post

એવી પણ ચર્ચા છે કે કેગ બનાવી દિલ્લી મોકલવામાં આવી રહ્યા છે, કારણ કે વર્તમાન કેગ રાજીવ મહર્ષી આ સપ્તાહે નિવૃત થઈ રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-06 09:27:33

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના લેફ્ટેનન્ટ ગવર્નર જીસી મુર્મૂએ તેમના પદ પરથી રાજીનામું આપ્યુ હોવાની માહિતી મળી છે.સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે મુર્મૂએ તેમનું રાજીનામું રાષ્ટ્રપતિ કોવિંદને મોકલી આપ્યુ છે. જોકે તેમણે રાજીનામું સ્વીકાર્યું છે કે નહીં તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા નથી. એવી પણ માહિતી આવી રહી છે કે વર્તમાન કેગ રાજીવ મહર્ષિ જમ્મુ-કાશ્મીરના આગામી LG હોઈ શકે છે.મુર્મૂને જમ્મુ-કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા બાદ ગયા વર્ષના ઓક્ટોબરમાં લેફ્ટેનન્ટ ગવર્નર બનાવવામાં આવ્યા હતા. વર્ષ 1985 બેંચના IAS ઓફિસર મુર્મૂ ગુજરાત કેડરના અધિકારી છે.

નવા લેફ્ટેનન્ટ ગવર્નર શોધવાની કવાયત શરૂ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે જીસી મુર્મૂને કેગ બનાવી દિલ્હી મોકલવામાં આવી રહ્યા છે. અત્યારે રાજીવ મહર્ષિ કેગ છે અને તેઓ આ સપ્તાહે નિવૃત થવા જઈ રહ્યા છે. દરમિયાન દિલ્હીમાં જમ્મુ-કાશ્મીરના નવા લેફ્ટેનન્ટ ગર્વનર શોધવાની કવાયત શરૂ થઈ ગઈ છે. જમ્મુ-કાશ્મીરના ભૂતપુર્વ વહિવટી અધિકારીએ માહિતી આપી છે કે મહર્ષિ જમ્મુ-કાશ્મીરના આગામી LG હોઈ શકે છે.

Former Home Secretary Rajiv Maharishi to be new LG of JK. First task to deal with larger than life civil servants

— Amitabh Mattoo (@amitabhmattoo) August 5, 2020

ઉમર અબ્દુલ્લાએ પ્રશ્ન કર્યો
5
મી ઓગસ્ટના રોજ જ્યારે કાશ્મીરમાં કલમ-370 હટાવ્યાને એક વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે તે દિવસે અચાનક મોડી સાંજે સોશિયલ મીડિયા અને વ્હોટ્સએપ ગ્રુપ્સ પર ચર્ચા શરૂ થઈ ગઈ કે જીસી મુર્મૂએ રાજીનામું આપ્યુ છે. ઉમર અબ્દુલ્લાએ ટ્વિટ કરી મુર્મૂ અંગે માહિતી આપી છે, તેમા તેમણે લખ્યુ છે કે અચાનક લેફ્ટેનન્ટ ગવર્નરને લગતી આ ચર્ચા કેવી રીતે શરૂ થઈ ગઈ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post