• Home
  • News
  • 5G સ્પેક્ટ્રમની ઓનલાઈન હરાજી શરૂ:4.3 લાખ કરોડ રૂપિયાના સ્પેક્ટ્રમની હરાજી થશે, અંબાણી-અદાણી સહિત 4 ગ્રુપ હરાજીમાં આગળ
post

5G નેટવર્કમાં 20 Gbps સુધી ડેટા ડાઉનલોડની સ્પીડ મળી શકે છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-07-26 18:32:10

5G ટેલિકોમ સ્પેક્ટ્રમની હરાજી મંગળવારે એટલે આજથી શરૂ થઈ રહી છે. બોલી પ્રક્રિયા સવારે 10 વાગ્યાથી ઓનલાઈન શરૂ થઈ ચુકી છે, જે આજે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. રિલાયન્સ જિયો, ભારતી એરટેલ, વોડાફોન આઈડિયા અને અદાણી ડેટા નેટવર્ક્સ 5G ટેલિકોમ સ્પેક્ટ્રમ માટે બોલી લગાવશે.

ટેલિકોમ ડિપાર્ટમેન્ટના સૂત્રોએ કહ્યું કે હરાજીના દિવસોની સંખ્યા રેડિયો વેવ્સની એક્ચુઅલ ડિમાન્ડ અને ઈન્ડિવિઝ્યુઅલ બિડર્સની સ્ટ્રેટેજી પર નિર્ભર કરશે. હરાજી દરમિયાન 4.3 લાખ કરોડ રૂપિયાના કુલ 72 GHz સ્પેક્ટ્રમને બ્લોક પર રાખવામાં આવશે.

તેની વેલિડિટી 20 વર્ષની હશે. હરાજી વિવિધ લો ફ્રીક્વેન્સી બેન્ડ, મીડિયમ અને હાઈ ફ્રીક્વેન્સી બેન્ડ રેડિયો વેવ્સ માટે થશે. હરાજીમાં સફળ રહેનારી કંપની તેના દ્વારા 5G સર્વિસ ઉપલબ્ધ કરાવી શકશે. તે હાલ ઉપલબ્ધ 4G સર્વિસથી 10 ગણી ઝડપી હશે.

રિલાયન્સની ડિપોઝિટ અદાણીથી 140 ગણી વધુ
5G
સ્પેક્ટ્રમની હરાજીમાં ભાગ લેવા માટે રિલાયન્સ જિયો, ભારતી એરટેલ, વોડાફોન આઈડિયા અને અદાણી ડેટા નેટવર્ક્સે અર્નેસ્ટ મની ડિપોઝીટ કરવાની હતી. રિલાયન્સનો હેતુ આ વાતથી જ ખ્યાલ આવે છે કે તેની અર્નેસ્ટ મની ડિપોઝીટ ભારતી એરટેલની રકમથી 2.5 ગણી અને વોડાફોન આઈડિયાથી 6.3 ગણી વધુ છે. અદાણી ડેટા નેટવર્ક્સની જમા રકમ કરતા તે 140 ગણી વધુ છે.

અદાણીએ 100 કરોડ રૂપિયા જમા કર્યા
ટેલિકોમ ડિપાર્ટમેન્ટની વેબસાઈટ પર પોસ્ટ કરવામાં આવેલા પ્રી-ક્વોવિફાઈડ બિડર્સના લિસ્ટ અનુસાર, વોડાફોન આઈડિયાએ 2,200 કરોડ રૂપિયા, ભારતી એરટેલે 5,500 કરોડ રૂપિયા, અદાણી ડેટા નેટવર્ક્સે 100 કરોડ રૂપિયા અને રિલાયન્સ જિયોએ 14000 કરોડ રૂપિયા જમા કર્યા છે. તે બાબત જ દર્શાવે છે કે અદાણી હરાજી દરમિયાન માત્ર ઓછી કિંમતના સ્પેક્ટ્રમ માટે જ બોલી લગાવશે.

જિયોના સૌથી વધુ એલિજિબિલિટી પોઈન્ટ
1400
કરોડ રૂપિયાની EMDની સાથે, હરાજી માટે Jioના એલિજિબિલિટી પોઈન્ટ્સ 1,59,830 છે. જે ચાર બિડર્સના લિસ્ટમાં સૌથી વધુ છે. સામાન્ય રીતે EMD રકમ હરાજીમાં સ્પેક્ટ્રમ લેવાના પ્લેયર્સની ભૂખ, રણનીતિ અને યોજનાનો એક વ્યાપક સંકેત આપે છે. એરટેલના એલિજિબિલિટી પોઈન્ટ 66,330 છે, જ્યારે વોડાફોન આઈડિયાના 29,370 છે. અદાણીને તેની જમા રકમના આધારે 1650 પોઈન્ટ મળ્યા છે.

બોલીમાં આ કંપનીઓના દબદબાની શક્યતા
રિલાયન્સ જિયો, ભારતી એરટેલ, વોડાફોન આઈડિયા અને અદાણી ગ્રુપનો બોલી પ્રક્રિયામાં દબદબો રહેવાની શક્યતા છે. ચારેય કંપનીઓએ મળીને 21,800 કરોડ રૂપિયાની અર્નેસ્ટ ડિપોઝીટ જમા કરી છે. તે તેમને 2.3 ટ્રિલિયન રૂપિયા(કુલ રકમના 53%)ના સ્પેક્ટ્રમ માટે બોલી લગાવવાની અનુમતિ આપશે. ઈન્ડસ્ટ્રી એનાલિસ્ટોએ કહ્યું કે હરાજી માટે રાખવામાં આવનાર તમામ બેન્ડોમાં ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સ આક્રમક રીતે બિડ કરે તેવી શક્યતા નથી.

સ્પેક્ટ્રમ શું છે અને તે કઈ રીતે કામ કરે છે?
એરવેવ્સ ઈલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમની અંદર રેડિયો ફ્રીક્વન્સી, જે ટેલિકોમ સહિત ઘણી સર્વિસ માટે વાયરલેસ રીતે માહિતી લઈ જઈ શકે છે. સરકાર આ એરવેવ્સનું મેનેજમેન્ટ અને ફાળવણી કરે છે. સ્પેક્ટ્રમને લો ફ્રીક્વેન્સીથી લઈને હાઈ ફ્રીક્વેન્સી સુધીના બેન્ડમાં ડિવાઈડ કરી શકાય છે. હાઈ-ફ્રીક્વેન્સી વેવ વધુ ડેટા લઈ જાય છે અને લો-ફ્રીક્વેન્સી વેવની સરખામણીમાં ઝડપી હોય છે. જોકે તેને સરળતાથી બ્લોક કે ઓબ્સટ્રક્ટ કરી શકાય છે. લોઅર-ફ્રીક્વેન્સી વેવ વાઈડર કવરેજ કરી શકે છે.

આ ફ્રીક્વેન્સ બેન્ડ માટે હરાજી
હરાજી વિવિધ લો ફ્રીક્વેન્સી બેન્ડ (600 MHz, 700 MHz, 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz), મીડિયમ (3300 MHz) અને હાઈ ફ્રીક્વેન્સી બેન્ડ (26GHz)માં રેડિયો વેવ્સ માટે આયોજિત કરવામાં આવશે. આ બેન્ડ ઓપરેટરોને તેમના નેટવર્ક કવરેજને મજબૂત કરવામાં મદદ કરશે. નવ બેન્ડમાંથી, 600 Mhz, 700 Mhz, 3.3 Ghz અને 26 Ghz બેન્ડ ક્યારેય ફાળવવામાં આવ્યા નથી.

20 Gbps સુધીની ડાઉનલોડ સ્પીડ
5G
નેટવર્કમાં 20 Gbps સુધી ડેટા ડાઉનલોડની સ્પીડ મળી શકે છે. ઈન્ટરનેટ નેટવર્કના પાંચમાં જનરેશનને 5G કહે છે. આ એક વાયરલેસ બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સર્વિસ છે, જે તરંગો દ્વારા હાઈ સ્પીડ ઈન્ટરનેટ સર્વિસ ઉપલબ્ધ કરાવે છે. તેમાં મુખ્ય રીતે ત્રણ પ્રકારના ફ્રીક્વેન્સી બેન્ડ હોય છે.

·         લો ફ્રીક્વેન્સી બેન્ડ- એરિયા કવરેજમાં સૌથી બેસ્ટ, ઈન્ટરનેટ સ્પીડ 100 Mbps, ઈન્ટરનેટ સ્પીડ ઓછી

·         મિડ ફ્રીક્વેન્સી બેન્ડ- ઈન્ટરનેટ સ્પીડ લો બેન્ડથી વધુ 1.5 Gbps, એરિયા કવરેજ લો ફ્રીક્વેન્સી બેન્ડથી ઓછું, સિગ્નલના મામલામાં સારુ

·         હાઈ ફ્રીક્વેન્સી બેન્ડ- ઈન્ટરનેટ સ્પીડ સૌથી વધુ 20 Gbps, એરિયા કવર સૌથી ઓછો, સિગ્નલના મામલામાં પણ સારું


5G શરૂ થવાથી શું ફાયદા થશે?

·         પહેલો ફાયદો તો એ થશે કે યુઝર ઝડપી સ્પીડથી ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકશે.

·         વીડિયો ગેમિંગના ક્ષેત્રમાં 5G આવવાથી મોટો ફેરફાર થશે.

·         વીડિયો બફરિંગ કે અટક્યા વગર સ્ટ્રીમ કરી શકાશે.

·         ઈન્ટરનેટ કોલમાં અવાજ અટક્યા વગર અને સ્પષ્ટ આવશે.

·         2 GBની મૂવી 10થી 20 સેકન્ડમાં ડાઉનલોડ થઈ જશે.

·         કૃષિ ક્ષેત્રમાં ખેતરની દેખરેખ માટે ડ્રોનનો ઉપયોગ શક્ય બનશે.

·         મેટ્રો અને ડ્રાઈવર વગર ચાલતી ગાડીઓને ઓપરેટ કરવાનું સરળ બનશે.

·         વરચ્યુઅલ રિયલિટી અને ફેક્ટ્રીમાં રોબોટનો યુઝ કરવો વધુ સરળ બનશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post